Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
દેશના ચાર રાજ્યો માટે કુલ 105 નિરીક્ષકોની યાદી જાહેર કરવામાં આવી છે

કોંગ્રેસ અધ્યક્ષ દ્ધારા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત દેશના ચાર રાજ્યો માટે કુલ 105 નિરીક્ષકોની યાદી જાહેર કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ નિર્ણયમાં ગુજરાત કોંગ્રેસના 12થી વધુ નેતાઓને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિરીક્ષકો તાત્કાલિક અસરથી સંબંધિત રાજ્યોમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ (DCC)ના પ્રમુખોની પસંદગી પ્રક્રિયામાં ભાગ લેશે.
Hon'ble Congress President has approved the proposal for the appointment of AICC Observers, as enclosed, as part of the Sangathan Srijan Abhiyan for the following States, for the selection of DCC Presidents, with immediate effect. pic.twitter.com/DaKssqWcQi
— AICC Communications (@AICCMedia) August 15, 2025
કોંગ્રેસે ચાર રાજ્યો માટે એઆઈસીસી નિરીક્ષકોની નિમણૂક કરી હતી. ગુજરાતના 10થી વધુ નેતાઓને જવાબદારી સોંપાઈ હતી. ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, અમીબેન યાજ્ઞિકની નિમણૂક કરવામાં આવી હતી. તે સિવાય હિંમતસિંહ પટેલ, લાલજીભાઈ દેસાઈ, ઇમરાન ખેડાવાલાને પણ જવાબદારી સોંપવામાં આવી હતી. તમામ નેતાઓ પંજાબ, ઉતરાખંડ, ઝારખંડ અને ઓરિસ્સામાં જવાબદારી નિભાવશે.
— AICC Communications (@AICCMedia) August 15, 2025
ભરતસિંહ સોલંકી અને લાલજી દેસાઈને પંજાબની જવાબદારી સોંપવામાં આવી છે. ઉત્તરાખંડમાં જગદીશ ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ અને અમૃત ઠાકોરને જવાબદારી સોંપાઈ હતી. ઇમરાન ખેડાવાલા, અમી યાજ્ઞિક અને આનંદ પટેલને ઝારખંડની જવાબદારી સોંપવામાં આવી હતી. ઓડિશા માટે બિમલ શાહનો પણ કરવામાં સમાવેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્તરે સંગઠનને મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના નેતાઓને રાષ્ટ્રીય કક્ષાએ મહત્વની જવાબદારીઓ મળી હતી.
આ નિમણૂકમાં ગુજરાતના 10થી વધુ દિગ્ગજ નેતાઓને સ્થાન મળ્યું છે, જેમાં ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, અમીબેન યાજ્ઞિક, હિંમતસિંહ પટેલ, લાલજીભાઈ દેસાઈ, અનંતભાઈ પટેલ, હિંમતસિંહભાઈ પટેલ, અમૃતજી ઠાકોર, ઇમરાન ખેડાવાલા, બિમલભાઈ શાહ અને પલક વર્માનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. પંજાબ માટે કુલ 29 નિરીક્ષકોની યાદી તૈયારી કરાઇ છે. જેમાં ગુજરાતના બે નેતા, ભરતસિંહ સોલંકી અને લાલજી દેસાઈનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્તરાખંડ માટે કુલ 26 નિરીક્ષકોની યાદી તૈયાર કરાઇ છે જેમાં જગદીશ ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ, અને અમૃત ઠાકોર સહિત ગુજરાતના પાંચ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતના નેતાઓને રાષ્ટ્રીય કક્ષાએ મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.





















