શોધખોળ કરો
Advertisement
ગુજરાતની કઈ જાણીતી ટોચની કંપનીના ચેરમેને અચાનક રાજીનામું આપી દીધું? જાણો વિગત
કંપનીએ આ અંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સેબીના નિયમોને આધીન આ રાજીનામું આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કંપનીના અન્ય બે ઈન્ડીપેન્ડન્ટ ડિરેક્ટર્સ જીગ્નેશ શાહ અને મલય મહાદેવીયાએ પણ રાજીનામાં આપ્યા છે જેનો બોર્ડ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે.
અમદાવાદ: આઈસ્ક્રીમ બનાવતી વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન પદેથી રાજેશ ગાંધીએ અચાનક રાજીનામું આપી દીધું હતું. કંપનીએ બોમ્બે સ્ટોક એક્ષચેન્જ અને નેશનલ સ્ટોક એક્ષચેન્જ પર આ માહિતીની જાણકારી આપતા જણાવ્યું હતું કે, 22 જુલાઈની અસરથી નવા ચેરમેન તરીકે કંપનીના ઈન્ડીપેન્ડન્ટ ડિરેક્ટર વિજય શાહની નિમણુંક કરવામાં આવી છે.
કંપનીએ આ અંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સેબીના નિયમોને આધીન આ રાજીનામું આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કંપનીના અન્ય બે ઈન્ડીપેન્ડન્ટ ડિરેક્ટર્સ જીગ્નેશ શાહ અને મલય મહાદેવીયાએ પણ રાજીનામાં આપ્યા છે જેનો બોર્ડ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે.
કંપનીએ બીએસઈ ફાઈલીંગમાં કહ્યું હતું કે, આ બન્ને ડિરેક્ટરોએ પોતાના રાજીનામાંમાં એમ પણ કહ્યું હું કે, બોર્ડ ઓફ ડિરેક્ટર અને કમિટી મિટીંગમાં તેમના માટે પ્રતિકુળ વાતાવરણ ઉભું થયું હતું જેના કારણે હવે કંપની સાથે જોડાઈ રહેવું તેમના માટે મુશ્કેલ છે તેથી તેઓએ રાજીનામાં આપ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement