શોધખોળ કરો
Advertisement
માત્ર 6,000 રૂપિયા આપીને ઘરે લઇ જાઓ આ મોંઘી સ્ટાઇલિશ બાઇક, ઓફર સાથે ખરીદવાનો છે બેસ્ટ મોકો
Benelli India પોતાના મૉડલ Imperiale 400 BS 6 પર જબરદસ્ત ઓફર લઇને આવી છે. આ અંતર્ગત આ બાઇક માત્ર 6,000 રૂપિયા આપીને તમે ઘરે લઇ જઇ શકો છો. આને સસ્તી EMI ઓફર અંતર્ગત બાઇકને દર મહિને 4,999 રૂપિયાની EMI પર ખરીદી શકો છો
નવી દિલ્હીઃ ભારતમાં બાઇક કંપનીઓમાંની એક બેન્સિલ ઇન્ડિયા પોતાની બાઇક હવે એક ખાસ ઓફર સાથે સેલ કરી રહી છે. Benelli India પોતાના મૉડલ Imperiale 400 BS 6 પર જબરદસ્ત ઓફર લઇને આવી છે. આ અંતર્ગત આ બાઇક માત્ર 6,000 રૂપિયા આપીને તમે ઘરે લઇ જઇ શકો છો. આને સસ્તી EMI ઓફર અંતર્ગત બાઇકને દર મહિને 4,999 રૂપિયાની EMI પર ખરીદી શકો છો. કંપનીએ જાહેરાત કરી છે કે આ બાઇક માટે 85 ટકા ફન્ડિંગ પણ અવેલેબલ કરાવવામાં આવશે.
કિંમત
Benelli Imperiale 400 BS 6ને તાજેતરમાં ભારતમાં લૉન્ચ કરવામાં આવી છે. હાલ કંપનીના પોર્ટફોલિયોમાં આ એકલું BS 6 મૉડલ છે. કિંમતની વાત કરીએ તો Imperiale 400 BS 6 એક એક્સ શૉરૂમની કિંમત 1.99 લાખ રૂપિયા છે. BS 4 મૉડલની તુલનામાં આ કિંમત 20 હજાર રૂપિયા મોંઘી છે.
આવી છે ખાસિયતો...
એન્જિન ઉપરાંત આ નવા મૉડલમાં કોઇ ફેરફાર નથી કરવામાં આવ્યો. આ બાઇક હજુ પણ 20.7 પીએમનો મેક્સિમમ પાવર જનરેટ કરે છે. 374 સીસી એન્જિનની પીક ટૉર્ક 29 Nmની છે. આ ફ્યૂઝ ઇન્જેક્ટેડ યૂનિટ સિંગલ સિલીન્ડર વાળી બાઇક છે. Imperiale 400 સ્પૉર્ટ્સની લૂક રેટ્રૉ ક્લાસિક બાઇકની છે. વિન્ટેજ સ્ટાઇલમા રાઉન્ડ હેડલેમ્પ, પીનટ શેપ્ડ ફ્યૂલ ટેન્ક, સ્પૉક વ્હીલ્સ, પૂશૂટર અક્ઝૉસ્ટ અને ક્રૉમ હાઇલાઇટની ડિટેલિંગ છે.
બન્ને બાજુ છે ડિસ્ક બ્રેક
Imperiale 400 BS 6માં સ્પૉર્ટ્સ હેડઝેન લાઇટિંગની સાથે ડ્યૂલ એનલૉગ ક્લૉક્સ અને એક નાની એલસીડી ડેશ પણ આપવામાં આવી છે. આમાં બન્ને તરફ ડિસ્ક બ્રેકિંગ સિસ્ટમ છે, જેમાં ડ્યૂલ ચેનલ એબીએસ સિસ્ટમ સેટઅપ લાગેલી છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion