23 વર્ષનો છોકરો પ્લાસ્ટિકના કચરામાંથી બનાવતો હતો જુતા, ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા તેને જોઇને ઇમ્પ્રેસ થયા ને પછી..........
ખરેખરમાં આનંદ મહિન્દ્રા જે છોકરાની ઉદ્યોગ સાહસિકતા પર ફિદા થયા છે તે છોકરો પ્લાસ્ટિકના કચરામાંથી જુતા બનાવે છે, અને તેની આ કલાકારી ખરેખરમાં અદભૂત છે.
નવી દિલ્હીઃ આ દુનિયામાં ક્યારે કોની કિસ્મત ક્યારે ચમકી જાય તેની કોઇને ખબર નથી હોતી. તેમાં પણ જો કોઇ કલાકારી કે ક્રિએટિવિટીની વાત આવે તો તો પછી શું કહેવુ. આવો કિસ્મત ચમકવાનો એક કિસ્સો સામે આવ્યો છે. ભારતીય ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા એક 23 વર્ષીય ભારતીય ઉદ્યોગસાહસિક છોકરાથી ઇમ્પ્રેસ થયા છે, અને તેમને તેને ફન્ડિંગ કરવા સુધીની ઓફર કરી દીધી છે. ખરેખરમાં આનંદ મહિન્દ્રા જે છોકરાની ઉદ્યોગ સાહસિકતા પર ફિદા થયા છે તે છોકરો પ્લાસ્ટિકના કચરામાંથી જુતા બનાવે છે, અને તેની આ કલાકારી ખરેખરમાં અદભૂત છે.
23 વર્ષીય ઓ છોકરો ભારતીય ઉદ્યોગસાહસિક છે, તેનુ નામ આશય ભાવે છે, આશય ભાવે જ્યારે બિઝનેસ સ્કૂલમાં હતો તો તેને એક એવી કંપની શરૂ કરવાનો આઇડિયા આવ્યો, જે પ્લાસ્ટિક વેસ્ટને રિસાયકલિંગ કરીને સ્નીકર્સ બનાવે. તેના આ સ્ટાર્ટઅપનુ નામ 'થૈલી' છે. આશયની કંપનીનો ઉદેશ્ય દર વર્ષે ઉપયોગમાં લેવાનારા 100 અબજ પ્લાસ્ટિંક બેગ્સની સમસ્યાનુ સમાધાન શોધવાનુ હતુ. આ પ્લાસ્ટિક બેગ વર્ષના 1.2 કરોડ બેરલ તેલનો ઉપયોગ કરે છે, અને વાર્ષિક 100,000 સમુદ્રી જાનવરોને મારે છે.
આનંદ મહિન્દ્રાએ આશયની આ ક્રિએટિવિટી વિસે નોર્વેના પૂર્વ ડિપ્લોમેટ તથા મંત્રી અને પૂર્વ યુએન એનવાયરમેન્ટ ચીફ Erik Solheimના ટ્વીટથી જાણવા મળ્યુ. Erik Solheim એ પોતાના ટ્વીટમાં બિઝનેસ ઇનસાઇડરની 'થૈલી' અને આશય પર બેઝ્ડ બેસ્ટ વીડિયો શેર કર્યો છે, સાથે જ આ સ્ટાર્ટઅપની પ્રસંશા પણ કરી છે. આનંદ મહિન્દ્રાએ આના પર વાત કરતા અફસોસ વ્યક્ત કર્યો, તેમને કહ્યું કે, આ પ્રકારના સ્ટાર્ટઅપને વધારવાની જરૂર છે. આશયના આ સાહસને જોતા હવે ભારતીય ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા ખુશ થયા છે, તેને આશય ભાવે દ્વારા બનાવવામાં આવેલા જુતા ખરીદવાની ડિમાન્ડ કરી છે, એટલુ જ નહીં આનંદ મહિન્દ્રાએ આશય ભાવેના સ્ટાર્ટઅપને ફન્ડિંગ કરવાની પણ ઇચ્છા વ્યક્ત કરી છે.
આશયે પોતાની થૈલી સ્ટાર્ટઅપને જુલાઇ 2021માં શરૂ કર્યુ હતુ. એક જોડી જુતા બનાવવા માટે 12 પ્લાસ્ટિક બોતલો અને 10 પ્લાસ્ટિક બેગ લાગે છે. જુતા બનાવવા દરમિયાન પ્લાસ્ટિક બેગને ગરમ અને પ્રેશરની મદદથી ThaelyTex નામનુ ફેબ્રિકમાં કન્વર્ટ કરવામાં આવે છે. આ પછી તેને શૂટની પેટર્નમાં કાપવામાં આવે છે.
Embarrassed I didn’t know about this inspiring startup. These are the kinds of startups we need to cheer on—not just the obvious unicorns. I’m going to buy a pair today. (Can someone tell me the best way to get them?) And when he raises funds-count me in! https://t.co/nFY3GEyWRY
— anand mahindra (@anandmahindra) November 17, 2021