શોધખોળ કરો

Crude Oil Price: પેટ્રોલના ભાવમાં થશે ઘટાડો? જાણો કેમ બંધાણી આશા

લોકસભાની ચૂંટણી પહેલા અને ત્રણ હિન્દી હાર્ટલેન્ડ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જંગી જીત બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો સરકાર માટે સારા સમાચાર લઈને આવ્યો છે.

Crude Oil Price: ભારત માટે રાહતના સમાચાર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો ઘટાડો થયો છે. ક્રૂડ ઓઈલના ભાવ ઘટીને લગભગ $75 પ્રતિ બેરલ થઈ ગયા છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 1.06 ટકાના ઘટાડા સાથે 76.51 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે WTI ક્રૂડ 1 ટકાના ઘટાડા સાથે $71.60 પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે.

ભારત માટે કેમ છે રાહતના સમાચાર?

લોકસભાની ચૂંટણી પહેલા અને ત્રણ હિન્દી હાર્ટલેન્ડ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જંગી જીત બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો સરકાર માટે સારા સમાચાર લઈને આવ્યો છે. 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં સત્તાધારી પક્ષ સતત ત્રીજી વખત સત્તા મેળવવા માટે અનેક લોકલાડીલા નિર્ણયો લઈ શકે છે. ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડા બાદ જો ભાવ આ સ્તરે સ્થિર રહે તો લોકસભા ચૂંટણીમાં લાભ લઈ શકાય તે માટે સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે.

 OMC કિંમતોની દૈનિક સમીક્ષાના આપ્યા સંકેત

ગયા અઠવાડિયે જ સરકારી ઓઈલ કંપનીઓએ સંકેત આપ્યો હતો કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 80 ડોલરની નીચે આવે અને આજ સ્તરે સ્થિર રહે તો સરકારી ઓઈલ કંપનીઓ દૈનિક ધોરણે કિંમતોની સમીક્ષા કરવાનું શરૂ કરી શકે છે. જો આવું થાય તો ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો થવાને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. 

Crude Oil Price: પેટ્રોલના ભાવમાં થશે ઘટાડો? જાણો કેમ બંધાણી આશા

સરકારે એલપીજીના ભાવમાં ઘટાડો કર્યો હતો

5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે એલપીજીના ભાવમાં રૂ. 300 અને સામાન્ય ગ્રાહકો માટે રૂ. 200નો ઘટાડો કર્યો હતો. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને કુલ 500 રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે. આ જ કારણ છે કે જો ક્રૂડ ઓઈલની કિંમતો 80 ડોલરની નીચે સ્થિર રહેશો તો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાનો નિર્ણય લઈ શકાય છે.

સાઉદી અરેબિયાએ ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો કર્યો

સાઉદી અરેબિયાએ એશિયાના ખરીદદાર દેશોને ક્રૂડ ઓઈલ સસ્તામાં વેચવાનો નિર્ણય લીધો છે. સાઉદી અરેબિયાએ તેના ફ્લેગશિપ ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો હોય તેવું છેલ્લા સાત મહિનામાં પ્રથમ વખત બન્યું છે. સાઉદી અરેબિયા જાન્યુઆરી મહિનામાં એશિયન ખરીદદારોને પ્રતિ બેરલ $0.50 સસ્તું ક્રૂડ ઓઈલ વેચશે. ભારતને પણ તેનાથી રાહત મળવાની આશા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, જાણો અમદાવાદમાં કેટલું તાપમાન નોંધાયું ?

PM Modi Mauritius Visit: મોરિશિયસના પ્રધાનમંત્રીએ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી 

Pakistan train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક, બલૂચ આર્મીએ કર્યો 6 સૈનિકોને મારવાનો દાવો

IPL 2025: શરુઆતની મેચ નહીં રમી શકે આ ખેલાડીઓ, હાર્દિક પંડ્યા અને બુમરાહનું નામ પણ સામેલ

ABP Premium

વિડિઓઝ

Gujarat Heat Wave Alert: આગામી 48 કલાક ગુજરાતીઓ માટે ભારે! રાજ્યમાં હીટવેવની હવામાન વિભાગની આગાહીRobbery Attempt in Ahmedabad: જ્વેલર્સ સ્ટાફની સતર્કતાથી 2.40 કરોડની લૂંટનો પ્રયાસ નિષ્ફળPakistan Train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઇજેક,  બલૂચ આતંકીઓએ 100થી વધું લોકોને બંધક બનાવ્યાNavsari News : નવસારીમાં ટ્રેનની અડફેટે 2 યુવકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, જાણો અમદાવાદમાં કેટલું તાપમાન નોંધાયું ?
Gujarat: રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, જાણો અમદાવાદમાં કેટલું તાપમાન નોંધાયું ?
PM Modi Mauritius Visit: મોરિશિયસના પ્રધાનમંત્રીએ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી 
PM Modi Mauritius Visit: મોરિશિયસના પ્રધાનમંત્રીએ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી 
Pakistan train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક, બલૂચ આર્મીએ કર્યો 6 સૈનિકોને મારવાનો દાવો
Pakistan train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક, બલૂચ આર્મીએ કર્યો 6 સૈનિકોને મારવાનો દાવો
IPL 2025: શરુઆતની મેચ નહીં રમી શકે આ ખેલાડીઓ, હાર્દિક પંડ્યા અને બુમરાહનું નામ પણ સામેલ
IPL 2025: શરુઆતની મેચ નહીં રમી શકે આ ખેલાડીઓ, હાર્દિક પંડ્યા અને બુમરાહનું નામ પણ સામેલ
Airtel-Starlink Deal: એલોન મસ્કની સ્ટારલિંક અને Airtel વચ્ચે કરાર, સેટેલાઈટથી મળશે સુપર-ફાસ્ટ ઈન્ટરનેટ

Pakistan Train Hijack: 'બધાને ઉડાવી દેશું', પાકિસ્તાનમાં બલूચ આર્મીએ ટ્રેન હાઈજેક કરી, મુસાફરોને બનાવ્યા બંધક

Weather: હોળી પર વરસાદની આગાહી, આ રાજ્યોમાં રંગમાં ભંગ પાડશે વરસાદી ઝાપટું, વાંચો IMD નું એલર્ટ

Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ

Embed widget