RTIમાં ખુલાસોઃ પેટ્રોલિયમ પ્રોડટક્સ પર ટેક્સથી કેન્દ્ર સરકારને થઈ બંપર કમાણી, જાણો કેટલા લાખ કરોડ મળ્યા
2020-21માં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ઇમ્પોર્ટ પર 37806 કરોડ રૂપિયાની કસ્ટમ ડ્યૂટી વસુલવામાં આવી છે.
નવી દિલ્હીઃ પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવથી સામાન્ય વ્યક્તિ પરેશાન છે. સરકાર સામે ટેક્સ અને સેસ ઘટાડાવની માગ વધી રહી છે. પરંતુ શું તમને ખબર છે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સથી સરકારને અબજો રૂપિયાની કમાણી થઈ રહી છે. પેટ્રોલની કિંમતમાં થયેલ ભાવવધારા બાદ ડીઝલે પણ સેન્ચુરી મારી દીધી છે. રાજસ્થાનના જેસલમેરમાં ડીઝલની કિંમત 100 રૂપિયાને પાર કરી ગઈ છે.
કેન્દ્ર સરકારની કમાણી 56%થી વધારે વધી
સામાન્ય લોકો પેટ્રોલ ડીઝલની વધતિ કિંમતથી પરેશાન છે. પરંતુ આ સિક્કાની એક બાજી છે, બીજી બાજુ સરકારની કમાણી સાથે જોડાયેલ છે. જે બમ્પર કમાણી કરી રહી છે. હવે આરટીઆઈથી એ જાણકારી સામે આવી છે કે કોરોના કાળમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર કસ્ટમ અને એક્સાઈઝ ડ્યૂટીથી કેન્દ્ર સરકારની કમાણી 56 ટકાથી વધારે વધી છે.
ઇમ્પોર્ટ પર કસ્ટમ ડ્યૂટી તરીકે 46000 કરોડની કમાણી
સરકારે ઇનડાયરેક્ટ ટેક્સથી અંદાજે 2.88 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. 2020-21માં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ઇમ્પોર્ટ પર 37806 કરોડ રૂપિયાની કસ્ટમ ડ્યૂટી વસુલવામાં આવી છે. જ્યારે સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીથી 4.13 લાખ કરોડની કમાણી થઈ અને પેટ્રોલિયમ પ્રોડક્ટથી ઇમ્પોર્ટ પર કસ્ટ ડ્યૂટી તરીકે 46000 કરોડની કમાણી થઈ છે.
ટેક્સ અને સેસ ઘટાડાવની માગ વધી
પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર એક્સાઈઝ ડ્યૂટી તરીકે 2.42 લાખ કરોડ રૂપિયા વસુલવામાં આવ્ય છે. આરટીઆઈ દ્વારા આ જાણકારી સામે આવી છે. જ્યારે દેશના અલગ અલગ ભાગમાં ક્રૂડની કિંમતને લઈને પ્રદર્શન થઈ રહ્યા છે. સરકાર પર પેટ્રોલ ડીઝલ પર ટેક્સ અને સેસ ઘટાડાવની માગ વધી છે.
વિતેલા 7 વર્ષમાં કેટલી વધી કિંમત ?
દર વર્ષે પેટ્રોલ ડિઝલ મોંઘા થતા જઈ રહ્યા છે. પરંતુ વિતેલા સાત વર્ષમાં કિંમતમાં ધરખમ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ ડિઝલમાં 30-35 રૂપિયા પ્રતિ લિટર વધારો જોવા મળ્યો છે.
2014-15- પેટ્રોલ 66.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 50.32 રૂપિયા પ્રતિ લિટર
2015-16- પેટ્રોલ 61.41 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 46.87 રૂપિયા પ્રતિ લિટર
2016-17- પેટ્રોલ 64.70 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 53.28 રૂપિયા પ્રતિ લિટર
2017-18- પેટ્રોલ 69.19 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 59.08 રૂપિયા પ્રતિ લિટર
2018-19- પેટ્રોલ 78.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 69.18 રૂપિયા પ્રતિ લિટર
2019-20- પેટ્રોલ 71.05 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 60.02 રૂપિયા પ્રતિ લિટર
2020-21- પેટ્રોલ 76.32 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 66.12 રૂપિયા પ્રતિ લિટર