શોધખોળ કરો
Advertisement
આ દિગ્ગજ બિઝનેસમેને બોર્ડ મિટિંગમાં પ્લાસ્ટિકની બોટલો પર લગાવ્યો પ્રતિબંધ, નામ જાણીને ચોંકી જશો
આનંદ મહિન્દ્રાએ આ વાતનું ધ્યાન દોરનાર મહિલા યુઝરનો જવાબ આપ્યો હતો.
નવી દિલ્હીઃ ટ્વિટર પર સક્રિય રહેનાર મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ કહ્યું કે, તે કોર્પોરેટ બોર્ડરૂમમાં હવે પ્લાસ્ટિકની બોટલ પર પ્રતિબંધ લગાવશે. આ પહેલા એક ટ્વિટર યૂઝર દ્વારા શેર કરવામાં આવેલ એક બેઠકની તસવીરમાં પ્લાસ્ટિકની બોટલ જોવા મળી હતી. મહિલાએ ટ્વિટમાં સલાહ આપી હતી કે તેણે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
આનંદ મહિન્દ્રાએ આ વાતનું ધ્યાન દોરનાર મહિલા યુઝરનો જવાબ આપ્યો હતો. આ મહિલાએ લખ્યું હતું કે, મને એમ લાગે છે કે, બોર્ડરૂમમાં પ્લાસ્ટિકની બોટલોની જગ્યાએ સ્ટીલની બોટલો હોવી જોઇએ,”
I think the board room should have Steel Bottle instead of Plastic bottle.. Just an observation sir 😊
— Mitali (@filmibaaz) July 16, 2019
Yes, plastic bottles will be banished. We were all embarrassed to see them that day... https://t.co/RwZA4tWoRE
— anand mahindra (@anandmahindra) July 16, 2019
આનંદ મહિન્દ્રાએ તેમના મૂળ ટ્વીટમાં એમ લખ્યું હતું કે, મારા કેલેન્ડર વર્ષમાં કે.સી.એમ.ઇ.ટી સ્કોલરશીપ માટેની પસંદગીની પ્રક્રિયા ઉત્સાહજનક હોય છે. આ યુવાનોની અમાપ શક્તિ અને સ્વ તાકાત પરની તેમની પ્રતિબદ્ધતા ખરેખર ગજબની છે,”
આનંદ મહિન્દ્રાએ પ્લાસ્ટિક બોટલનાં સંદર્ભમાં લખ્યું કે, “હવે પછી પ્લાસ્ટિક બોટલો પર પ્રતિબંધ. એ દિવસે આટલી બધી બોટલો જોઇ અમને પણ ક્ષોભ થયો હતો.” આનંદ મહિન્દ્રાનાં આ નિર્ણયથી સોશિયલ મીડિયા પર લોકોએ તેમની પ્રશંસા કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion