Khyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગી
કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની ફાઈલોને ધડાધડ મંજૂરી આપવા માટે વીમા કંપનીએ 100 ડોકટરનું કોલ સેન્ટર બનાવ્યાનો ખુલાસો થયો છે. જેમાં મિનિમમ એમબીબીએસ થયેલા 100 ડોક્ટરો 24 કલાક કામ કરતા હતા. પેશન્ટની ફાઈલ જોઈને માત્ર સાડા ચાર મિનિટમાં જ તે મંજૂર કરી દેવા માટે આ ટીમને સૂચના આપવામાં આવી હતી. ડોક્ટરો સિવાય પણ 15થી 20 માણસો પણ આ કોલ સેન્ટરમાં કામ કરતા હતા.ફાઈલ મંજૂર કરવા માટે વીમા કંપનીએ 30થી 35 ડોક્ટરોની ટીમ 3 શિફ્ટમાં રાખી છે. એક ડોક્ટરને મહિને રૂ.35 હજારથી 1 લાખ સુધીનો પગાર ચૂકવવામાં આવતો હતો.ખ્યાતિ હોસ્પિટલ કાંડ બહાર આવતા પોલીસે પીએમજેવાય યોજના સાથે સંકળાયેલા ડોક્ટર સહિત 12ની પોલીસે પૂછપરછ કરી હતી. જો કે હજુ સુધી કોઈની સીધી કે આડકતરી સંડોવણી હોવાની માહિતી પોલીસને મળી નથી હજુ તે દિશામાં તપાસ ચાલુ જ છે.