શોધખોળ કરો
Advertisement
અનિલ અંબાણીને નહીં જવું પડે જેલમાં, મુકેશ અંબાણીએ નાના ભાઈને કરી મદદ, એરિક્સનને ચુકવી રકમ
નવી દિલ્હીઃ રિલાયન્સ કોમ્યુનિકેશનના ચેરમેન અનિલ અંબાણીએ સુપ્રીમ કોર્ટની ડેડલાઈન પહેલા સ્વીડિશ કંપની અરિક્સનને 550 કરોડમાંથી 462 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. જેના કારણે હવે અનિલ અંબાણીએ જેલની હવા નહીં ખાવી પડે. હાલ આ સમગ્ર રકમની ચૂકવણી અનિલ અંબાણીના મોટા ભાઈ મુકેશ અંબાણીએ કરી છે. આરકોમના પ્રવક્તાએ આ વાતની પુષ્ટિ કરતું ટ્વિટ પણ કર્યું છે. જો અનિલ અંબાણીએ રકમ ન ચુકવી હોત તો ત્રણ મહિનાની જેલની સજા પણ થઈ શકત. બંને કંપનીઓ વચ્ચે છેલ્લા એક વર્ષથી કાનૂની લડાઇ ચાલતી હતી. એરિક્સનના વકીલે પણ રકમ મળી ગઈ હોવાની પુષ્ટિ કરી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ 19 ફેબ્રુઆરીએ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણીને અવમાનના દોષી ઠેરવ્યા હતા. સાથે જ તેમને એક મહિનાની અંદર 458 કરોડ રૂપિયા ચૂકવવા માટે કહ્યું હતું. તેમાં ચૂક થવા પર કોર્ટે તેમને ત્રણ મહિના જેલમાં મોકલવાની વાત કહી હતી.
એરિક્સને 2014માં આરકોમનું ટેલિકોમ નેટવર્ક સંભાળવા માટે 7 વર્ષની ડીલ કરી હતી. આ મામલામાં તેમનો આરોપ હતો કે આરકોમે 1,500 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. ગત વર્ષ દેવાળિયા કોર્ટમાં સેટલમેન્ટ પ્રક્રિયા અંતર્ગત એરિક્સન આરકોમ પાસેથી માત્ર 550 કરોડ રૂપિયા લેવા રાજી થઈ ગઈ હતી. સુપ્રીમ કોર્ટે આરકોમને 15 ડિસેમ્બર સુધીમાં ચૂકવણી કરવાનો આદેશ આપ્યો હતો. જોકે આરકોમે આ રકમનું પેમેન્ટ કર્યું ન હતું. આ કારણે એરિક્સને સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજી દાખલ કરી હતી.Reliance Communications Spokesperson: The requisite payment of Rs. 550 crore and interest thereon to Ericsson has been completed today in compliance of the judgment of the Hon'ble Supreme Court. pic.twitter.com/k2yet4ETZr
— ANI (@ANI) March 18, 2019
અગાઉ સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે આ કેસનાં તમામ તથ્યો સાબિત કરે છે કે અનિલ અંબાણી અને અન્યોએ જાણી જોઈને ચુકવણી નહોતી કરી. આ દરમિયાન જૂઠા અન્ડરટેકિંગના કારણે કોર્ટના કામમાં વિઘ્નો ઊભાં થયાં છે. જો રિલાયન્સ બિનશરતી માફી માંગશે તો તેને રદ કરી દેવાશે. ત્યાર પછી સુપ્રીમકોર્ટે અગાઉથી જ રજિસ્ટ્રીમાં જમા રૂ. 118 કરોડ એરિક્સનને ચૂકવી દેવાનો પણ આદેશ કર્યો હતો. ફોર્બ્સ મેગેઝિનના આંકડા પ્રમાણે અનિલ અંબાણીની નેટવર્થ એક સમયે રૂ.બે લાખ કરોડ હતી, જ્યારે હવે માંડ રૂ. 12 હજાર કરોડ રહી છે. વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ફાઇનલ હોય તો પણ ભારતે મેચ ન રમવી જોઈએઃ ગૌતમ ગંભીર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માઃ જેઠાલાલે હોળીના અવસર પર ફેન્સને કરી ખાસ અપીલ, જાણો શું કહ્યુંRCom Spox: Anil Ambani,RCOM Chairman said “My sincere&heartfelt thanks to my respected elder brother,Mukesh,& Nita, for standing by me during these trying times, and extending this timely support. I and my family are grateful we have moved beyond the past, and are deeply touched" https://t.co/56wuhxsD42
— ANI (@ANI) March 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement