શોધખોળ કરો

Jobs : છટણી વચ્ચે રાહતના સમાચાર! આ મલ્ટિનેશનલ કંપની ભારતમાં કરશે મોટી ભરતી

Apple તેનો બિઝનેસ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. Apple દેશની અંદર મોટી સંખ્યામાં તેના રિટેલ સ્ટોર ખોલવાની તૈયારી કરી રહી છે.

Apple Inc Retail Stores In India : આજે વિશ્વભરની ઘણી ટેક કંપનીઓ તેમના કર્મચારીઓને છટણી કરી રહી છે. ધીરે ધીરે મોટી કંપનીએ એક યા બીજા કારણોસર કર્મચારીઓને તેમની નોકરીમાંથી કાઢી મૂકે છે. ફેસબૂક, ટ્વિટર, એમેઝોન જેવી મોટી કંપનીઓ વૈશ્વિક આર્થિક મંદીના ડરથી તેમના ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. તો બીજી તરફ Apple (Apple Inc) ભારતમાં મોટા માયે નોકરી માટે ભરતી કરી રહી છે. 

Apple તેનો બિઝનેસ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.  Apple દેશની અંદર મોટી સંખ્યામાં તેના રિટેલ સ્ટોર ખોલવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Apple કંપનીએ આ માટે કર્મચારીઓની ભરતી શરૂ કરી દીધી છે.

જાણો શું છે પ્લાન?

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, Apple Inc ભારતમાં રિટેલ સ્ટોર્સ માટે કર્મચારીઓની ભરતી શરૂ કરી રહી છે. કંપનીની અન્ય જગ્યાઓ ભરવા માટે પણ યોજના બનાવવામાં આવી રહી છે. આ ટેક કંપની ભારતમાં મોટી સંખ્યામાં સ્ટોર ખોલવા જઈ રહી છે. કંપનીના કરિયર પેજમાં ભારતમાં કામદારો માટે ઘણી તકોની યાદી તૈયાર કરી છે. આ યાદીમાં બિઝનેસ એક્સપર્ટ, 'જીનીયસ', ઓપરેશન એક્સપર્ટ અને ટેકનિકલ નિષ્ણાતોનો સમાવેશ થાય છે.

લાંબા સમયથી ચાલી રહ્યું છે આયોજન

Appleની વેબસાઈટ અનુસાર, હાલમાં કંપની ભારતમાં નોકરીની જગ્યાઓ માટે 100 થી વધુ રિસલ્ટ્સ દર્શાવી રહી છે. મુંબઈ અને નવી દિલ્હી જેવા દેશના વિવિધ સ્થળો માટે શનિવારે કેટલીક છૂટક નોકરીની ભૂમિકાઓ પોસ્ટ કરવામાં આવી હતી. કંપની લાંબા સમયથી ભારતમાં ભૌતિક રિટેલ સ્ટોર્સ સ્થાપવાનું આયોજન કરી રહી છે, જે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા સ્માર્ટફોન બજારોમાંનું એક છે. જ્યારે કંપનીએ 2020માં ડાયરેક્ટ ઓનલાઈન સેલ શરૂ કર્યું હતું.

ભારતમાં ઉત્પાદન થયું શરૂ 

જાહેર છે કે Apple Incએ ભારતમાં તેના ઉત્પાદનમાં iPhoneની નવી સીરીઝ 14 લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ પગલાને ભારતમાં કંપની માટે માઈલસ્ટોન તરીકે જોવામાં આવી રહ્યું છે. ચેન્નાઈમાં ફોક્સકોન યુનિટે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સ્થાનિક ભારતીય બજાર માટે iPhone 14 સિરીઝના સ્માર્ટફોનને એસેમ્બલ કરવાનું શરૂ કર્યું હતું. તાજેતરમાં જ ફોક્સકોન સાથેની ભાગીદારીમાં ભારતમાં બનેલા 80 ટકાથી વધુ iPhone સ્થાનિક માંગને સંતોષે છે.

ચીનમાં ઉત્પાદન બંધ

ચીનમાં Apple iPhonesનું ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું છે. હજારો કામદારોને કોવિડ-19ને નિયંત્રિત કરવા માટે ક્રિસમસ અને નવા વર્ષની રજાઓ પહેલા ચીનના શહેર ઝેંગઝૂમાં ફોક્સકોનની ફેક્ટરી છોડવાનું કહેવામાં આવ્યું હતું. ફોક્સકોને નવા કર્મચારીઓને આકર્ષવા અને હાલના કર્મચારીઓને જાળવી રાખવા માટે બોનસની ઓફર પણ કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Embed widget