શોધખોળ કરો
Advertisement
લૉકડાઉનઃ 50 હજાર લોકોને અસ્થાયી નોકરી આપશે Amazon, જોબ માટે આ નંબર પર કરી શકો છો કોલ
આ નિમણૂક એવા લોકો માટે કરવામાં આવશે જે ભીડમાં જવાનું પસંદ નથી કરતાં. નવી નિમણૂક ફુલફિલમેન્ટ સેન્ટર્સ અને ડિલિવરી નેટવર્કમાં કરવામાં આવશે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસની મહામારી વચ્ચે એમેઝોન ઈન્ડિયાએ ભારતમાં 50 હજાર લોકોની હંગામી ધોરણે ભરતી કરવાની જાહેરાત કરી છે. એમેઝોન ઈન્ડિયાના કહેવા મુજબ, લોકો પોતાના ઘરેથી નીકળ્યા વગર પોતાના પરિવાર માટે જરૂરી વસ્તુઓ મંગાવી શકે તે માટે જરૂરિયાતના આધારે 50 હજાર લોકોની હંગામી ધોરણે ભરતી કરવામાં આવશે.
એમેઝોન ઈન્ડિયાએ તેમની સેવા પર નિર્ભર લોકોની વધતી માગને ધ્યાનમાં રાખી તેને પહોંચી વળવા માટે જરૂરિયાતના આધારે 50 લોકોની નિમણૂક કરવાની જાહેરાત કરી છે. આ નિમણૂક એવા લોકો માટે કરવામાં આવશે જે ભીડમાં જવાનું પસંદ નથી કરતાં. નવી નિમણૂક ફુલફિલમેન્ટ સેન્ટર્સ અને ડિલિવરી નેટવર્કમાં કરવામાં આવશે.
એમેઝોન ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ અખિલ સક્સેનાના જણાવ્યા પ્રમાણે, કોવિડ-19ની મહામારીના સમયમાં નાના અને અન્ય વ્યવસાયોને અમારા ગ્રાહકો સુધી પહોંચાડવા અમારી ટીમ જે કામગીરી કરી રહી છે તેના પર અમને ગર્વ છે. અમે સમગ્ર દેશમાં ગ્રાહકોની જરૂરિયાત મુજબ વસ્તુઓ પૂરી પાડવામાં મદદ કરવાનું ચાલુ રાખવા માંગીએ છીએ.
કંપનીએ નિવેદનમાં જણાવ્યું છે કે, હંગામી નોકરીમાં રસ ધરાવતા લોકો 1800-208-9900 પર કોલ કરી શકે છે અથવા Seasonhairingindia@amazon.com પર ઇમેલ કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion