Home Loan: ઘર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, 11 બેંક આપી રહી છે શાનદાર લોનની ઓફર, જાણો તેના વિશે
તમે તમારા સપનાનું ઘર ખરીદવા ઈચ્છો છો તો તમારે બેંક પાસેથી લોન લેવી પડશે. તમારે સૌથી પહેલા કેટલીક બેંકોમાં હોમ લોન પર વસૂલવામાં આવતા વ્યાજની તુલના કરી લેવી જોઈએ.
Home Loan: તમે તમારા સપનાનું ઘર ખરીદવા ઈચ્છો છો તો તમારે બેંક પાસેથી લોન લેવી પડશે. તમારે સૌથી પહેલા કેટલીક બેંકોમાં હોમ લોન પર વસૂલવામાં આવતા વ્યાજની તુલના કરી લેવી જોઈએ. તમારે કેટલીક મોટી બેંકોના હોમ લોન વ્યાજ દર જાણવાની જરૂર છે. તેમાં એસબીઆઈ, એચડીએફફી, પીએનબી અને બેંક ઓફ બરોડા જેવી મોટી બેંકોનો સમાવેશ થાય છે.
ભારતી સ્ટેટ બેંક
દેશની સૌથી મોટી બેંકોમાંની એક સ્ટેટ બેંક(State Bank of India)માં હોમ લોનનો વ્યાજ દર વાર્ષિક ધોરણે 8.55 ટકા ચાલી રહ્યો છે. આ બેંકમાં તમને 0.35 ટકા પ્રોસેસિંગ ફી સાથે હોમ લોનની સુવિધા મળશે.
બેંક ઓફ બરોડા
બેંક ઓફ બરોડા (Bank of Baroda)એ હોમ લોનના વ્યાજદરમાં છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ બેંક ઓફ બરોડા 8.45 ટકાના વાર્ષિક વ્યાજ સાથે હોમ લોન ઓફર કરી રહી છે.
બેંક ઓફ ઈન્ડિયા
બેંક ઓફ ઈન્ડિયા (Bank of India) વાર્ષિક 8.60 ટકાના વ્યાજ દરે હોમ લોન ઓફર કરે છે.
એચડીએફસી બેંક
ખાનગી ક્ષેત્રની મોટી બેંક એચડીએફસી બેંક (HDFC Bank) માં તમને વાર્ષિક ધોરણે 8.60 ટકાના દરે હોમ લોન મળી રહી છે. આ સિવાય બેંક 0.5 ટકા અથવા લગભગ 3,000 રૂપિયાની પ્રોસેસિંગ ફી ચાર્જ કરવામાં આવે છે.
એક્સિસ બેંક
એક્સિસ બેંક (Axis Bank)માં 8.75 ટકાના વાર્ષિક વ્યાજ દરે હોમ લોનની સુવિધા ઉપલબ્ધ છે. આ સિવાય તે 10,000 રૂપિયાની પ્રોસેસિંગ ફી લઈ રહ્યા છે.
કેનેરા બેંક
કેનેરા બેંક(Canera Bank)માં હોમ લોનનો વ્યાજ દર વાર્ષિક ધોરણે 9.30 ટકા છે. આ સિવાય 0.50 ટકા પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે.
પંજાબ નેશનલ બેંક
પંજાબ નેશનલ બેંક(Punjab National Bank)માં, તમને હોમ લોન માટે 7.75 ટકાની વાર્ષિક ઓફર મળી રહી છે. તમને PNB બેંકમાં પ્રોસેસિંગ ફી પર સંપૂર્ણ છૂટ મળે છે. તે ગ્રાહકો પાસેથી ઝીરો પ્રોસેસિંગ ફી વસૂલ કરે છે.
કોટક મહિન્દ્રા બેંક
કોટક મહિન્દ્રા બેંક(kotak Mahindra Bank) 7.99 ટકા વાર્ષિક વ્યાજ પર હોમ લોન ઓફર કરે છે. તેના માટે 0.50 ટકા પ્રોસેસિંગ ફી પણ લે છે.
સિટી બેંક
દેશની ખાનગી બેંકોમાંની એક સિટી બેંક(Citi Bank)માં તમને સૌથી સસ્તી હોમ લોન મળી રહી છે. આ બેંકમાં તમને વાર્ષિક 6.65 ટકાના વ્યાજ પર હોમ લોન આપવામાં આવે છે. આ બેંક હોમ લોન સાથે તમારી પાસેથી 10,000 રૂપિયાની પ્રોસેસિંગ ફી વસૂલે છે.
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા(Central Bank of India) માં વાર્ષિક 8.35 અને 9.35 ટકાના વ્યાજ દરે હોમ લોનની સુવિધા ઉપલબ્ધ છે. આ બેંક તમારી પાસેથી હોમ લોન પ્રોસેસિંગ ફી તરીકે રૂ. 20,000 વસૂલે છે.
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા
યુનિયન બેંક ઓફ ઇન્ડિયા(Union Bank of India) તરફથી હોમ લોન વાર્ષિક 11.40 થી 12.65 ટકાના દરે ઉપલબ્ધ છે. આ બેંક હોમ લોન પર ઘણી ઑફર્સ લઈને આવતી રહે છે.