Card Payment: આવતીકાલથી કાર્ડથી પેમેન્ટ થઈ શકે છે ફેઇલ, જાણો શું છે કારણ
ઓટીટી પ્લેટફોર્મ્સ અને ડિજિટલ સબ્સ્ક્રિપ્શનમાં પણ મુશ્કેલી આવશે. જ્યારે સર્વિસ પ્રોવાઇડરના પેજ પર જઈને પેમેન્ટ કરવાનો વિકલ્પ હશે.
નવી દિલ્હીઃ આવતીકાલથી નવું નાણાંકીય વર્ષ શરૂ થશે. જેની સાથે કેટલાક નિયમો પણ બદલાઈ જશે. જો તમે મોબાઈલ અને વીજળી બિલ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ દ્વારા કરો છો અને તો તેના માટે એક્સ્ટ્રા ઓથેંટિકેશનની જરૂર પડશે. જો તેમ નહીં કરવામાં આવે તો ઓટો ડેબિટ પેમેંટ પ્રોસેસ પૂરી નહીં થઈ શકે. RBIના નવા નિયમોથી ક્રેડિટ-ડેબિટ કાર્ડ વાપરતાં લોકોનો મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
રિઝર્વ બેંકની નવી ગાઇડલાઇન મુજબ ઓટો પેમેન્ટ માટે એડિશનલ ફેક્ટર ઓથેટિંકેશનની જરૂર પડશે. બેંક અને કાર્ડ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ આ માટે તૈયાર નથી. કારણકે તેમ કરવાથી ખર્ચ વધશે.
ઓટીટી પ્લેટફોર્મ્સ અને ડિજિટલ સબ્સ્ક્રિપ્શનમાં પણ મુશ્કેલી આવશે. જ્યારે સર્વિસ પ્રોવાઇડરના પેજ પર જઈને પેમેન્ટ કરવાનો વિકલ્પ હશે.
બેંકે પેમેંટ ડ્યૂ ડેટના 5 દિવસ પહેલા એક નોટિફિકેશન મોકલવું પડશે. નોટિફિકેશન પર કસ્ટમરની મંજૂરી જરૂરી હશે.
5000 રૂપિયાથી વધારે રકમના પેમેન્ટ પર ઓટીપીની જરૂર પડશે. બેંકિંગ ફ્રોડથી ગ્રાહકોની સુરક્ષા માટે જરૂરી લાઈન્સ બહાર પાડવામાં આવી છે. જે 1 એપ્રિલથી લાગુ થશે.
1 એપ્રિલથી બિલ, સબ્સ્ક્રિપ્શનનું ઓટો ડેબિટ નહીં થાય. ઘણી બેંકો ઈ-મેડેંસ માટે પૂરી રીતે તૈયાર નથી. આ કારણે ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી થતાં ઓટો પેમેંટ ફેલ થઈ શકે છે. કાર્ડથી ઓટો મેટિક મંથલી રિકરિંગ પેમેન્ટના નવા નિયમ લાગુ થશે.
જોકે સારી વાત એ છે કે યુપીઆઈની ઓટો પે સિસ્ટમથી આ પ્રકારની ઓટો ડેબિટ ચૂકવણી પર કોઈ અસર નહીં પડે. અનેક મોટી બેંકો તથા તેની સાથે સંકળાયેલા નેટવર્ક પાર્ટનર્સને રિકરિંગ પેમેંટ પ્રક્રિયાને લઈ ગ્રાહકોએ જાણકારી આપવાનું શરૂ કરી દીધું છે.
આવતીકાલથી નવું નાણાંકીય વર્ષ, મોંઘવારીના મારથી પીડાતી જનતાને લાગશે વધુ એક ફટકો, આ વસ્તુઓ થશે મોંઘી
IPL 2021: Delhi Capitals એ ખતરનાક ફોર્મમાં રહેલા કયા ખેલાડીને બનાવ્યો કેપ્ટન ? જાણો વિગત