(Source: Poll of Polls)
Uber Ola Hikes Prices: મોંઘા પેટ્રોલ ડીઝલ અને CNGની અસર, ઉબેર-ઓલા એ ભાડામાં કર્યો વધારો
તમને જણાવી દઈએ કે 22 માર્ચથી સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનું શરૂ કર્યું હતું અને 14 દિવસમાં બંને ઈંધણના ભાવમાં 10 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો.
Ola Uber Hikes Prices: છૂટક ફુગાવાના ડેટા પરથી સ્પષ્ટ થાય છે કે ખાદ્ય ચીજોના ભાવ આસમાને છે. પરંતુ હવે ઓફિસથી લઈને મુસાફરી કરવી પણ મોંઘી થઈ ગઈ છે. એપ આધારિત કેબ એગ્રીગેટર કંપનીઓએ પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં ભારે વધારાને કારણે ભાડામાં વધારો કર્યો છે. જેના કારણે સામાન્ય લોકોનું બજેટ બગડી રહ્યું છે. ઓલા અને ઉબેરે ભાડામાં વધારો કર્યો છે. બંને કંપનીઓએ કેપ ભાડામાં 12 ટકા સુધીનો વધારો કર્યો છે.
કેબની સવારી મોંઘી થઈ ગઈ
ઉબરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બળતણ તેલની વધતી કિંમતો "ચિંતા વધારી રહી છે" અને કંપની "આને ધ્યાનમાં રાખીને આગળ જરૂરી પગલાં લેશે". ઉબેર ઈન્ડિયા અને સાઉથ એશિયાના સેન્ટ્રલ ઓપરેશન્સના વડા નીતિશ ભૂષણે જણાવ્યું હતું કે "ડ્રાઈવરો પાસેથી પ્રતિસાદ લેવામાં આવ્યો છે અને અમે માનીએ છીએ કે પેટ્રોલ-ડીઝલનીની વધતી કિંમતો ચિંતાનું કારણ બની રહી છે." આવા સમયે ડ્રાઇવરોને રાહત આપવા માટે, ઉબરે દિલ્હી-એનસીઆરમાં ભાડામાં 12 ટકા સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. ઉબરે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે ક્રૂડની કિંમતો પર નજર રાખશે અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની અસર
તમને જણાવી દઈએ કે 22 માર્ચથી સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનું શરૂ કર્યું હતું અને 14 દિવસમાં બંને ઈંધણના ભાવમાં 10 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં અત્યારે પેટ્રોલ 105.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 96.67 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલ પણ વધુ ભાવે મળી રહ્યું છે.
છ મહિનામાં CNG 50% મોંઘો
માત્ર પેટ્રોલ ડીઝલ જ નહી પરંતુ સીએનજીના ભાવમાં પણ જબરદસ્ત વધારો થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા ઘરેલુ કુદરતી ગેસના ભાવ બમણા કર્યા બાદ ગેસ કંપનીઓએ પણ CNGના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે. એપ્રિલ મહિનામાં સીએનજીના ભાવમાં ચાર વખત વધારો કરવામાં આવ્યો છે. જ્યારે એક મહિનામાં 10 વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. CNG હાલમાં દિલ્હીમાં 69.11 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે. જ્યારે ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં CNG 71.67 રૂપિયા અને ગુરુગ્રામમાં 77.44 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે. છેલ્લા છ મહિનામાં CNGના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં લઈએ તો CNG લગભગ 50 ટકા મોંઘો થયો છે.
ભાડામાં વધારાની માંગ
જોકે, ઉબેર ઓલાએ તેની કેબમાં સવારી મોંઘી કરી દીધી છે. પરંતુ આ કેબના ડ્રાઇવરો તેનાથી સંતુષ્ટ નથી. તેઓ વધુ ભાવ વધારવા માટે દબાણ કરી રહ્યા છે. અને હડતાળ પર જવાની ચીમકી આપી રહ્યા છે, આવી સ્થિતિમાં સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધવાની છે.