શોધખોળ કરો

કામની વાત: આધાર કાર્ડમાં 14 જૂન સુધી ડોક્યુમેન્ટ્સ મફતમાં અપડેટ કરાવી લો, પછી ફી ચૂકવવી પડશે

UIDAI એ 10 વર્ષ જૂના આધાર કાર્ડમાં ઓનલાઈન દસ્તાવેજ અપડેટ કરવાની મફત સુવિધા 14 જૂન, 2026 સુધી લંબાવી છે. આ ઉપરાંત 5 વર્ષથી નાના બાળકો માટે 'બાલ આધાર' કઢાવવાની પ્રક્રિયા પણ હવે એકદમ સરળ બની છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આધાર કાર્ડ ઓનલાઈન અપડેટની અંતિમ તારીખ 14 જૂન 2026.
  • UIDAI દ્વારા ઘરબેઠા મફત ડોક્યુમેન્ટ અપડેટની સુવિધા.
  • 10 વર્ષ જૂના આધાર કાર્ડ માટે માહિતી અપડેટ ફરજિયાત.
  • 5 વર્ષથી નાના બાળકો માટે 'બાલ આધાર' ફરજિયાત.

Aadhaar Card Free Update 2026: જો તમે છેલ્લા 10 વર્ષમાં તમારું આધાર કાર્ડ અપડેટ નથી કરાવ્યું, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા) એ લોકોને એક મોટી રાહત આપતા આધારમાં ઓનલાઈન ડોક્યુમેન્ટ્સ અપડેટ કરવાની અંતિમ તારીખ લંબાવીને 14 જૂન 2026 કરી દીધી છે. એટલે કે, તમે 14 જૂન સુધી કોઈ પણ જાતનો ચાર્જ ચૂકવ્યા વગર ઘરબેઠા જ તમારા આધાર કાર્ડમાં ઓળખ અને સરનામાના પુરાવાઓ (POI/POA) અપડેટ કરી શકશો. જોકે, આ ડેડલાઈન વીતી ગયા પછી અપડેટ કરાવવા પર તમારે નિયત ફી ચૂકવવી પડશે.

શા માટે અપડેટ કરાવવું છે જરૂરી?

છેલ્લા 10 વર્ષના સમયગાળામાં તમારું સરનામું અથવા અન્ય માહિતીઓ બદલાઈ ગઈ હોઈ શકે છે. તેથી, આધારમાં એકદમ સચોટ માહિતી હોવી જરૂરી છે. આધાર અપડેટ રાખવાથી તમને અનેક ફાયદાઓ થાય છે:

સરકારી યોજનાઓ અને સબસિડીનો લાભ કોઈ પણ અડચણ વગર મળતો રહે છે.

બેંકમાં KYC કરાવવાની પ્રક્રિયા એકદમ સરળ બની જાય છે.

નવું સિમ કાર્ડ લેવા કે અન્ય કોઈ પણ જગ્યાએ ઓળખની ચકાસણી કરવામાં મુશ્કેલી પડતી નથી.

મફત ઓનલાઈન અપડેટ કેવી રીતે કરશો?

ખાસ ધ્યાન રાખો કે આ મફત સુવિધા માત્ર 'myAadhaar' પોર્ટલ પર જ ઉપલબ્ધ છે. જો તમે કોઈ આધાર કેન્દ્ર પર જઈને અપડેટ કરાવશો તો તમારે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે.

સૌથી પહેલાં myAadhaar પોર્ટલ પર જાઓ અને તમારા આધાર નંબર અને મોબાઈલ પર આવતા OTP ની મદદથી લોગ-ઈન કરો.

ત્યારબાદ 'ડોક્યુમેન્ટ અપડેટ' વિકલ્પ પર ક્લિક કરો.

પાન કાર્ડ, વોટર આઈડી જેવા ઓળખ અને સરનામાના પુરાવાની સ્કેન કરેલી કોપી અપલોડ કરો. (ધ્યાન રાખો કે ફાઈલની સાઈઝ 2MB કરતા ઓછી અને તે JPEG, PNG અથવા PDF ફોર્મેટમાં હોવી જોઈએ).

આટલું કર્યા પછી ફોર્મ સબમિટ કરો. છેલ્લે તમને એક સર્વિસ રિક્વેસ્ટ નંબર (SRN) મળશે, જેને સાચવીને રાખો જેથી તમે તમારી અરજીનું સ્ટેટસ ચેક કરી શકો.

બાળકો માટે 'બાલ આધાર' પણ છે જરૂરી

આ ઉપરાંત, જો તમારા ઘરમાં 5 વર્ષ કે તેથી ઓછી ઉંમરનું કોઈ બાળક છે અને તેને શાળામાં એડમિશન કે અન્ય કામ માટે આધાર કાર્ડની જરૂર છે, તો તમે આસાનીથી તેનું કાર્ડ કઢાવી શકો છો. નાના બાળકો માટે કઢાવવામાં આવતા આ કાર્ડને "બાલ આધાર" કહેવાય છે. UIDAI એ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે તે ફરજિયાત બનાવ્યું છે અને તેની પ્રક્રિયા એકદમ સરળ છે.

બાલ આધાર માટે બહુ બધા ડોક્યુમેન્ટ્સની જરૂર પડતી નથી. બાળકની ઓળખ અને ઉંમર સાબિત કરવા માટે માત્ર જન્મનું પ્રમાણપત્ર (બર્થ સર્ટિફિકેટ) અથવા હોસ્પિટલની ડિસ્ચાર્જ સ્લિપ પૂરતી છે. કારણ કે બાળકનું આધાર તેના માતાપિતા સાથે લિંક થાય છે, તેથી માતા કે પિતામાંથી કોઈ એકનું આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. આની સાથે એક એડ્રેસ પ્રૂફ જોડીને તમે સરળતાથી બાલ આધાર માટે અરજી કરી શકો છો.

Frequently Asked Questions

આધાર કાર્ડ મફતમાં અપડેટ કરવાની અંતિમ તારીખ કઈ છે?

UIDAI એ આધારમાં ઓનલાઈન ડોક્યુમેન્ટ્સ અપડેટ કરવાની અંતિમ તારીખ લંબાવીને 14 જૂન 2026 કરી દીધી છે. આ તારીખ સુધી કોઈ પણ ચાર્જ ચૂકવ્યા વગર ઘરબેઠા અપડેટ કરી શકાશે.

શા માટે આધાર કાર્ડ અપડેટ કરાવવું જરૂરી છે?

છેલ્લા 10 વર્ષમાં સરનામું કે અન્ય માહિતી બદલાઈ ગઈ હોય શકે છે. અપડેટ રાખવાથી સરકારી યોજનાઓ, બેંક KYC અને ઓળખ ચકાસણી સરળ બને છે.

મફત ઓનલાઈન આધાર અપડેટ કેવી રીતે કરવું?

myAadhaar પોર્ટલ પર લોગ-ઇન કરીને 'ડોક્યુમેન્ટ અપડેટ' વિકલ્પ પસંદ કરો. ઓળખ અને સરનામાના પુરાવાની સ્કેન કરેલી કોપી અપલોડ કરી ફોર્મ સબમિટ કરો.

બાલ આધાર શું છે અને તે કોના માટે જરૂરી છે?

બાલ આધાર 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ફરજિયાત છે. આ માટે જન્મનું પ્રમાણપત્ર અને માતાપિતામાંથી કોઈ એકનું આધાર કાર્ડ જરૂરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન
8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન
પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ
પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ
પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?
પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
Embed widget