BSNL નો દમદાર પ્લાન! 250 રુપિયાથી ઓછામાં અનલિમિટેડ ડેટા અને કોલિંગ
લોકપ્રિય ટેલિકોમ કંપની BSNL ઘણા પ્રીપેડ પ્લાન ઓફર કરે છે. આ પ્રીપેડ પ્લાન્સમાં ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગ પણ ઉપલબ્ધ છે.
લોકપ્રિય ટેલિકોમ કંપની BSNL ઘણા પ્રીપેડ પ્લાન ઓફર કરે છે. આ પ્રીપેડ પ્લાન્સમાં ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગ પણ ઉપલબ્ધ છે. કંપનીના પ્રીપેડ પ્લાન્સ લાંબી વેલિડિટી સાથે આવે છે. જે યુઝર્સ લાંબી વેલિડિટી અને ઓછી કિંમતે વધારે લાભો ઈચ્છે છે તેમના માટે BSNLનો આ પ્રીપેડ પ્લાન યોગ્ય વિકલ્પ છે. આજે અમે યુઝર્સને એવા પ્લાન વિશે જણાવીશું જેની કિંમત 250 રૂપિયાથી ઓછી છે અને તેની વેલિડિટી એક મહિનાથી વધુ છે. આ પ્લાનની વિગતવાર માહિતી તમને જણાવી દઈએ.
BSNLના આ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને ઘણા ફાયદા મળે છે. આ પેકમાં અનલિમિટેડ કોલિંગ ઉપલબ્ધ છે. ઉપરાંત, પેક અનલિમિટેડ ડેટા સાથે આવે છે. જો કે, દરરોજ 2GB ડેટાનો ઉપયોગ કર્યા પછી ઇન્ટરનેટની સ્પીડ ઘટીને 40kbps થઈ જશે. એટલું જ નહીં, આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને દરરોજ 100 ફ્રી SMS પણ મળે છે. વેલિડિટીની વાત કરીએ તો આ પ્લાનની વેલિડિટી એક મહિના અને 45 દિવસથી વધુ છે. આ પ્લાનની કિંમત 249 રૂપિયા છે.
BSNLનો 229નો પ્લાન
BSNL પાસે 229 રૂપિયાનો પ્લાન પણ છે. આમાં યુઝર્સને અનલિમિટેડ વોઈસ કોલિંગ મળે છે. આ સિવાય કંપની પ્લાનમાં અનલિમિટેડ ડેટા પણ આપે છે. જો કે, એક દિવસમાં 2GB દૈનિક ડેટાનો ઉપયોગ કર્યા પછી, સ્પીડ ઘટીને 40kbps થઈ જશે. એટલું જ નહીં, BSNLના આ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને દરરોજ 100 ફ્રી SMS પણ મળે છે. આ પ્લાનની વેલિડિટી એક મહિના સુધી છે.
BSNLનો 199નો પ્લાન
BSNL પાસે 199 રુપિયાનો શાનદાર રિચાર્જ પ્લાન છે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ ડેટાનો ઉપયોગ કરવા મળે છે. તમે દરરોજ 2 જીબી સુધી ડેટાનો ઉપયોગ કરી શકો છો. આ પ્લાનમાં યૂઝર્સને 30 દિવસ સુધીની વેલિડિટી મળે છે. BSNLના આ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને દરરોજ 100 ફ્રી SMS પણ મળે છે.મ્યૂઝીક અને બીએસએનએલ ટ્યુન્સનો લાભ પણ આ પ્લાનમાં મળે છે.
BSNLનો 153નો પ્લાન
BSNL પાસે 153 રુપિયાનો શાનદાર રિચાર્જ પ્લાન છે. આ પ્લાનમાં યૂઝર્સને 26 GB ડેટાનો ઉપયોગ કરવા મળે છે. BSNLના આ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને દરરોજ 100 ફ્રી SMS પણ મળે છે. આ પ્લાનની વેલિડિટી 26 દિવસની છે.
શું તમે પણ હોટલમાં આપ્યું છે Aadhaar Card? ક્યારેય ન કરો આ ભૂલ, જાણી લો