શોધખોળ કરો
Advertisement
પગારદારો માટે મોટી જાહેરાત, જાણો હવે કંપનીઓએ કઈ રીતે કાપવો પડશે ટેક્સ ? કેટલા પગાર પર કપાશે કેટલો TDS ?
પગારદાર કરદાતાના પગારમાંથી ખોટી રીતે ટીડીપીએસની કપાત ન થાય તેમજ હાથ પર વધુ પગાર મળી રહે તે માટે સીબીડીટી તરફથી જરૂરી સ્પષ્ટતા કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ પગારદાર વર્ગને ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે ટીડીએસને લઈ કેટલીક મુશ્કેલી હતી. જેને લઈ આઈટી ફાઇલ કરતી વખતે મુંઝવણમાં રહેતા હતા. જેને લઈ સીબીડીટીએ પગારદાર કરદાતાઓ માટેની ટેક્સ કપાતની માર્ગદર્શિકા જાહેર કરાઇ છે. જેમાં પગારદાર કરદાતાઓના ટીડીએસમાં કરવામાં આવેલ ઘટાડા પછી કેટલીક મૂંઝવણ હતી તેની સ્પષ્ટતા કરવામાં આવી છે.
સીબીડીટીએ પગારદાર કરદાતાઓને 2020-21ના નાણાકીય વર્ષ માટે ઇન્કમ ટેક્સ એક્ટ 1961ની કલમ 192 અંતર્ગત ટીડીએસને લઈ સ્પષ્ટતા કરી છે. જેમાં માલિક તરફથી કપાત કરવાની માર્ગદર્શિકા જાહેર કરી છે. કેન્દ્ર સરકારે 20 મે 2020ના રોજ લાગુ પડતા ટીડીએસના દરોમાં ઘટાડો કર્યો હતો. જેને લઇને પગારદાર કરદાતાઓમાં ટીડીએસના દરોમાં કેટલો ઘટાડો થયો તેની મૂંઝવણ હતી. જેની સ્પષ્ટતા કરતા સીબીડીટીએ 85 પાનાનો પરિપત્ર કર્યો છે.
પરિપત્ર મુજબ જે કરદાતાનો વાર્ષિક પગાર રૂ. 2.50 લાખથી નીચે હોય તેમને ટીડીએસ નહીં લાગે. જેનો વાર્ષિક પગાર રૂ. 2.50 લાખથી વધુ અને રૂ. 5 લાખથી ઓછો હશે તો 5 ટકા લેખે ટીડીએસ કપાશે. જે કરદાતાનો પગાર રૂ. 5 લાખથી વધુ અને રૂ. 10 લાખ સુધી હશે તો રૂ. 12,500 ઉપરાંત 20 ટકા ટેક્સ કપાત કરવાનો રહેશે. આ ઉપરાંત જો વાર્ષિક પગાર 10 લાખથી વધારે હેશે તો 1,12,500 ઉપરાંત 30 ટકા લેખે કપાત થશે.
પગારદાર કરદાતાના પગારમાંથી ખોટી રીતે ટીડીપીએસની કપાત ન થાય તેમજ હાથ પર વધુ પગાર મળી રહે તે માટે સીબીડીટી તરફથી જરૂરી સ્પષ્ટતા કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement