શોધખોળ કરો
Advertisement
ભાજપ શાસિત આ રાજ્યમાં છોકરીઓને લગ્નમાં સરકાર આપશે 10 ગ્રામ સોનું, જાણો વિગતે
આ ગોલ્ડ સ્કીમના કારણે રાજ્યમાં દીકરીઓને કેટલીક નાણાકીય સુરક્ષા પણ મળશે. આ યોજનાનો લાભ લેવા માટે સૌથી પહેલા સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 હેઠળ લગ્નની નોંધણી કરાવવી પડશે.
નવી દિલ્હીઃ દેશમાં દરેક માતા પિતા તેમની દીકરીના લગ્નમાં જ્વેલરીને લઈ સૌથી વધારે પરેશાન થવાનું હોય છે. આસામ સરકારે માતા-પિતા માટે એક યોજના શરૂ કરી છે. જે તેમનો બોજ થોડા અંશે હળવો કરશે. સરકાર હવે રાજ્યમાં છોકરીઓને લગ્નમાં એક તોલું સોનું આપવા જઈ રહી છે. આસામ સરકાર અરુંધતિ ગોલ્ડ યોજના અંતર્ગત માતા-પિતાને તેમની દીકરીના લગ્નમાં ફ્રીમાં 10 ગ્રામ સોનાનો સિક્કો અપાશે.
શું છે અરુંધતિ ગોલ્ડ સ્કીમ
અરુંધતિ ગોલ્ડ સ્કીમ અંતર્ગત આસામ સરકાર 5 લાખ રૂપિયાથી ઓછી વાર્ષિક આવકવાળા પરિવારોને 1 તોલું સોનું આપશે. આ સ્કીમ અંતર્ગત એક પરિવારના પ્રથમ બે સંતાનો ને જ સોનું અપાશે. સ્કીમ હેઠળ લગ્નની નોંધણી કરાવ્યા બાદ સોનું આપવામાં આવશે.
શું કરવું પડશે
આ ગોલ્ડ સ્કીમના કારણે રાજ્યમાં દીકરીઓને કેટલીક નાણાકીય સુરક્ષા પણ મળશે. આ યોજનાનો લાભ લેવા માટે સૌથી પહેલા સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 હેઠળ લગ્નની નોંધણી કરાવવી પડશે. જે બાદ દીકરીઓ આ સ્કીમનો લાભ લેવા અરજી કરી શકે છે. આ માટે છોકરીની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને દુલ્હાની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ. જે પરિવારની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોય તે લોકો જ આ યોજનાનો લાભ લઇ શકે છે.
Burger King માં કમાણીથી ચૂકી ગયા છો ? આજે ફરી છે તક, જાણો વિગત
મોદી આજે કચ્છમાં, જાણો બપોરના ભોજનમાં શું પીરસવામાં આવશે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
ગુજરાત
Advertisement