ATM માંથી રોકડ ઉપાડવા પર લાગશે 23 રુપિયાનો ચાર્જ, જાણો ક્યારથી લાગુ થશે નવો નિયમ
1 મે, 2025 થી ATM ઉપાડના ચાર્જમાં વધારો થવા જઈ રહ્યો છે. માસિક ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા પૂર્ણ થયા પછી, દરેક ટ્રાન્ઝેક્શન પરના ચાર્જમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે.

ATM withdrawal charges: 1 મે, 2025 થી ATM ઉપાડના ચાર્જમાં વધારો થવા જઈ રહ્યો છે. માસિક ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા પૂર્ણ થયા પછી, દરેક ટ્રાન્ઝેક્શન પરના ચાર્જમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે. એકવાર આ નવો વધારો લાગુ થયા પછી, ફ્રી લિમિટ ખતમ થઈ ગયા પછી દરેક ટ્રાન્ઝેક્શન પર 23 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શુક્રવારના રોજ ફ્રી લિમિટ પૂરી થયા બાદ ચાર્જમાં વધારાના અમલીકરણને મંજૂરી આપી છે.
ભારતીય રિઝર્વ બેંકના નિયમો અનુસાર, કોઈપણ ગ્રાહક એક મહિનામાં તેની બેંકના એટીએમમાંથી 5 ફ્રી ટ્રાન્ઝેક્શન (નાણાકીય અને બિન-નાણાકીય સહિત) કરી શકે છે. તેનાથી વધારે ટ્રાન્ઝેક્શન કરવા પર ચાર્જ ચૂકવવો પડશે.
ATM withdrawal charge, beyond free monthly transactions, to increase by Rs 2 to Rs 23 from May 1: RBI
— Press Trust of India (@PTI_News) March 28, 2025
અલગ-અલગ શહેરોમાં અલગ-અલગ ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ હોય છે
બીજી બાજુ, જો તમે અન્ય બેંકના ATMનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમે મેટ્રો શહેરોમાં મહત્તમ 3 અને નોન-મેટ્રો શહેરોમાં મહત્તમ 5 મફત વ્યવહારો કરી શકો છો. ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ પાર કર્યા પછી તમારે દરેક ટ્રાન્ઝેક્શન પર 23 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. હાલમાં, ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા પૂરી થયા પછી, બેંક દરેક ટ્રાન્ઝેક્શન પર તેના ગ્રાહકો પાસેથી મહત્તમ 21 રૂપિયા જ ચાર્જ કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ નિર્ણય એવા બેંક ગ્રાહકો માટે મોંઘો પડશે જેઓ મહિનામાં ઘણી વખત ATMનો ઉપયોગ કરીને રોકડ ઉપાડે છે અથવા અન્ય કોઈ સેવાનો ઉપયોગ કરે છે.
કેશ રિસાયકલર મશીનો પર પણ લાગુ થઈ શકે છે
ભારતીય રિઝર્વ બેંકે એક પરિપત્રમાં જણાવ્યું,"ફ્રી ટ્રાન્ઝેક્શન પછી, દરેક ટ્રાન્ઝેક્શન પર ગ્રાહક પાસેથી મહત્તમ રૂ. 23 વસૂલવામાં આવી શકે છે. આ 1 મે, 2025થી લાગુ થશે. " આરબીઆઈએ જણાવ્યું હતું કે જરુર પડવા પર બદલાવ સાથે કેશ રિસાયકલર મશીનો પર કેશ રિસાયકલર મશીનો પર પણ લાગુ થઈ શકે છે
ATM ઇન્ટરચેન્જ ફી શું છે ?
તમને જણાવી દઈએ કે બેંકોને એટીએમના ઉપયોગ પર ઘણા ખર્ચો ઉઠાવવા પડે છે, જે ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવે છે. જ્યારે તમે અન્ય બેંકના ATMમાંથી પૈસા ઉપાડો છો, ત્યારે તમારી બેંક તે અન્ય બેંકને ઉપયોગમાં લેવાતી સેવા માટે ચૂકવે છે. ધારો કે, તમે SBI ગ્રાહક છો અને તમે PNB ATMમાંથી પૈસા ઉપાડી લીધા છે. આવી સ્થિતિમાં SBI PNBને તેની સેવા માટે ચૂકવણી કરશે. લિમિટ ફ્રી થયા પછી, SBI દરેક ટ્રાન્ઝેક્શન પર તમારી પાસેથી ફી વસૂલશે. આ ATM ઇન્ટરચેન્જ ફી તરીકે ઓળખાય છે.





















