શોધખોળ કરો
માત્ર જીંસ જ નહિ, લંગોટ પણ બનાવશે પતંજલિ, જાણો શું કરી બાબા રામદેવે જાહેરાત

નવી દિલ્લી: યોગગુરૂ બાબા રામદેવની કંપની પતંજલિએ એફએમસીજી માર્કેટમાં છેલ્લા કેટલાક સમયમાં ઘણું મોટુ નામ કરી દીધું છે. હવે તે ટેક્ષટાઈલ ઈંડસ્ટ્રીમાં આવવા માટે તૈયાર છે. 2017માં પતંજલિ મોટા પાયે આ ફાસ્ટ-ગ્રોઈંગ ઈંડસ્ટ્રીમાં આવવા માટે તૈયાર હશે. યોગગુરૂ રામદેવે કહ્યું કે આ કંપની કોટથી લઈને લંગોટ સુધી બધુ જ બનાવશે. ઈંદોરમાં ગ્લોબલ ઈંવેસ્ટર સમિટમાં શનિવારે એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા રામદેવે કહ્યું કે, આવતા વર્ષે અમે મોટા પાયે ટેક્ષટાઈલમાં આવશું. લોકો માત્ર જીન્સની વાત કરી રહ્યા છે. પણ અમે કુર્તા, પાયજામા, સાડી, કોટ અને લંગોટ બનાવશું. અમારો ગ્રોથ રેટ 100 ટકા છે. અને આવતા નાણાકીય વર્ષમાં તે 200 ટકા સુધી વધશે. ગયા મહિને કંપનીએ જાહેરાત કરી હતી કે તેઓ સ્વદેશી જીંસ લેબલ સાથે આવશે. રામદેવે કહ્યું કે આ વર્ષના અંતમાં કે પછી આવતા વર્ષની શરૂઆતમાં આ લૉંચ થઈ શકે. યુથમાં આ જીંસની ખૂબ ડિમાંડ હતી આથી પતંજલિએ ઈંડિયનાઈઝ જીંસ લઈને આવશે. રામદેવે કહ્યું કે પતંજલિ ગ્રુપ આવતા 2-3 વર્ષમાં 10,000 કરોડ ઈંકમ એવેન્યૂ ખેતી માટે ખેડૂતો અને દૂધ ઉત્પાદન માટે અને બીજા સેક્ટરમાં રોકવા માગે છે. ભારત પાસે ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ સેંટર બનવાની ક્ષમતા છે. આપણે 24-25 લાખ કરોડની ચીજવસ્તુઓની આયાત કરીએ છીએ જેમાંથી ચાર લાખ કરોડતો ચાઈનીઝ પ્રોડક્ટની છે. જો આપણે પ્રતિજ્ઞા લઈકે સ્વદેશી વસ્તુઓ જ વાપરશું તો ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ સેંટર બનાવી શકીએ.
વધુ વાંચો





















