શોધખોળ કરો

CNG-PNG Prices Hike: CNGના ભાવમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો, જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે

ગેસના ભાવ વધારાના કારણે એપ્રિલ મહિનાથી રસોડામાં ભોજન રાંધવાથી લઈને વીજળી અને ટ્રાન્સપોર્ટના ખર્ચમાં વધારો થવા જઈ રહ્યો છે.

અમદાવાદઃ ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. ગઈકાલે નેચરલ ગેસના ભાવમાં વધારો થયા બાદ આજે અદાણી ગેસે સીએનજી અને પીએનજીના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે પીએનજીના ભાવમાં અંદાજે પ્રતિ એમએમબીટીયુ 120 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

આજે સીએનજીના ભાવમાં વધારો કર્યા બાદ ગુજરાતમાં સીએનજીનો નવો ભાવ 79.59 રૂપિયાએ પહોંચી ગયો છે. આ પહેલા જૂનો ભાવ પ્રતિ કિલો 74. 59 રૂપિયા હતો. આ પહેલા છેલ્લે 24 એપ્રિલ એટલે કે એક સપ્તાહ પહેલા પ્રતિ કિલો સીએજીના ભાવમાં 1.5 રૂપિયાનો વધારો થયો હતો.

નેચરલ ગેસની નવી કિંમત 

સીએનજીથી લઈને પીએનજી મોંઘી થઈ શકે છે. કારણ કે ઘરેલુ ગેસના ભાવમાં બમણાથી વધુનો વધારો કરવામાં આવ્યો છે. 1 એપ્રિલ, 2022થી સ્થાનિક કુદરતી ગેસના ભાવ વધીને $6.10 પ્રતિ mmBtu થઈ ગયા છે. નવી કિંમત 1 એપ્રિલથી છ મહિના માટે લાગુ થશે. હાલમાં, સ્થાનિક કુદરતી ગેસની કિંમત $2.9 પ્રતિ mmBtu છે. વધુમાં, સરકારે ડીપ ફિલ્ડમાંથી પ્રાકૃતિક ગેસની કિંમત વધારીને $9.92 પ્રતિ mmBtu કરી છે.

ગેસના ભાવ વધારાના કારણે એપ્રિલ મહિનાથી રસોડામાં ભોજન રાંધવાથી લઈને વીજળી અને ટ્રાન્સપોર્ટના ખર્ચમાં વધારો થવા જઈ રહ્યો છે. વાસ્તવમાં, આંતરરાષ્ટ્રીય બજારોમાં કુદરતી ગેસની કિંમતોમાં ભારે વધારાને કારણે ગેસની કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વાસ્તવમાં, કોવિડ 19 રોગચાળા પછી ગેસની માંગ વધી છે, પરંતુ તે પ્રમાણમાં ઉત્પાદન વધ્યું નથી, જેના કારણે ગેસના ભાવમાં વધારો થયો છે. સ્થાનિક ઉદ્યોગ આયાતી એલએનજી માટે સમાન ઊંચી કિંમત ચૂકવી રહ્યો છે, જેની કિંમત ક્રૂડ ઓઇલ સાથે જોડાયેલી છે. મોંઘા એલએનજીએ રિફાઈનરીઓ અને પાવર કંપનીઓને મુશ્કેલીમાં મુકી છે.

એપ્રિલ અને ઓક્ટોબર મહિનામાં દર છ મહિને ગેસના ભાવની સમીક્ષા કરવામાં આવે છે. નેચરલ ગેસના ભાવ પ્રતિ યુનિટ $2.9 થી વધીને $6.1 પ્રતિ યુનિટ થયા છે. તમને જણાવી દઈએ કે કુદરતી ગેસની કિંમતમાં એક ડોલરનો વધારો થાય છે તો CNGની કિંમતમાં પ્રતિ કિલો 4.5 રૂપિયાનો વધારો થાય છે. આ રીતે CNGની કિંમતમાં પ્રતિ કિલો 15 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. તેથી ઘરોમાં વીજળીથી સપ્લાય કરવામાં આવતી PNGની કિંમતમાં પણ વધારો થશે. સરકાર પર ખાતર સબસિડી બિલના ખર્ચનો બોજ પણ વધશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર

અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત

Krishna Janmashtami 2025: આજે કૃષ્ણ જન્માષ્ટમી, જાણો પૂજા મુહૂર્તથી લઈને સામગ્રી, વિધિ સુધીની બધી માહિતી

એશિયા કપમાંથી રિંકુ સિંહનું પત્તુ કપાશે! શુભમન ગિલનું પણ બહાર થવું લગભગ નક્કી? જાણો લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Independence Day at Sea : પોરબંદરના દરિયામાં આન-બાન-શાન સાથે લહેરાયો તિરંગો, જુઓ અહેવાલ
Gujarat Politics : ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું, કોંગ્રેસના આરોપ પર ભાજપનો વળતો પ્રહાર
Gujarat Rain Data : આજે ગુજરાતના 55 તાલુકામાં પડ્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો નોંધાયો વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ફાસ્ટેગ આજથી કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : મોટાપાથી આઝાદી ક્યારે?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
Krishna Janmashtami 2025: આજે કૃષ્ણ જન્માષ્ટમી, જાણો પૂજા મુહૂર્તથી લઈને સામગ્રી, વિધિ સુધીની બધી માહિતી
Krishna Janmashtami 2025: આજે કૃષ્ણ જન્માષ્ટમી, જાણો પૂજા મુહૂર્તથી લઈને સામગ્રી, વિધિ સુધીની બધી માહિતી
એશિયા કપમાંથી રિંકુ સિંહનું પત્તુ કપાશે! શુભમન ગિલનું પણ બહાર થવું લગભગ નક્કી? જાણો લેટેસ્ટ અપડેટ
એશિયા કપમાંથી રિંકુ સિંહનું પત્તુ કપાશે! શુભમન ગિલનું પણ બહાર થવું લગભગ નક્કી? જાણો લેટેસ્ટ અપડેટ
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું

Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી

રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી

IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાં નહીં મળે સ્થાન? આ 5 ખેલાડીઓ પર મોટો ખતરો

Embed widget