શોધખોળ કરો

ઇ-વૉલેટ્સ મારફતે ઉપયોગ કરી શકાશે પીએફ ક્લેમના રૂપિયા, જાણો ક્યારથી મળશે સુવિધા?

PF Claims E Wallets: ભારતમાં જેટલા પણ લોકો નોકરી કરે છે એ તમામના પીએફ એકાઉન્ટ છે.

PF Claims E-Wallets: ભારતમાં જેટલા પણ લોકો નોકરી કરે છે એ તમામના પીએફ એકાઉન્ટ છે. કર્મચારીઓના પગારના 12 ટકા પીએફ ખાતામાં જમા થાય છે. તો એટલી જ રકમ એટલે કે 12 ટકા પણ કંપની એટલે કે એમ્પ્લોયર દ્વારા જમા કરવામાં આવે છે. તમને તમારા પીએફ ખાતામાં જમા રકમ પર વ્યાજ પણ આપવામાં આવે છે. અને જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે તમારા પીએફ ખાતામાં રહેલી રકમ પણ ઉપાડી શકો છો.

EPFOની વેબસાઈટ પર જઈને PF ખાતામાંથી પૈસા ઉપાડવા માટે ક્લેમ કરી શકાય છે. 7 થી 10 દિવસમાં ક્લેમ તમારા લિંક એકાઉન્ટમાં જમા થઈ જશે. જોકે હવે EPFO ​​એટીએમ કાર્ડ દ્વારા પણ પીએફની રકમ ઉપાડવાની સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે. તો હવે બીજું અપડેટ આવ્યું છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએફ એકાઉન્ટમાંથી ક્લેમની રકમ હવે ઈ-વોલેટ દ્વારા પણ વાપરી શકાશે.

તમે ઈ-વોલેટ દ્વારા ક્લેમના નાણાનો ઉપયોગ કરી શકશો

હાલમાં જો કોઈ પીએફ ખાતાધારક તેના પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવા માંગે છે તો તેણે તેનો ઓનલાઈન ક્લેમ કરવો પડશે. આ પછી 7 થી 10 દિવસમાં ક્લેમ સેટલ થાય છે. જે પછી પૈસા લિંક્ડ બેન્ક ખાતામાં પહોંચે છે, પરંતુ હવે પીએફ ખાતાધારકોને EPFO ​​તરફથી ઘણી સુવિધાઓ મળી શકે છે. કારણ કે હવે ક્લેમની પ્રક્રિયામાં ફેરફાર કરી શકાશે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO ​​અને કર્મચારી રાજ્ય વીમા નિગમ એટલે કે ESIC ના સભ્યો હવે ક્લેમની રકમનો ઉપયોગ કરવા માટે ઈ-વોલેટનો ઉપયોગ કરી શકશે. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ સુમિતા ડાવરાએ ગઈકાલે એટલે કે 18મી ડિસેમ્બરના રોજ આ માહિતી આપી હતી.

ATM મારફતે રૂપિયા ઉપાડી શકશે

આ અંગે વધુ વાત કરતા તેમણે કહ્યું કે હાલમાં પીએફ ક્લેમ બાદ ઓટો સેટલમેન્ટની રકમ પીએફ એકાઉન્ટમાંથી લિંક્ડ બેન્ક એકાઉન્ટમાં જાય છે. જેનો ઉપયોગ લોકો ATM કે બેન્કમાં ગયા પછી કરે છે. તો તેની સાથે આવતા વર્ષથી પીએફ ક્લેમની રકમ સીધી એટીએમમાંથી ઉપાડી લેવામાં આવશે. અને આ સાથે તેમણે કહ્યું કે હવે પીએફ ક્લેમની રકમ પણ ઈ-વોલેટ પર મોકલી શકાશે. આ માટે બેન્કર્સ સાથે વાતચીત શરૂ થઈ ગઈ છે. ટૂંક સમયમાં યોજના પણ બનાવવામાં આવશે.

EPFO Deadline Extended: EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો

ટોપ સ્ટોરી

Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત
Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
NPS, LPG, FDથી લઈને ATM સુધી... આજથી બદલાઈ રહ્યા છે 10 મોટા નિયમ
NPS, LPG, FDથી લઈને ATM સુધી... આજથી બદલાઈ રહ્યા છે 10 મોટા નિયમ
Post Office NSC: ₹1,000 થી શરૂ કરો રોકાણ, 5 વર્ષમાં ફક્ત વ્યાજથી મળશે ₹6.73 લાખ!
Post Office NSC: ₹1,000 થી શરૂ કરો રોકાણ, 5 વર્ષમાં ફક્ત વ્યાજથી મળશે ₹6.73 લાખ!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
હવે દર શનિવારે બેંકો રહેશે બંધ,કેન્દ્ર સરકારે ફાઈવ ડે વીક માટેનું બહાર પાડ્યું ગેઝેટ
હવે દર શનિવારે બેંકો રહેશે બંધ,કેન્દ્ર સરકારે ફાઈવ ડે વીક માટેનું બહાર પાડ્યું ગેઝેટ
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા
સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત
Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત
Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા
Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા
Embed widget