આ યુપીઆઈ ટ્રાન્ઝેકશન માટે HDFC Bank હવે નહીં મોકલે SMS, ઈમેલ નોટિફિકેશન રહેશે ચાલુ
HDFC બેંકે ગ્રાહકોને આ અંગે જાણકારી આપી છે. એવું કહેવામાં આવ્યું છે કે જો UPI દ્વારા 100 રૂપિયાથી ઓછા ખર્ચ કરવામાં આવશે અને 500 રૂપિયાથી ઓછા એકાઉન્ટમાં જમા થશે તો SMS એલર્ટ મોકલવામાં આવશે નહીં.
HDFC Bank: ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક HDFC એ તેના ગ્રાહકો માટે એક મોટી સુવિધા બંધ કરવાનો નિર્ણય લીધો છે. HDFC બેંકે માહિતી આપી છે કે 25 જૂનથી, તે 100 રૂપિયાથી ઓછા UPI ટ્રાન્ઝેક્શન અને 500 રૂપિયાથી ઓછી ડિપોઝિટ પર SMS એલર્ટ મોકલશે નહીં. જો કે, લોકોને ઈમેલ એલર્ટ મળવાનું ચાલુ રહેશે.
500 રૂપિયાથી ઓછી ક્રેડિટ પર પણ SMS એલર્ટ નહીં આવે
HDFC બેંકે ગ્રાહકોને આ અંગે જાણકારી આપી છે. એવું કહેવામાં આવ્યું છે કે જો UPI દ્વારા 100 રૂપિયાથી ઓછા ખર્ચ કરવામાં આવશે અને 500 રૂપિયાથી ઓછા એકાઉન્ટમાં જમા થશે તો SMS એલર્ટ મોકલવામાં આવશે નહીં. બેંકે ગ્રાહકોને તેમના ઈમેલને અપડેટ કરવાની અપીલ કરી છે જેથી કરીને તેઓને સૂચનાઓ મળતી રહે. બેંક અનુસાર, પેમેન્ટ એપ દ્વારા આવા નાના ટ્રાન્ઝેક્શનના એલર્ટ પણ આપવામાં આવે છે. નાના ટ્રાન્ઝેક્શન પર મળેલા ફીડબેકના આધારે બેંકે આ નિર્ણય લીધો છે.
નાના વ્યવહારો માટે યુપીઆઈનો વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે
છેલ્લા કેટલાક વર્ષોમાં UPIની સરેરાશ ટિકિટ કદ સતત ઘટી રહી છે. વર્ષ 2022 અને 2023 વચ્ચે 8 ટકાનો ઘટાડો થયો છે. આના પરથી સમજી શકાય છે કે નાના ટ્રાન્ઝેક્શન માટે UPIનો વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વર્લ્ડલાઇન ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, PhonePe, Google Pay અને Paytm દેશમાં ત્રણ અગ્રણી UPI એપ છે. NPCIના ડેટા અનુસાર, વર્ષ 2023માં UPI દ્વારા ટ્રાન્ઝેક્શન્સે 100 બિલિયનનો માઈલસ્ટોન હાંસલ કર્યો હતો.
બેંકે બે ડિજિટલ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યા
આ સાથે HDFC બેંકે બે ડિજિટલ ક્રેડિટ કાર્ડ Pixel Play અને Pixel Go લોન્ચ કર્યા છે. આ ડિજિટલ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ બેંકની PayZapp એપ દ્વારા કરી શકાય છે. 25,000 રૂપિયાથી વધુ વેતન ધરાવતા અને 6 લાખ રૂપિયા સુધીનું રિટર્ન ફાઇલ કરનારા સ્વ-રોજગાર ધરાવતા લોકો આ કાર્ડનો લાભ લઈ શકે છે.
આ પણ વાંચોઃ
એક રૂપિયામાં સેનેટરી પેડ, દવાઓ પર 90 ટકા સુધી છૂટ..આ સરકારી દુકાન અંગે નહીં જાણતા હો તમે
Run your business smarter, not harder... Introducing HDFC Bank Biz First Credit Card! Apply now, visit https://t.co/PBs2zJVtFk…@NPCI_NPCI@RuPay_npci #HDFCBank #Business #Entrepreneur #CreditCard #CreditScore pic.twitter.com/Z2hbHGwcSs
— HDFC Bank (@HDFC_Bank) May 23, 2024