Ahmedabad News | મદરેસાના સર્વેની કામગીરી દરમિયાન અમદાવાદમાં બબાલ, જુઓ શું છે મામલો?
Ahmedabad News | અમદાવાદ શહેરમાં મદ્રેસા ના સર્વેની બાબતને લઇ કામગીરીમાં જોડાયેલા આચાર્યને માર માર્યાની ઘટના સામે આવી છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદ સહિત રાજ્યભરમાં મદરેસાના સરવેની કામગીરી શિક્ષકોને સોંપવામાં આવી હતી, જે પૈકી અમદાવાદની બાપુનગર વિસ્તારની સ્મૃતિ શાળાના આચાર્ય દરિયાપુર વિસ્તારની સૈયદ સુલતાનની મસ્જિદમાં ચાલતી મદ્રેસા અંગે જાણકારી મેળવવા પહોંચ્યા. જોકે મસ્જિદ બંધ હોવાના કારણે તેમને મળેલ સૂચના પ્રમાણે તસવીર લઈને પૂરાવો એકત્ર કરી રહ્યા હતા. આ દરમિયાન શરૂઆતમાં 5 થી 10 લોકોનું ટોળું તેમને ઘેરીવાળી અને મોબાઈલ જુટવી લઈ તેમની સાથે મારામારી કરી. ઘટનાની જાણ આસપાસના લોકોને થતા જ ત્યાં ૧૦૦ થી વધારે લોકોનું ટોળું ભેગું થઈ ગયું અને તેમની પર ઉગ્રતાપૂર્વક અપ શબ્દો બોલી, બાજુમાં લઈને મારી નાખવાની ધમકી પણ આપી. જેથી ગભરાયેલ શિક્ષકે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના પહોચી. આ બાબતે ભોગ બનનાર શિક્ષક સંદીપભાઈ પટેલ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા અને પોલીસ ફરિયાદ નોંધાવી. દરિયાપુર પોલીસ સ્ટેશનમાં આ બાબતે રાઇટીંગ, સરકારી કામગીરીમાં ખલેલ પહોંચાડવી અને લૂંટ ની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જેમાં ફરહાન અને ફૈઝલ નામના વ્યક્તિ સામે નામ જોક ઉપરાંત કુલ ૩૦ લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ થઈ છે જે પૈકી કુલ પાંચ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમને ધરપકડ કરવા માટે પોલીસ કામે લાગી છે. કેટલાની જાણ થતા અમદાવાદ શહેર આચાર્ય સંજ્ઞા પ્રતિનિધિઓ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા ઉપરાંત અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પણ ભોગ બનનાર શિક્ષકના સમર્થનમાં પહોંચ્યા અમદાવાદ શહેર આચાર્ય સંઘના પ્રમુખે હુમલા બાબતે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ પ્રકારની ઘટના એ ચિંતાજનક અને ગંભીર છે. કોઈ મહત્વની જાણકારી મેળવવા માટે સંવેદનશીલ વિસ્તારમાં શિક્ષક જાય ત્યારે રક્ષણ પૂરું પાડવું જોઈએ, જો આ પ્રકારની પરિસ્થિતિ યથાવત રહે તો આવી કામગીરી નહીં થાય. જીવના જોખમે શિક્ષકો કામ કરતા હોય ત્યારે તેમની સુરક્ષાની ચિંતા કરવી જરૂરી છે. માત્ર આટલો જ નહીં પરંતુ આચર્ય સંઘે એ પણ સવાલ કર્યો કે રાતોરાત એવી તો શું જરૂરિયાત ઊભી થઈ કે આ માહિતી તાબડતોડ મંગાવવામાં આવી !