શોધખોળ કરો

Akasa Air: Akasa Airનું પહેલું એરક્રાફ્ટ દિલ્હી પહોંચ્યું, ટૂંક સમયમાં જ એર ઓપરેટરની સેવા શરૂ કરવા પરમિટ મળી શકે છે

આકાસા એરને હવે ઉડાન ભરવા માટે ઉડ્ડયન ક્ષેત્રના નિયમનકાર DGCA પાસેથી એર ઓપરેટરનું પ્રમાણપત્ર મેળવવું પડશે.

Akasa Air: શેરબજારના બિગબુલ રાકેશ ઝુનઝુનવાલા દ્વારા સમર્થિત આકાસા એર (Akasa Air),  Boeing 737 Max (Boeing 737 Max)નું પ્રથમ વિમાન મંગળવારે દિલ્હી એરપોર્ટ પર ઉતર્યું. આકાસા એરને હવે વાણિજ્યિક કામગીરી શરૂ કરતા પહેલા દેશમાં એરલાઇન્સ ક્ષેત્રના નિયમનકાર DGCA પાસેથી એર ઓપરેટર પરમિટની જરૂર પડશે. આકાસા એરના જણાવ્યા અનુસાર, એરક્રાફ્ટને 15 જૂને યુએસએના સિએટલમાં એરલાઇનને સોંપવામાં આવ્યું હતું. આ 72 બોઇંગ 737 MAX પ્લેનની પ્રથમ ડિલિવરી છે જે આકાસા એર દ્વારા ગયા નવેમ્બરમાં બોઇંગને ઓર્ડર કરવામાં આવી હતી.

Akasa Air અનુસાર, એરલાઈને તેની ટીમની હાજરીમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેના પ્રથમ બોઈંગ 737 MAX એરક્રાફ્ટના આગમનનું સ્વાગત કર્યું છે. વિનય દુબે, MD અને CEO, Akasa Air, જણાવ્યું હતું કે Akasa Air એ ભારતીય ઉડ્ડયન દ્વારા તાજેતરના વર્ષોમાં થયેલી પ્રગતિનું મુખ્ય ઉદાહરણ છે, તેમણે ઉમેર્યું હતું કે, "આ અમારા અને ભારતીય ઉડ્ડયન માટે માત્ર એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ નથી, પરંતુ આ નવા ભારતની કહાની છે.”

બોઈંગ ઈન્ડિયાએ પણ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યું અને લખ્યું, 'સ્વાગત હોમ'. બોઇંગ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ સલિલ ગુપ્તેએ જણાવ્યું હતું કે બોઇંગને આકાસા એર સાથે ભાગીદારી કરવામાં ગર્વ છે કારણ કે તેઓ હવાઈ મુસાફરીને સર્વસમાવેશક અને બધા માટે સસ્તું બનાવવાની દિશામાં તેમની સફર શરૂ કરે છે.

એર ઓપરેટર લાઇસન્સ કેવી રીતે મેળવવું

આકાસા એરને હવે ઉડાન ભરવા માટે ઉડ્ડયન ક્ષેત્રના નિયમનકાર DGCA પાસેથી એર ઓપરેટરનું પ્રમાણપત્ર મેળવવું પડશે. જે બાદ એરલાઈન તેની કોમર્શિયલ ફ્લાઈટ ઓપરેશન શરૂ કરી શકશે. એર ઓપરેટર સર્ટિફિકેટ મેળવવા એવિએશન રેગ્યુલેટર ડીજીસીએને સંતોષવા માટે આકાસા એરની પ્રોવિંગ ફ્લાઈટને ઘણી વખત દિલ્હીથી ટેક ઓફ કરવું પડશે. ફ્લાઇટમાં ડીજીસીએના અધિકારીઓ સાથે એરલાઇન્સના અધિકારીઓ મુસાફરો તરીકે મુસાફરી કરશે. આ સાથે ક્રેબિન ક્રૂ મેમ્બર્સ પણ હાજર રહેશે. તમને જણાવી દઈએ કે ટેસ્ટ ફ્લાઈટ એવિએશન રેગ્યુલેટર ડીજીસીએને સંતુષ્ટ કરવા માટે કરવામાં આવે છે જેથી કરીને બતાવી શકાય કે એરક્રાફ્ટ અને તેના ઘટકો યોગ્ય રીતે ઓપરેટ કરી રહ્યા છે. ઇન્સપેક્શન ફ્લાઇટ પછી, એરલાઇન્સે પ્રોવિંગ ફ્લાઇટનું સંચાલન કરવું પડશે ત્યારબાદ DGCA એર ઓપરેટર સર્ટિફિકેટ (AOC) જારી કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Embed widget