શોધખોળ કરો

Amazonમાં વર્ક ફ્રૉમ હૉમ કલ્ચર ખતમ કરવાની તૈયારી, કર્મચારીઓને આટલા દિવસ કરવુ પડશે ઓફિસથી કામ

આ જાણકારી કંપનીના સીઇઓ એન્ડી જેસી (Andy Jassy)એ કર્મચારીઓને એક મેમો મોકલીને આપી છે,

Amazon to resume Work from Office: દુનિયાના સૌથી મોટી ઇ-કોમર્સ કંપની અમેઝૉન (Amazon) ના કર્મચારીઓ માટે સારા સમાચાર છે, કંપનીએ પોતાના કૉર્પૉરેટ એમ્પ્લૉઇઝને ઓફિસ જૉઇન (Work from Office) કરવા માટે કહ્યુ છે. કંપનીએ કર્મચારીઓને આદેશ આપતા કહ્યુ છે કે, તેમને કેમ સે કમ અઠવાડિયામાં ત્રણ દિવસ ઓફિસમાંથી કામ કરવુ પડશે. આ નવી સિસ્ટમ 1 મે, 2023 થી લાગુ થઇ જશે. 

આ જાણકારી કંપનીના સીઇઓ એન્ડી જેસી (Andy Jassy)એ કર્મચારીઓને એક મેમો મોકલીને આપી છે, તે મેસેજમાં એન્ડી જેસીએ કહ્યું કે, ઓફિસમાં આવીને સાથે કામ કરવાથી કર્મચારીઓની વચ્ચે સારી રીતે સૂચનાનું તંત્ર સ્થાપિત થશે અને આની અસર કામ પર પણ દેખાશે. 

કોરોનાના સમયથી લાગુ થઇ હતી વર્ક ફ્રૉમ હૉમ સિસ્ટમ - 
અમેઝૉને વર્ક ફ્રૉમ હૉમ (Amazon Work From Home) હવે ખતમ કરવાની શરૂઆત કરી છે, કેમ કે દુનિયાભરમાં હવે કોરોનાનો કેર ઓછો થઇ રહ્યો છે. વર્ષ 2020માં કોરોના કાળની શરૂઆત થઇ તે સમયથી અમેઝૉને ભારત સહિત દુનિયાભરમાં પોતાના કર્મચારીઓને વર્ક ફ્રૉમ હૉમ કરવા માટે કહ્યુ હતુ. તે સમયે કંપનીએ વર્ક ફ્રૉમ હૉમ સિસ્ટમની શરૂઆત કરી હતી હવે ધીમે ધીમે ઓફિસમાં કર્મચારીઓને બોલાવવાની શરૂઆત પણ કરી દીધી છે. હવે કર્મચારીઓને અઠવાડિયામાં ત્રણ દિવસ ઓફિસ આવવુ પડશે.

ખાસ વાત છે કે અમેઝૉન ઉપરાંત બીજી કેટલીય કંપનીઓ છે, જેવી કે સ્ટારબક્સ (Starbucks), ડિઝ્ની (Disney) અને વૉલમાર્ટે (Walmart) વર્ક ફ્રૉમ હૉમ કલ્ચરને ખતમ કરવાનુ શરૂ કર્યુ છે.

Layoffs: 2023માં અત્યાર સુધીમાં 332 કંપનીઓએ 1 લાખથી વધુ કર્મચારીઓને કાઢી મૂક્યા, આ કંપનીએ કરી સૌથી મોટી છટણી

Layoffs in 2023: વર્ષ 2023 દરમિયાન, વૈશ્વિક મંદીના ભય વચ્ચે મોટી સંખ્યામાં કર્મચારીઓએ તેમની નોકરી ગુમાવી છે. 332 ટેક કંપનીઓએ વિશ્વભરમાં 1 લાખથી વધુ કર્મચારીઓને બરતરફ કર્યા છે (Employees Layoffs). તેમાં ગૂગલ, મેટા, માઈક્રોસોફ્ટથી લઈને ઘણી મોટી કંપનીઓ સામેલ છે.

વર્ષ 2023 ના છેલ્લા મહિનામાં મોટાભાગની કંપનીઓએ હજારો કર્મચારીઓની છટણી કરી દીધી છે. બીજી તરફ કેટલીક કંપનીઓએ તો આખી ટીમને સમાપ્ત કરી દીધી છે. Layoffs.fyi ના ડેટા અનુસાર, કુલ 1,00,746 કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે, જેમાં લગભગ 332 કંપનીઓનો સમાવેશ થાય છે.

આ કંપનીએ સૌથી વધુ છટણી કરી હતી

જાન્યુઆરીમાં મોટી કંપનીઓએ મોટા પાયે લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. ગૂગલે તેના કર્મચારીઓના 6 ટકા ઘટાડ્યા, એટલે કે લગભગ 12,000 કર્મચારીઓને કાઢી મૂક્યા, જે તમામ કંપનીઓ કરતાં વધુ છે. તે જ સમયે, માઇક્રોસોફ્ટે લગભગ 10,000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. આ સિવાય એમેઝોને 8 હજાર કર્મચારીઓને કાઢી મૂક્યા છે.

સેલ્સફોર્સે તેના કુલ કર્મચારીઓમાંથી 8,000 કર્મચારીઓને છૂટા કર્યા. બીજી તરફ, ડેલે 6650, IBM એ લગભગ 3900, SAP એ 3000, ઝૂમે લગભગ 1300 અને કોઈનબેસે લગભગ 950 કર્મચારીઓની છટણી કરી છે. યાહૂએ હાલમાં જ તેના 20 ટકા કર્મચારીઓને દૂર કરવાની જાહેરાત કરી છે. આ સિવાય 8 ટકા અથવા 600 લોકોને નોકરી આપવાની પણ વાત કરવામાં આવી હતી.

માઈક્રોસોફ્ટની માલિકીની GitHub એ પણ આગામી ક્વાર્ટરમાં તેના લગભગ 10 ટકા કર્મચારીઓ અથવા 300 કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. તે જ સમયે, ગોડેડીએ 8 ટકા કર્મચારીઓને દૂર કરવાની માહિતી પણ આપી છે.

વર્ષ 2023માં કોણે કેટલા કર્મચારીઓને કાઢી મૂક્યા

માઇક્રોસોફ્ટે 10,000 કર્મચારીઓની છટણી કરી છે

એમેઝોનના 8 હજાર કર્મચારીઓ

સેલ્સફોર્સમાં 8000 કર્મચારીઓ પણ

ડેલ લેપટોપ કંપનીના 6650 કર્મચારીઓ

IBM એ 3,900 કર્મચારીઓને છૂટા કર્યા

એસએપી 3 હજાર કાઢી મુક્યા

ઝૂમે 1,300ની છટણી કરી છે

કોઈનબેસે 950 કર્મચારીઓને છૂટા કર્યા

યાહૂએ 1,600 કર્મચારીઓની છટણી કરી છે

GitHub એ 300 કર્મચારીઓની છટણી કરી છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વેશપલટો જરૂરીHun To Bolish : હું તો બોલીશ : વિભાજન પર વિરોધનું વાવાઝોડું કેમ?Bhavnagar news: વલ્લભીપુર ન.પા.માં કોઈ ચીફ ઓફિસર ટકતુ જ નથી! ચીફ ઓફિસર વિજય પંડિતે આપ્યું રાજીનામુંSurendrnagar News: સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તાવી ગામે એક ખેડૂતે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
Embed widget