Robbery Attempt in Ahmedabad: જ્વેલર્સ સ્ટાફની સતર્કતાથી 2.40 કરોડની લૂંટનો પ્રયાસ નિષ્ફળ
અમદાવાદમાં જ્વેલર્સના સ્ટાફની સતર્કતાથી લૂંટની ઘટના બનતા અટકી. સીજી રોડ પર આવેલા સુપર મોલમાં પાલમ જ્વેલર્સ આવેલી છે..અભિષેક રાણા. જયેશ રબારી અને ડ્રાઈવર ગાડીમાં 2 કરોડ 40 લાખની કિંમતના દાગીના લઈને પાલનપુર જવા રવાના થવાના હતા. ત્રણેય લોકો બેઝમેન્ટમાં હતા. આ સમયે ત્રણ લૂંટારુ ત્યાં આવ્યા કર્મચારીઓની આંખમાં મરચાની ભૂંકી છાંટી લૂટનો પ્રયાસ કર્યો. આ સમયે ત્રણેય કર્મચારીઓએ કારને અંદરથી લોક મારી દીધું. બાદમાં જોરથી હોર્ન વગાડવા લાગ્યા. જેના કારણે લૂંટારૂઓ ત્યાંથી ભાગી ગયા. લૂંટના પ્રયાસની આ ઘટનામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સાત આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલ આરોપી પૈકી મિતુલ દરજી, પવન સોની અને શંભુ સોલંકી મુખ્ય આરોપી છે. જ્યારે સંગ્રામસિંહ નામના આરોપીએ અન્ય પાંચ આરોપીની વ્યવસ્થા કરી હતી. મિતુલ દરજી નામનો આરોપ અગાઉ પામ જ્વેલર્સમાં કામ કરતો હતો. છેલ્લા એક વર્ષથી મિતુલ સાગરીતો સાથે મળીને લૂંટનો પ્લાન ઘડતો હતો. લૂંટ બદલ તમામને દસ લાખ રૂપિયા આપવાનું પણ નક્કી થયુ હતુ. જો કે પોલીસે સીસીટીવીના આધારે ગાડીના નંબર શોધીને સાત આરોપીની ધરપકડ કરી. જ્યારે હજુ બે આરોપી ફરાર છે..




















