શોધખોળ કરો

Airtel અને Jio વચ્ચે નવી નવી દોસ્તી, જાણો બન્ને વચ્ચે શું થઈ ડીલ

JIO અનુસાર આ સમજૂતી ટેલિકોમ વિભાગ દ્વારા આપવામાં આવેલ સ્પેક્ટ્રમ કારોબારના દિશાનિર્દેશો અનુસાર કરવામાં આવી છે.

મુકેશ અંબાણી (Mukesh Ambani)ની નેતૃત્વવાળી રિલાયન્સ JIO ઇન્ફોકોમ લિમિટેડ (આરજેઆઈએલ) આંધ્ર પ્રદેશ  (3.75MHz), દિલ્હી (1.25 MHz) અને મુંબઈ (2.50 MH) સર્કિલમાં 800 મેગાહર્ટ્ઝ બેન્ડમાં સ્પેક્ટ્રમ ખરીદવાને લઈને સુનીલ ભારતી (Sunil Bharti)ની આગેવાનીવાળી કંપની ભારતી Airtel લિમિટેડ સાથે સમજૂતી કરી છે.

JIO અનુસાર આ સમજૂતી ટેલિકોમ વિભાગ દ્વારા આપવામાં આવેલ સ્પેક્ટ્રમ કારોબારના દિશાનિર્દેશો અનુસાર કરવામાં આવી છે. સમજૂતીને નિયામકીય મંજૂરી પર નિર્ભર છે. એરટેલે પણ અલગ નિવેદનમાં આ સમજૂતીની પુષ્ટિ કરતાં ક હ્યું કે, તે અંતર્ગત કંપનીને વધારાના સ્પેક્ટ્રમ આપવાના બદલામાં JIO તરફતી 1037.6 કરોડ રૂપિયા મળશે.

ઉપરાંત JIO સ્પેક્ટ્રમને લઈને 459 કરોડ રૂપિયાનું પેમેન્ટ બાદમાં કરશે જે ડીલ સંબંધિત સમાયોજન પર આધાર રાખે છે. કંપની અનુસાર આ સમજૂતી અંતર્ગત JIOને Airtelના 800 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમના ઉપયોગના અધિકાર અંતર્ગત આંધ્ર પ્દેશમાં 3.75 મેગાહર્ટ્ઝ, દિલ્હીમાં 1.25 મેગાહર્ટ્ઝ અને મુંબઈમાં 2.5 મેગાહર્ટ્ઝનો ઉપયોગ કરવાના હક મેળવશે.

JIO અનુસાર નવા સ્પેક્ટ્રમ જોડાવવાની સાથે જ રિલાયન્સ JIOનું માળખાકીય સ્ટ્રક્ચર અને નેટવર્ક ક્ષમતા વધી જશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સ્પેક્ટ્રમનો ઉપોયગ માટે થયેલ સમજૂતી બાદ રિલાયન્સ JIOની પાસે મુંબઈ સર્કલમાં 800 મેગાહર્ટ્ઝ બેન્ડમાં 2X15 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ અને આંધ્ર પ્રદેશ અને દિલ્હી સર્કલમાં 800 મેગાહર્ટ્ઝ બેન્ડમાં 2X10 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ ઉપલબ્ધ હશે. તેનાથી આ સર્કલમાં ગ્રાહક સેવાઓને વધારે મજબૂત કરવામાં આવી શકશે.

એરટેલમાં મોટાપાયે કોલ ડ્રોપની સમસ્યા આવી રહી છે. પરંતુ હવે આ ત્રણ સર્કલ જિઓ દ્વારા ઓપરેટ થવાની ગ્રાહકોને કોલ ડ્રોપની કોઈ સમસ્યા નહીં નડે. તથા ઈન્ટરનેટ પણ ફાસ્ટ સ્પીડમાં ચાલશે. તે ઉપરાંત ગ્રાહકોને રિચાર્જ સ્કીમમાં પણ ફાયદો થવાની ધારણા કરાઈ છે. દુરદરાજના વિસ્તારોમાં એરટેલના નેટવર્કની જે સમસ્યા રહેતી હતી તે પણ દૂર થશે. સરવાળે એરટેલા 3 સર્કલના જિઓ દ્વારા થયેલા હસ્તાંતરણ ગ્રાહકોના હિતમાં રહેશે. આને કારણે રિલાયન્સ જિઓ આ ત્રણ રાજ્યોને ગ્રાહકોને સારી સેવાઓ આપી શકશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

MLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
Embed widget