શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દેશની દિગ્ગજ ઓટો કંપનીએ 3,000થી વધારે કર્મચારીઓની કરી છટણી, કંપનીએ GSTમાં કરી છૂટની માગ
કંપનીએ કારના ઘટતી માગને ધ્યાનમાં રાખતા સરકાર પાસે છૂટની માગ કરી છે.
નવી દિલ્હીઃ ઓટોમોબાઈલ સેક્ટરમાં જારી મંદીને ધ્યાનમાં રાખતા દેશની દિગ્ગજ ઓટો કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ 3,000થી વધારે અસ્થાયી કર્માચરીઓની છટણી કરી છે. કંપનીના એક ટોચના અધિકારીએ આ જાણકારી આપી છે. મારુતિ સુઝુકીના ચેરમેન આર સી ભાર્ગવે 16 ઓગસ્ટના રોજ કહ્યું કે, વાહન ઉદ્યોગમાં મંદીને જોતે, અસ્થાયી કર્મચારીઓના કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં નથી આવી રહ્યા જ્યારે કાયમી કર્મચારીઓ પર તેની કોઈ અસર નથી પડી રહી.
ભાર્ગવે કહ્યું કે, “આ કારોબારનો ભાગ છે, જ્યારે માગ વધે છે ત્યારે કોન્ટ્રાક્ટ પર વધારે કર્મચારીઓની ભર્તી કરવામાં આવે છે અને જ્યારે માગ ઘટે છે ત્યારે તેની સંખ્યા ઘટાડવામાં આવે છે.”તેમણે કહ્યું, “મારુતિ સુઝુકી સાથે જોડાયેલ અંદાજે 3,000 અસ્થાયી કર્મચારીઓની નોકરી ગઈ છે.”ભાર્ગવે કહ્યું કે, ઓટો મોબાઈલ ક્ષેત્ર અર્થવ્યવસ્થામાં વેચાણ, સેવા, વીમો, લાઈસન્સ, પેટ્રોલ પંપ, ડ્રાઈવિંગ, પરિવહન સાથે જોડાયેલ નોકરી પેદા કરે છે. તેમણે ચેતવણી આપી કે વાહન વેચાણમાં થોડો પણ ઘટાડો આવે તો તેની નોકરીઓ પર મોડી અસર પડશે.
કંપનીએ કારના ઘટતી માગને ધ્યાનમાં રાખતા સરકાર પાસે છૂટની માગ કરી છે. કાર બનાવતી દેશની સૌથી મોટી કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ ઇલેક્ટ્રિક-વાહનોની સાથે ઇલેક્ટ્રિક વાહનોની સાથે હી હાઈબ્રિડ અને સીએનજી કાર માટે પણ ટેક્સમાં છૂટની માગ કરી છે. આરસી ભાર્ગવે રવિવારે કહ્યું કે, વ્યક્તિગત રીતે હું પર્યાવરણ-અનુકૂળ કારોને જીએસટીમાં લાભ પળે તેના પક્ષમાં છું. સરકાર ઈલેક્ટ્રિક વાહનોનો પર ટેક્સમાં છૂટ આપી રહી છે પરંતુ આ લાભ હાઈબ્રિડ કારોને પણ મળવો જોઈએ. સીએનજી વાહનો પર પણ છૂટ મળવી જોઈએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion