શોધખોળ કરો

BSNL નો સૌથી સસ્તો પાલન, માત્ર આટલા રુપિયામાં 90 દિવસ સુધી સિમકાર્ડ એક્ટિવ રહેશે

ખાનગી ટેલિકોમ કંપનીઓએ પોતાના રિચાર્જ પ્લાન મોંઘા કર્યા છે ત્યારથી સરકારી કંપની BSNLને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે.

BSNL Plan:  ખાનગી ટેલિકોમ કંપનીઓએ પોતાના રિચાર્જ પ્લાન મોંઘા કર્યા છે ત્યારથી સરકારી કંપની BSNLને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે. જુલાઈમાં ભાવ વધારા પછી લાખો લોકોએ Jio-Airtel અને Vi છોડી દીધી. જેનો સીધો ફાયદો બીએસએનએલને થયો છે.  આ મહિને 29 લાખથી વધુ લોકો આ સરકારી કંપનીમાં જોડાયા છે. BSNL તેના સસ્તા રિચાર્જ પ્લાનથી Jio, Airtel અને Vi માટે સતત મુશ્કેલી ઊભી કરી રહ્યું છે. દરમિયાન, BSNL એ તેના ગ્રાહકો માટે એક નવો સસ્તો પ્લાન રજૂ કર્યો છે.

BSNL એ તેના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર કર્યો

અગ્રણી ટેલિકોમ કંપનીઓના ભાવવધારા બાદ BSNL એ તેના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર કર્યો છે. ગ્રાહકોને આકર્ષવા માટે કંપનીએ તેની યાદીમાં ઘણા નવા સસ્તા પ્લાન સામેલ કર્યા છે. મોંઘા રિચાર્જ પ્લાનમાંથી રાહત મેળવવા માટે મોબાઈલ યુઝર્સ બીએસએનએલ તરફ વળ્યા છે. હવે BSNL એ લિસ્ટમાં એક એવો પ્લાન સામેલ કર્યો છે જે યુઝર્સને ઘણા દિવસોથી મોબાઈલ નંબર સ્વીચ ઓફ થવાના ટેન્શનમાંથી મુક્ત કરે છે.

તમને જણાવી દઈએ કે BSNL પાસે તેના યુઝર્સ માટે સસ્તા અને મોંઘા બંને પ્લાન છે. કંપની પાસે રૂ. 100 થી રૂ. 3000 સુધીના પ્લાન છે. જો કે હવે એવો પ્લાન પણ આવી ગયો છે જેની કિંમત 100 રૂપિયાથી ઘણી ઓછી છે. ચાલો તમને આ વિશે વિગતવાર માહિતી આપીએ.

BSNL નો સસ્તો પ્રીપેડ પ્લાન 

BSNL યુઝર્સને હવે કંપનીની યાદીમાં 91 રૂપિયાનો સસ્તો પ્લાન પણ મળશે. આ રિચાર્જ પ્લાને ફરી એકવાર સરકારી ટેલિકોમ કંપનીને ચર્ચામાં લાવી દીધી છે. તમને જણાવી દઈએ કે BSNL તેના 91 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 90 દિવસની વેલિડિટી આપે છે. ઈન્ડસ્ટ્રીમાં અન્ય કોઈની પાસે લાંબી વેલિડિટી સાથેનો કોઈ પ્લાન નથી.

BSNLનો આ પ્લાન માત્ર એક વેલિડિટી પ્લાન છે

જો તમે આ પ્લાનની વેલિડિટી બેનિફિટ્સ સાંભળ્યા પછી લેવાનું વિચારી રહ્યા છો, તો તમને જણાવી દઈએ કે BSNLનો આ પ્લાન માત્ર એક વેલિડિટી પ્લાન છે. આમાં તમને કોઈપણ પ્રકારની કોલિંગ, એસએમએસ કે ડેટા સર્વિસ મળતી નથી. જો તમે ઈચ્છો છો કે તમારું સિમ ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ દિવસો સુધી એક્ટિવ રહે તો આ પ્લાન તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. જો તમને કોલિંગની સુવિધા જોઈતી હોય તો તમે 91 રૂપિયાના આ પ્લાન સાથે ટોક ટાઈમ વાઉચર પ્લાન લઈ શકો છો.  

5,000 રુપિયાની SIP કરી કેટલા વર્ષમાં બનશો કરોડપતિ, જાણી લો કેલક્યુલેશન

ટોપ સ્ટોરી

8th Pay Commission: કર્મચારી- પેન્શનર્સ સંગઠનોએ DA ને લગતી 3 જૂની માગણીઓ ફરી ઉઠાવી
8th Pay Commission: કર્મચારી- પેન્શનર્સ સંગઠનોએ DA ને લગતી 3 જૂની માગણીઓ ફરી ઉઠાવી
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
નોએલ ટાટાની વિદાય, 29 વર્ષ બાદ 11 નવેમ્બરે પદ છોડશે, કોણ હશે નવા ચેરમેન?
નોએલ ટાટાની વિદાય, 29 વર્ષ બાદ 11 નવેમ્બરે પદ છોડશે, કોણ હશે નવા ચેરમેન?
1 નવેમ્બરથી બદલાઈ જશે આ નિયમો,  બેંક લોકર અને આધાર અપડેટમાં થશે બદલાવ, જાણો 
1 નવેમ્બરથી બદલાઈ જશે આ નિયમો,  બેંક લોકર અને આધાર અપડેટમાં થશે બદલાવ, જાણો 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
Embed widget