Cello World IPO: આજે ઓપન થઇ રહ્યો છે Cello World નો આઇપીઓ, રોકાણ કરતા પહેલા જાણી લો આ જરૂરી બાબતો
Cello World નો IPO આજે એટલે કે 30 ઓક્ટોબરે ઓપન થઇ રહ્યો છે.
Cello World IPO: ઘરગથ્થુ સામાન અને સ્ટેશનરી ઉત્પાદનોનું ઉત્પાદન કરતી પ્રખ્યાત કંપની Cello World Limitedનો આઇપીઓ 30 ઓક્ટોબર, 2023 ના રોજ સોમવારે ઓપન થશે. આજે રિટેલ રોકાણકારો માટે ઓપન થતા અગાઉ કંપનીએ શુક્રવારે એન્કર રોકાણકારો પાસેથી કુલ રૂ. 567 કરોડ એકત્ર કર્યા છે. આ IPOનું કદ 1900 કરોડ રૂપિયા છે. જો તમે પણ તેમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને તેનાથી સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે જણાવી રહ્યા છીએ.
સેલો વર્લ્ડ લિમિટેડ IPO ની મહત્વની તારીખો
Cello World નો IPO આજે એટલે કે 30 ઓક્ટોબરે ઓપન થઇ રહ્યો છે. તમે આમાં 1 નવેમ્બર, 2023 સુધી રોકાણ કરી શકો છો. કંપનીએ ઈશ્યુની પ્રાઇસ બેન્ડ રૂ. 617 થી રૂ. 648 પ્રતિ શેરની વચ્ચે નક્કી કરી છે. નોંધનીય બાબત એ છે કે કંપની તેના રૂ. 1900 કરોડના શેર માત્ર ઓફર ફોર સેલ દ્વારા વેચવા જઈ રહી છે અને આ ઈશ્યુમાં એક પણ શેર નવો ઈશ્યુ કરવામાં આવી રહ્યો નથી. આવી સ્થિતિમાં ઇશ્યુ દ્વારા એકત્ર કરવામાં આવેલી રકમ સીધી કંપનીના પ્રમોટર રાઠોડ પરિવારને જશે. આ ઈસ્યુમાં કંપનીએ કર્મચારીઓ માટે રૂ. 10 કરોડના શેર રિઝર્વ રાખ્યા છે. શેરની ફાળવણી 6 નવેમ્બરે થશે. જ્યારે રોકાણકારોને 7મી નવેમ્બરે રિફંડ મળશે. શેરનું લિસ્ટિંગ BSE અને NSE પર 9 નવેમ્બરે કરવામાં આવશે.
આ એન્કર રોકાણકારોએ નાણાંનું રોકાણ કર્યું હતું
સેલો વર્લ્ડ આઈપીઓના એન્કર રાઉન્ડમાં મોર્ગન સ્ટેનલી, ફ્લોરિડા રિટાયરમેન્ટ સિસ્ટમ, નોમુરા, એચએસબીસી, આદિત્ય બિરલા સન લાઈફ ટ્રસ્ટ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ, ટાટા મ્યુચ્યુઅલ ફંડ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ, એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સ જેવી ઘણી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે. HSBC, આદિત્ય બિરલા સન લાઇફ ટ્રસ્ટી, HDFC મ્યુચ્યુઅલ ફંડ અને SBI લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીએ ભાગ લીધો છે.
IPO ની લોટ સાઈઝ કેટલી છે?
આ IPOમાં કંપનીએ રિટેલ રોકાણકારો માટે 35 ટકા હિસ્સો અનામત રાખ્યો છે. જ્યારે 50 ટકા શેર લાયક સંસ્થાકીય ખરીદદારો માટે અને 15 ટકા શેર બિન-સંસ્થાકીય ખરીદદારો માટે અનામત રાખવામાં આવ્યો છે. તમે આ ઈસ્યુમાં ઓછામાં ઓછા 23 ઈક્વિટી શેર્સમાં નાણાંનું રોકાણ કરી શકો છો. આવી સ્થિતિમાં રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા 14,904 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે મહત્તમ મર્યાદા 299 શેર નક્કી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં રિટેલ રોકાણકારો દ્વારા રોકાણ કરી શકાય તેવી મહત્તમ રકમ રૂ. 1,93,752 કરોડ છે.
કંપનીની નાણાકીય સ્થિતિ કેવી છે?
વર્ષ 2018માં શરૂ કરાયેલી સેલો વર્લ્ડ સ્ટેશનરી અને ઘરગથ્થુ ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર દેશના વિવિધ ભાગોમાં તેના કુલ 13 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ છે. કંપનીના ચોખ્ખા નફાની વાત કરીએ તો આ નાણાકીય વર્ષમાં તેમાં 30 ટકાનો વધારો થયો છે. જો આપણે નાણાકીય વર્ષ 2022-23માં કંપનીની આવકની વાત કરીએ તો તે 1,796.66 કરોડ રૂપિયા રહી છે.