શોધખોળ કરો

LPG ગેસની ભયંકર અછત વચ્ચે આ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે રેશનની દુકાનેથી મળશે કોલસો

LPG Crisis Bihar: અમેરિકા ઈરાન યુદ્ધના કારણે દેશમાં સર્જાયેલી ગેસ કટોકટી વચ્ચે બિહાર સરકારે જનતાને મોટી રાહત આપી છે. હવે રેશનકાર્ડ ધારકોને રાશનની દુકાનેથી 100 કિલો કોલસો અપાશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • LPGની અછત વચ્ચે બિહાર સરકાર કોલસાનો વિકલ્પ આપશે.
  • રેશનકાર્ડ ધારકોને 100 કિલો કોલસો મળશે.
  • NFSA હેઠળ આવતા ગરીબ-મધ્યમ વર્ગને લાભ મળશે.
  • કોલસાની ખરીદી, સપ્લાય અને વિતરણની વ્યવસ્થા ગોઠવાઈ.

LPG Crisis Bihar: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે આખી દુનિયાની સાથે ભારતમાં પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. દેશમાં ઈંધણ અને ખાસ કરીને રસોઈ ગેસની (LPG) ભારે અછત સર્જાઈ છે. આ કટોકટીના સમયમાં સામાન્ય માણસને રાહત આપવા માટે બિહાર સરકારે એક બહુ જ મહત્વનો નિર્ણય લીધો છે. જે લોકો પાસે ગેસનો બાટલો નથી, તેમને રસોઈ બનાવવા માટે હવે રાશનની દુકાનો પરથી 'ફ્યુઅલ બેકઅપ' તરીકે કોલસો આપવામાં આવશે. આ યોજના હેઠળ રેશનકાર્ડ ધારકોને 100 કિલો કોલસો મળશે, જેથી ગેસ ન હોવા છતાં તેમના ઘરનો ચૂલો સળગતો રહે અને જમવાનું સરળતાથી બની શકે.

બિહાર સરકારનો જનતાને રાહત આપતો નિર્ણય

વાત જાણે એમ છે કે, દેશભરમાં અત્યારે ઘરેલુ ગેસની અછતને કારણે લોકો પરેશાન છે. દરેક રાજ્ય સરકાર આ સમસ્યાનો ઉકેલ શોધવા મથી રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને બિહાર સરકારે એક ડગલું આગળ વધીને નક્કી કર્યું છે કે તેઓ રાશનની દુકાનો (PDS) મારફતે લોકોને કોલસો પૂરો પાડશે. આ કોલસો LPG ગેસના વૈકલ્પિક બળતણ તરીકે કામ કરશે. સરકારના આ નિર્ણયથી સામાન્ય લોકોને બહુ મોટી રાહત મળશે.

કોલસો કેવી રીતે અને કોને મળશે?

હવે તમને સવાલ થતો હશે કે આ કોલસો કોને અને કેવી રીતે મળશે? તો તમને જણાવી દઈએ કે, આ સુવિધાનો લાભ લેવા માટે તમારી પાસે રેશનકાર્ડ હોવું ફરજિયાત છે. અત્યારે સરકારે રેશનકાર્ડ વગરના લોકો માટે કોઈ ગાઈડલાઈન કે નિયમ જાહેર કર્યા નથી.

આ સુવિધા ખાસ કરીને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ આવતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે છે.

નિયમ મુજબ, દરેક રેશનકાર્ડ ધારક પરિવારને અંદાજે 100 કિલો કોલસો પૂરો પાડવામાં આવશે.

રાશનની દુકાન સુધી કોલસો કેવી રીતે પહોંચશે?

સરકારે આ કોલસો લોકો સુધી સરળતાથી પહોંચાડવા માટે આખું પ્લાનિંગ ગોઠવી દીધું છે:

સૌથી પહેલા કોલ ઇન્ડિયા જેવી મોટી કંપનીઓ પાસેથી સરકાર મોટા પાયે કોલસો ખરીદશે.

ત્યારબાદ આ કોલસો હોલસેલ વેપારીઓ (જથ્થાબંધ વેપારીઓ) પાસે પહોંચાડવામાં આવશે.

ત્યાંથી સપ્લાય ચેઈન દ્વારા તેને અલગ અલગ જિલ્લાઓમાં મોકલવામાં આવશે.

અને છેલ્લે, પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (PDS) દ્વારા આ કોલસો તમારા ઘરની નજીક આવેલી રાશનની દુકાનો પર પહોંચશે.

સાવ સીધી અને સરળ ભાષામાં કહીએ તો, જેવી રીતે તમે દુકાનદારને તમારું રેશનકાર્ડ બતાવીને ઘઉં ચોખા લાવો છો, બરાબર એવી જ રીતે હવે તમને રાશનની દુકાનેથી કોલસો પણ મળી જશે.

Frequently Asked Questions

LPG ગેસની અછતને પહોંચી વળવા બિહાર સરકારે શું નિર્ણય લીધો છે?

બિહાર સરકારે રેશનકાર્ડ ધારકોને વૈકલ્પિક બળતણ તરીકે રાશનની દુકાનો પરથી 100 કિલો કોલસો આપવાનો નિર્ણય લીધો છે.

આ કોલસા યોજનાનો લાભ કોને મળશે?

આ યોજનાનો લાભ મુખ્યત્વે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ આવતા ગરીબ અને મધ્યમ વર્ગના રેશનકાર્ડ ધારકોને મળશે.

રેશનકાર્ડ ધારકોને કેટલો કોલસો મળશે?

દરેક રેશનકાર્ડ ધારક પરિવારને અંદાજે 100 કિલો કોલસો પૂરો પાડવામાં આવશે.

રાશનની દુકાનો પર કોલસો કેવી રીતે પહોંચાડવામાં આવશે?

સરકાર મોટી કંપનીઓ પાસેથી કોલસો ખરીદીને, તેને જથ્થાબંધ વેપારીઓ મારફતે જિલ્લાઓમાં મોકલીને PDS દ્વારા રાશનની દુકાનો સુધી પહોંચાડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 
EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget