શોધખોળ કરો
Advertisement
Appleએ ખરીદ્યો Intelનો મોડેમ બિઝનેસ, 2200 કર્મચારીઓ જોડાશે કંપનીમાં
જોકે, કંપનીએ એક નિવેદનમા કહ્યું કે, એપ્પલ ઇન્ટેલ સ્માર્ટફોન મોડેલ બિઝનેસનો મોટાભાગનો હિસ્સો ખરીદી રહી છે.
ન્યૂયોર્કઃ અમેરિકન ટેક કંપની Apple ઇન્ટેલનો સ્માર્ટફોન મોડેમ બિઝનેસ ખરીદી રહી છે. એક બિલિયન ડોલરમાં ડીલ ફાઇનલ થઇ ચૂકી છે. જોકે, કંપનીએ એક નિવેદનમા કહ્યું કે, એપ્પલ ઇન્ટેલ સ્માર્ટફોન મોડેલ બિઝનેસનો મોટાભાગનો હિસ્સો ખરીદી રહી છે. આ ડીલ બાદ ઇન્ટેલના લગભગ 2200 કર્મચારીઓ એપ્પલમાં જોડાઇ જશે.
Apple અને ઇન્ટેલની આ ડીલ અનુસાર, એપ્પલ ઇન્ટેલ પાસેથી આઇપી અને ઇક્વિપ્મેન્ટ્સ પણ ખરીદી લેશે. આ વર્ષના અંતિમ મહિનાઓમાં પૈસાની લેવડદેવડ કરવામાં આવશે પરંતુ હવે સવાલ એ થાય છે કે અમેરિકાની સૌથી ચિપસેટ કંપની ઇન્ટેલ હવે સ્માર્ટફોન મોડેમ બિઝનેસમાં આગળ શું કરશે.
Intel આ ડીલ બાદ iOT ડિવાઇસ, કોમ્પ્યુટર, ઓટો વ્હીકલ્સ જેવા પ્રોડક્શન માટે મોડેમ્સ બનાવતી રહેશે. આ ડીલથી એપ્પલ કંપની પોતાના 5જી પર કામ કરશે. પોતાના સ્માર્ટફોન્સ એટલે કે આઇફોન માટે હવે એપ્પલ જાતે જ 5જી મોડેમ બનાવશે. આ અગાઉ કંપની Qualcomm જેવી ચિપસેટ મેકર્સ પર નિર્ભર રહેતી હતી.એપ્પલ અને Qualcommમા આ અગાઉ કેટલાક પરસ્પર મતભેદ સામે આવ્યા હતા જેનું કારણ પણ મોડેમ હતું. એપ્પલ હાલમાં પણ 5જી આઇફોન માટે Qualcommના મોડેમયુઝ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement