શોધખોળ કરો

શેરબજારમાં રોકાણકારોને બખ્ખાં, 3 મહિનામાં સંપત્તિ 37 લાખ કરોડ વધી, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 292 લાખ કરોડની વિક્રમી સપાટીએ

Investors Wealth Rises: માર્ચ 2023થી 3 મહિનામાં રોકાણકારોની સંપત્તિમાં 37 લાખ કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે.

BSE Market Cap: જૂન 15, 2023 એ ભારતીય શેરબજાર માટે ખૂબ જ ખાસ દિવસ છે. માર્કેટમાં આવેલી તેજીને કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 291.89 લાખ કરોડની ઐતિહાસિક વિક્રમી ટોચે પહોંચી ગયું છે. અગાઉ, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 14 ડિસેમ્બરે રૂ. 291.30 લાખ કરોડને સ્પર્શ્યું હતું, જે સર્વકાલીન ઉચ્ચ સ્તરે હતું.

20 માર્ચ, 2023 પછી, વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં રોકાણ વધારવાનું શરૂ કર્યું અને પરિણામે, છેલ્લા ત્રણ મહિનાથી બજાર સતત ઉપર જઈ રહ્યું છે. ત્રણ મહિનામાં શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં બમ્પર ઉછાળો આવ્યો છે. રોકાણકારોએ આ સમયગાળા દરમિયાન આશરે રૂ. 37 લાખ કરોડની સંપત્તિ ઉમેરી છે.

20 માર્ચ, 2023ના રોજ, BSE સેન્સેક્સ ઘટીને 57,000ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 16,828ના સ્તરે ગબડી ગયો હતો. આ સ્તરોથી સેન્સેક્સમાં 6,000 પોઈન્ટથી વધુ અને નિફ્ટીમાં 1900 પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો છે. એટલે કે છેલ્લા ત્રણ મહિનામાં બંને ઇન્ડેક્સમાં 10 ટકાનો ઉછાળો આવ્યો છે. વિદેશી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદીને કારણે, BSE પર સૂચિબદ્ધ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન જે 20 માર્ચ, 2023ના રોજ ઘટીને રૂ. 255.64 લાખ કરોડ થયું હતું. તે હવે વધીને રૂ. 291.89 લાખ કરોડના સ્તરે પહોંચી ગયું છે. એટલે કે આ સમયગાળા દરમિયાન બજારમાં રોકાણ કરાયેલા રોકાણકારોની સંપત્તિમાં રૂ. 36.25 લાખ કરોડનો વધારો થયો છે.

બજારમાં વિદેશી રોકાણકારોનો સૌથી મોટો ટેકો મળ્યો છે. તો માર્ચ પછી એપ્રિલમાં અને પછી મે મહિનામાં છૂટક ફુગાવાના આંકડા ઘટવાને કારણે બજારમાં તેજી જોવા મળી રહી છે. આરબીઆઈએ એપ્રિલ અને જૂનમાં બે નાણાકીય નીતિ બેઠકો યોજી હતી, જેમાં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. હવે ફેડ રિઝર્વે પણ 15 મહિનામાં પહેલીવાર લોન મોંઘી કરી નથી. આ જ સમયગાળામાં, 2022-23 માટે જીડીપીના આંકડા 7.2 ટકા પર આવ્યા છે, જે અપેક્ષા કરતા વધુ સારા છે. ક્રૂડ ઓઈલના ભાવમાં પણ ઘટાડો થયો છે. આ તમામ બાબતોની બજાર પર સકારાત્મક અસર પડી છે, જેના કારણે આ તેજી આવી છે, જેનાથી રોકાણકારોને ફાયદો થયો છે.

આ પણ વાંચોઃ

શું PAN અને Aadhar લિંક કરવાની તારીખ આગળ વધશે, આવકવેરા વિભાગે આપી આ સલાહ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ

Mohini Ekadashi 2024: આજે છે મોહિની એકાદશી, જાણો જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિએ શું છે ખાસ મહત્વ

એક સપ્તાહમાં સોનું ₹1,200થી વધુ મોંઘુ થયું, જાણો હવે 10 ગ્રામ સોનાની કિંમત કેટલી છે

RCB vs CSK: શ્વાસ થંભાવી દે તેવી મેચમાં બેંગલુરુએ સીએસકેને 27 રને હરાવી પ્લે ઓફમાં જગ્યા બનાવી

for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad News | મદરેસાના સર્વેની કામગીરી દરમિયાન અમદાવાદમાં બબાલ, જુઓ શું છે મામલો?Hun To Bolish | હું તો બોલીશ | સ્માર્ટ મીટરનું સત્ય શું ?Hun To Bolish | હું તો બોલીશ | ચૂંટણી ગઈ પણ ધમકી રહીChaitar Vasava Vs Mansukh Vasava | ડેડિયાપાડા તાલુકા પંચાયત ખાતે MLA અને MPનો તમાશો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Mohini Ekadashi 2024: આજે છે મોહિની એકાદશી, જાણો જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિએ શું છે ખાસ મહત્વ
Mohini Ekadashi 2024: આજે છે મોહિની એકાદશી, જાણો જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિએ શું છે ખાસ મહત્વ
એક સપ્તાહમાં સોનું ₹1,200થી વધુ મોંઘુ થયું, જાણો હવે 10 ગ્રામ સોનાની કિંમત કેટલી છે
એક સપ્તાહમાં સોનું ₹1,200થી વધુ મોંઘુ થયું, જાણો હવે 10 ગ્રામ સોનાની કિંમત કેટલી છે
RCB vs CSK: શ્વાસ થંભાવી દે તેવી મેચમાં બેંગલુરુએ સીએસકેને 27 રને હરાવી પ્લે ઓફમાં જગ્યા બનાવી
RCB vs CSK: શ્વાસ થંભાવી દે તેવી મેચમાં બેંગલુરુએ સીએસકેને 27 રને હરાવી પ્લે ઓફમાં જગ્યા બનાવી
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન

Elections 2024: 2024મા કેટલી બેઠક જીતશે ઈન્ડિયા ગઠબંધન? સેંકડો સભા કર્યા બાદ તેજસ્વી યાદવે કર્યો ધડાકો

Prajwal Revanna Case: પ્રજ્વલ રેવન્ના સામે ધરપકડ વોરંટ જારી,કોર્ટે SITને આપી મંજૂરી

Children: ગરમીમાં કારમાં કરી રહ્યા છો સફર તો સાવધાન, બાળકો માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન

Embed widget