Mangrol Gang Rape Case Verdict: સુરતના ચકચારી માંગરોળ ગેંગરેપ કેસમાં બે આરોપીને આજીવન કેદ
સુરત જિલ્લાના માંગરોળ ગેંગરેપ કેસમાં બે આરોપીને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સુરત કોર્ટે ફટકારી. ગેંગરેપ કેસમાં સુરત કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં જ ચુકાદો આપ્યો. આ કેસમાં પીડિતા અને તેના મિત્રની જુબાની મહત્વની સાબિત થઈ.. ઉપરાંત પોલીસે રજુ કરેલા સાયન્ટિફિક પુરાવા પણ કોર્ટે માન્ય રાખ્યા. ગેંગરેપ કેસમાં કુલ ત્રણ આરોપી હતા. જેમાં મુન્ના પાસવાન, રામ સજીવન અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચોરસીયાને પોલીસે ઝડપી પાડ્યા હતા. જો કે કેસની ટ્રાયલ દરમિયાન બીમારીને લીધે શિવશંકર નામના આરોપીનું મોત થયુ હતુ.. પોલીસે માત્ર 15 દિવસમાં ત્રણ હજાર પાનાની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજુ કરવામાં આવી હતી. આ કેસ માટે પોલીસે 50 ખાસ અધિકારીઓ અને કર્મચારીઓને ફાળવ્યા હતા. જેમણે રાત દિવસ એક કરીને 467 પાનાની મુળ ચાર્જશીટ તૈયાર કરી હતી. સાથે જ 2500 પાનાની સોફ્ટ કોપીનો પણ સમાવેશ કર્યો હતો.. ચાર્જશીટમાં 60 સાક્ષીના નોંધાયેલા નિવેદનો અને મજબુત પુરાવાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં મેડિકલ રિપોર્ટ્સ, સાયન્ટિફિક રિપોર્ટ્સ, મોબાઈલ ડેટા અને સ્પેક્ટ્રોગ્રાફિક પુરાવાઓ સામેલ હતા.





















