શોધખોળ કરો
Advertisement
બેન્ક હડતાળમાં કોણ જોડાયુ ને કોણ રહ્યું દુર, હવે ક્યારે થશે બીજીવાર હડતાળ, જાણો વિગતે
બે દિવસની હડતાળમાં ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઇ), SBI, BoB જેવી કેટલીક સાર્વજનિક બેન્કો જોડાઇ છે
નવી દિલ્હીઃ આજથી દેશભરમાં બેન્ક કર્મચારીઓ બે દિવસ માટે હડતાળ પર ઉતરી ગયા છે, પગાર વધારો અને બીજી કેટલીક માંગોને લઇને બેન્ક કર્મચારીઓ હડતાળ પર છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ હડતાળ અને એક રવિવારની રજાના કારણે બેન્કિંગ કામકાજ પર ત્રણ દિવસ અસર પડશે.
બે દિવસની હડતાળમાં ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઇ), SBI, BoB જેવી કેટલીક સાર્વજનિક બેન્કો જોડાઇ છે.
બેન્કોની હડતાળના કારણે ગ્રાહકોને અનેક તકલીફોનો સામનો કરવો પડી શકે છે, જેમાં બેન્કિંગ કામકાજ સિવાય એટીએમ મશીનોમાં પૈસાની અછતના કારણે પણ પ્રૉબ્લમ સર્જાઇ શકે છે. જોકે, આ હડતાળથી પ્રાઇવેટ બેન્કો દુર રહી છે.
માર્ચમાં પણ ત્રણ દિવસની હડતાળ
આ હડતાળ બાદ એકવાર ફરીથી વાતચીતની કોશિશ કરવામાં આવશે, જો વાતચીત બરાબર ના થઇ તો માર્ચેમાં ફરીથી હડતાળ થઇ શકે છે. માર્ચેમાં 11, 12 અને 13 તારીખે એમ ત્રણ દિવસ ફરીથી હડતાળની ચેતાવણી આપવામાં આવી છે. એટલુ જ નહીં શરતો નહીં માનવામાં આવે તો 1લી એપ્રિલ 2020થી અનિશ્ચિતકાળ સુધીની હડતાળની પણ ચેતાવણી આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion