કામની વાત : UPIની મદદથી ડેબિટ કાર્ડ કાર્ડ વગર પણ ATMમાંથી કેશ વિડ્રોલ કરી શકો છો, જાણો કેવી રીતે
જો તમે તમારું ડેબિટ કાર્ડ ઘરે ભૂલી ગયા હો તો ચિંતા ન કરો, UPIની મદદથી ડેબિટ કાર્ડ કાર્ડ વગર પણ ATMમાંથી કેશ વિડ્રોલ કરી શકો છો
Cardless Cash Withdrawal: બદલાતા સમયની સાથે બેંકિંગની પદ્ધતિઓમાં મોટા ફેરફારો થયા છે. આજકાલ બહુ ઓછા લોકો બેંકની લાંબી લાઈનોમાં ઉભા રહીને પૈસા ઉપાડે છે. મોટાભાગના લોકો કાં તો નેટ બેંકિંગ, યુપીઆઈનો ઉપયોગ કરે છે અથવા એટીએમ દ્વારા રોકડ ઉપાડ કરે છે. પરંતુ, જો તમે ઘરની બહાર નીકળતી વખતે એટીએમ કાર્ડ રાખવાનું ભૂલી જાઓ છો, તો તમારે પાછા જઈને એટીએમ કાર્ડ લેવાની જરૂર નથી.
દેશની ઘણી મોટી બેંકો ATM કાર્ડ વગર પણ ગ્રાહકોને રોકડ ઉપાડની સુવિધા આપે છે. તાજેતરમાં, RBIએ ગ્રાહકો માટે એક નવી સુવિધા શરૂ કરી છે, જેના દ્વારા ગ્રાહકો ફક્ત UPIની મદદથી ATM કાર્ડ વિના રોકડ ઉપાડનો લાભ લઈ શકે છે.
આ બાબતે માહિતી આપતા RBI ના ગવર્નરે કહ્યું હતું કે હવે ગ્રાહકો એટીએમ કાર્ડ વગર પણ કાર્ડલેસ કેશ ઉપાડની સુવિધાનો લાભ લઈ શકશે. તમને જણાવી દઈએ કે દેશની તમામ બેંકોના ATM બદલીને UPI વિકલ્પ અપડેટ કરવામાં આવી રહ્યો છે. તો ચાલો જાણીએ કે ગ્રાહકો UPI દ્વારા કેવી રીતે રોકડ ઉપાડી શકે છે-
પ્રથમ વિકલ્પ
1) UPI દ્વારા રોકડ ઉપાડવા માટે, તમારે પહેલા ATM મશીનમાં રિકવેસ્ટ ડિટેઇલ ભરવાની રહેશે.
2) આ વિગતો ભર્યા પછી, તમારી સામેં એક QR કોડ જનરેટ થશે.
3) પછી તમારે તમારી UPI એપ ખોલવી પડશે અને તે QR કોડ સ્કેન કરવો પડશે.
4) આ સ્કેનિંગ પછી, તમારી રિકવેસ્ટ મંજૂર કરવામાં આવશે.
5) ઉપાડવી હોય એ રકમ સ્ક્રીન પર ભર્યા પછી તમે ATM મશીનમાંથી રોકડ ઉપાડી શકશો.
બીજો વિકલ્પ
1) બીજી રીત એ છે કે ATM મશીનમાં UPI ID ભરવાનું રહેશે.
2) ત્યારબાદ તમારે તે રકમ પણ ભરવાની રહેશે જે તમે ઉપાડવા માંગો છો.
3) ત્યારબાદ તમારી UPI એપ પર એક રિક્વેસ્ટ આવશે, જે ભરવાની રહેશે.
4) તમારે એપ્લિકેશનમાં પિન દાખલ કરીને વિનંતીને મંજૂરી આપવી પડશે.
5) આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, તમે ATMમાંથી રોકડ ઉપાડી શકશો.