(Source: ECI/ABP News/ABP Majha)
Aadhaar Card Update: જૂનું આધારકાર્ડ 14 જૂન બાદ નકામું થઈ જશે ? જાણો UIDAIએ શું કહ્યું
જો તમારું આધાર 10 વર્ષથી વધુ જૂનું છે અને તમે તેને લાંબા સમયથી અપડેટ નથી કર્યું તો 14 જૂન પછી તમારું આધાર નકામું થઈ જશે. છેલ્લા કેટલાક દિવસોથી આવા મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
Aadhaar Card Update: જો તમારું આધાર 10 વર્ષથી વધુ જૂનું છે અને તમે તેને લાંબા સમયથી અપડેટ નથી કર્યું તો 14 જૂન પછી તમારું આધાર નકામું થઈ જશે. છેલ્લા કેટલાક દિવસોથી આવા મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. 10 વર્ષથી જૂના આધાર કાર્ડના અપડેટને લઈને આવા મેસેજ વાયરલ થઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રીતે 14 જૂન પછી આધાર કાર્ડ બિનઉપયોગી થઈ જશે, પરંતુ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે UIDAI દ્વારા આવી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. ત્યારે મનમાં સવાલ થાય છે કે 14 જૂનની આ વાત ક્યાંથી આવી?
શું 10 વર્ષ જૂના આધાર કાર્ડ નકામા થઈ જશે?
10 વર્ષ કે તેથી વધુ જૂના આધાર કાર્ડ અમાન્ય નથી. આ આધાર કાર્ડ પહેલાની જેમ કામ કરતા રહેશે. હવે સવાલ એ છે કે 14મી જૂનની આ તારીખ ક્યાંથી આવી, તમને જણાવી દઈએ કે UIDAIએ આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવા માટે 14મી જૂનની સમયમર્યાદા આપી છે. એટલે કે તમે તમારું આધાર કાર્ડ 14મી જૂન સુધી ફ્રીમાં અપડેટ કરી શકશો. આ મેસેજને સોશિયલ મીડિયા પર શેર અને ફોરવર્ડ કરવામાં આવી રહ્યો છે.
તમારે 14 જૂન સુધી આધારને ઓનલાઈન અપડેટ કરવા માટે એક પણ પૈસો ખર્ચવો પડશે નહીં. આ સમયમર્યાદા પછી, જો તમે તમારા આધાર કાર્ડમાં તમારું સરનામું, નામ અથવા સરનામું અપડેટ કરો છો, તો તમારે તેના માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે. જો તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરવા માંગો છો, તો તમે 14 જૂન પહેલા ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરીને ફ્રીમાં કરાવી શકો છો.
ફી ઑફલાઇન લાગુ પડે છે
ફ્રી અપડેટની સુવિધા માત્ર ઓનલાઈન સેવા માટે જ ઉપલબ્ધ છે. જો તમે નજીકના આધાર કેન્દ્ર પર જાઓ અને ઑફલાઇન અપડેટ કરાવો, તો તમારે અપડેટ માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે. તમારે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે અને તમારી બાયોમેટ્રિક વિગતો અપડેટ કરાવવા માટે આધાર કેન્દ્ર પર જવું પડશે. આવી સ્થિતિમાં, વધુ સારું છે કે જો તમે આધારમાં કોઈ ફેરફાર કરવા માંગતા હોવ તો ઘરે બેઠા કોઈપણ ચાર્જ વિના તેને ઓનલાઈન કરો.