શોધખોળ કરો

અદાણી એનર્જી સોલ્યુશન્સે ભારતના વીજ ક્ષેત્રમાં QIP રૂટ દ્વારા સૌથી વધુ USD 1 બિલિયન એકત્ર કર્યા

Adani Energy QIP Route: ગ્લોબલ લોંગ ઓન્લી ઈન્વેસ્ટર્સ અને ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ્સ પાસેથી મૂળ સોદાથી આશરે 6 ગણી માંગ

Adani Energy: અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL)એ તેનું રુ. 8,373 કરોડ (USD 1 બિલિયન) ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ ("QIP") સફળતાપૂર્વક આખરી કર્યું હોવાનું આજે સત્તાવાર જણાવ્યું હતું. જે ભારતના પાવર સેક્ટરમાં અત્યાર સુધીનું સૌથી મોટું પ્લેસમેન્ટ છે. આ સીમાચિહ્ન ભારતના ઉર્જા સંક્રમણ ઉકેલોમાં એક અગ્રણી તરીકે AESLની અગ્રીમ સ્થિતિને રેખાંકિત કરવા સાથે દેશના પાવર સેક્ટર પ્રત્યેના દૃષ્ટિકોણમાં રોકાણકારોના વિશ્વાસને ઉજાગર કરે છે.

જુલાઈ 2015 માં અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) ના ડિમર્જર અને લિસ્ટિંગ બાદ મૂડીબજારમાં AESLની પ્રથમ ઇક્વિટીમાં આ QIP વધારો દર્શાવે છે. 2016 થી AESLના EBITDAમાં સતત બે આંકની વૃધ્ધિ એ AELના સફળ ઇન્ક્યુબેશન મોડલનું પ્રમાણપત્ર છે.

​30 જુલાઈ 2024 ના રોજ બજાર બંધ થવાના નિર્ધારીત સમય બાદ રુ.5,861 કરોડ (USD 700 મિલિયન) ના મૂળ સોદાના કદ સાથે આ ટ્રાન્ઝેક્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં રુ.8,373 કરોડ (USD 1 બિલિયન) સુધીના કદના ગ્રીન શૂ વિકલ્પનો સમાવેશ હતો.

​આ QIPને મળેલા પ્રચંડ આવકારના ફળ સ્વરુપ રોકાણકારોના વિવિધ સમૂદાયો તરફથી મૂળ સોદાના લગભગ 6 ગણા કદની બિડ પ્રાપ્ત થઈ હતી, જેમાં ભારતમાં પ્રથમ વખત પ્રવેશનારા યુટિલિટી કેન્દ્રિત યુએસના રોકાણકારો સિવાય સોવરિન વેલ્થ ફંડ્સ, મુખ્ય ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્સ અને વીમા કંપનીઓનો સમાવેશ થાય છે. રોકાણકાર સમૂહોની કલ્પનાતીત રુચિએ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ને ગ્રીન શૂ વિકલ્પનો સંપૂર્ણ ઉપયોગ કરવા તાકાતવર બનાવ્યું હતું. આમ આ ઇશ્યુનું કુલ કદ વધારીને USD 1 બિલિયન થયું હતું.

​AESL ભારતના ઉર્જા સંક્રમણ સોલ્યુશન્સમાં આગવી હરોળના મુખ્ય ખેલાડી તરીકે ઉભરી આવેલી અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. એ તેનું સંપૂૂર્ણ લક્ષ્ય વીજ ઉત્પાદન અને વિતરણ સંબંધી મુખ્ય ક્ષેત્રો પર કેન્દ્રિત કરી રહી છે: જેમાં ગુજરાતમાં ખાવડા અને રાજસ્થાનમાં રિન્યુએબલ પાવર ટ્રાન્સમિશન અને બલ્ક રિન્યુએબલ પાવર ઇવેક્યુએશન જેવા પ્રોજેક્ટ્સમાં મોટા પાયે રોકાણ ઉપરાંત રિન્યુએબલ પાવર પેનિટ્રેશન માટે મુંબઈમાં 37% રિન્યુએબલ પાવરનું વિતરણ અને તેનું પ્રમાણ તબક્કાવાર વધારવાની બાબત સામેલ છે. દેશની ઉર્જા કાર્યક્ષમતાને બળવત્તર બનાવવા માટે ભારતના સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશન પ્રોગ્રામમાં કાર્યક્ષમતા સુધારણાના કાર્યક્રમો માટે ટોચની ઔદ્યોગિક અને વાણિજ્યિક સંસ્થાઓ સાથે ભાગીદારી કરી છે.

​ઊર્જાની તીવ્રતાને ઘટાડવા માટેના ઉપાય માટે અવનવી કૂલિંગ એઝ એ સોલ્યુશન (CaaS) ઓફરિંગમાં ભારતની પ્રતિબદ્ધતાઓને અનુરૂપ રોકાણ કરી રહી છે. તેમજ પસંદગીના રિટેલ એનર્જી પાર્ટનર તરીકે વ્યાપારી અને ઔદ્યોગિક ગ્રાહકોને વિશ્વસનીય રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ પુરા પાડવાના ક્ષેત્રમાં કંપની અગ્રીમ ભૂમિકા અદા કરી રહી છે.

​QIPમાંથી મળેલા નાણાનો ઉપયોગ વીજળી ટ્રાન્સમિશન માટેની અસ્ક્યામતોના નિર્માણ તેમજ રિન્યુએબલ પાવર માટે બલ્ક ઇવેક્યુએશન કોરિડોરના નિર્માણ ઉપરાંત ઊર્જા કાર્યક્ષમતા વધારવા માટે સ્માર્ટ મીટરિંગ વ્યવસાયનો વિસ્તાર તેમજ નેટવર્ક પ્લાનિંગમાં સુધારો કરવા અને દેવું ઘટાડવા ઋણની ચુકવણી કરવામાં થશે.

કંપનીના સી.ઇ.ઓ. કંદર્પ પટેલે જણાવ્યું હતું કે રોકાણનું મજબૂત ચક્ર અને વીજળીની માંગમાં થઇ રહેલો વધારો પાવર સેક્ટરનો સકારાત્મક વિકાસ સૂચવે છે. સંસ્થાકીય રોકાણકારોના જબરજસ્ત ઉત્સાહમાં ભારતના ઊર્જા સંક્રમણ પ્રત્યેની તેઓની પ્રતિબદ્ધતા અને વિશ્વાસનું પ્રતિબિંબ દેખાય છે.જેમાં AESLની ભૂમિકા મુખ્ય રહી છે. ભારતના ઉર્જા સંક્રમણમાં નોંધપાત્ર યોગદાન આપતા, વિશ્વસનીય, સસ્તું અને ટકાઉ રીતે ગ્રાહકોને વીજળી પહોંચાડવામાં AESL ક્રાંતિ લાવી રહી છે. આ QIPને મળેલો અભૂતપૂર્વ પ્રતિસાદ કંપનીનું મજબૂત બિઝનેસ મોડલ, અમલવારીની ક્ષમતાઓ અને મૂડી ફાળવણીની અસરકારક વ્યૂહરચના, મજબૂત વૃદ્ધિ અને રોકાણકારોના મજબૂત વિશ્વાસને દર્શાવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શનRajkot Farmer | ધોરાજીમાં ખેડૂતોની હાલત કફોડી, મગફળીના પાથરા ફેરવવા મજૂર ન મળતા હાલાકીSurendranagar PSI Death Case : PSI પઠાણ સાથે અકસ્માત થયો કે પછી બુટલેગરે કચડ્યા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
આ રાજ્યમાં સરકારી નોકરીઓમાં મહિલાઓને મળશે 35 ટકા અનામત, કેબિનેટે આપી મંજૂરી 
આ રાજ્યમાં સરકારી નોકરીઓમાં મહિલાઓને મળશે 35 ટકા અનામત, કેબિનેટે આપી મંજૂરી 
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
Embed widget