Business Idea: ગરમીની સિઝનમાં આ છે બેસ્ટ બિઝનેસ, માત્ર 10 હજાર રૂપિયાનુ રોકાણ કરીને લાખોમાં કરી શકો છો કમાણી
ગરમીના દિવસોમાં અચાનક મચ્છરોની સંખ્યા ઘરોમાં ખુબ વધી જાય છે. આ પછી વરસાદની સિઝન આવે છે અને મચ્છરોથી અનેક પ્રકારની બિમારીઓ ફેલાવવા લાગે છે
Business Plan: આજકાલના સમયે દરેક વ્યક્તિ ખુદનો બિઝનેસ ખોલાવા માટે ઇચ્છે છે. પરંતુ ખુદનો વ્યવસાય શરૂ કરવામાં ખુબ પૈસા લાગે છે. જો તમે ઓછા રોકાણમાં વધુ નફો મેળવવા માંગતા હોય તો અમે તમને એક શાનદાર બિઝનેસ બતાવી રહ્યાં છીએ, આ બિઝનેસ પ્લાનથી તમે સારો નફો કમાઇ શકો છો. આ બિઝનેસ છે મચ્છરદાણીનો. (Mosquito Net Business).
ગરમીના દિવસોમાં અચાનક મચ્છરોની સંખ્યા ઘરોમાં ખુબ વધી જાય છે. આ પછી વરસાદની સિઝન આવે છે અને મચ્છરોથી અનેક પ્રકારની બિમારીઓ ફેલાવવા લાગે છે, જેવી કે ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, મલેરિયા વગેરે વગેરે.
આવામાં હેલ્થ એક્સપર્ટ લોકોને મચ્છરોથી બચવા માટે મચ્છરદાણીનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. આવામાં આ કારણે મચ્છરદાણીનો બિઝનેસ તમારા માટે બહુ જ મોટો ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ બિઝનેસ દ્વારા તમે વર્ષના 7 થી 8 મહિના સુધી શાનદાર કમાણી કરી શકો છો.
ઉલ્લેખનીય છે કે, મચ્છરદાણી આ એક બિઝનેસ તમે ઓછા રોકાણથી શરૂ કરી શકો છો. આને શરૂ કરવા માટે તમારી પાસે માત્ર 10 હજાર રૂપિયા હોવા જોઇએ. આ બિઝનેસને તમે માર્કેટમાં કોઇપણ ભીડભાડ વાળી જગ્યાએ લગાવી શકો છો. ધ્યાન રહે તમારે ઘરોના હિસાબે આજના સમયમાં ટ્રેન્ડિંગ મચ્છરદાણી રાખવી પડશે. લોકોના ઘરોમાં મચ્છરદાણી સુંદરતા વધારવા માટે પણ લગાવવામાં આવે છે.
આ બિઝનેસમાં પ્રૉફિટનુ માર્જિન ખુબ મોટુ હોય છે, આ બિઝનેસમાં રોકાણ કરીને તમે બેથી ત્રણ ગણો નફો કમાઇ શકો છો. તમે મચ્છરદાણીને લગભગ 100 રૂપિયામાં ખરીદી શકો છો, આ પછી તમે આને માર્કેટમાં ઓછામાં ઓછા 100 થી 300 રૂપિયામાં વેચી શકો છો. આ બિઝનેસમાં તમે પ્રતિ મચ્છરદાણી ડબલ નફો કમાવી શકો છો. આની સાથે જ આ બિઝનેસમાં તમને કમ્પીટીશન પણ ઓછી મળશે. આવામાં આ બિઝનેસ દ્વારા તમે બમ્પર કમાણી કરી શકો છો.
આ પણ વાંચો......
એપ્રિલમાં અમદાવાદમાં ગરમીએ દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો, રાજ્યમાં આગામી 5 દિવસ યલો એલર્ટની આગાહી
Urine Frequency:દિવસમાં કેટલી વખત યુરિન જવું છે સામાન્ય, કઇ સ્થિતિમાં થઇ જવું જોઇએ એલર્ટ
Face Fat:ફેસ ફૂડની સમસ્યાથી મેળવો છુટકારો, બંધ કરો આ ફૂડનું સેવન
ગુજરાતમાં એક જ દિવસે 4-4 હત્યાથી ખળભળાટઃ કચ્છમાં પત્ની-પુત્રની હત્યા, સુરતમાં પત્નીએ કરી પતિની હત્યા