શોધખોળ કરો
Advertisement
શેરબજારમાં કોરોનાનો કહેર, માત્ર ત્રણ જ દિવસમાં રોકાણકારોના 9 લાખ કરોડ રૂપિયા થઈ ગયા સ્વાહા
છેલ્લા ત્રણ કારોબારી દિવસમાં સેન્સેક્સમાં 5000 પોઇન્ટનો કડાકો બોલી ચુક્યો છે, જ્યારે નિફ્ટીમાં પણ 1500 પોઇન્ટનો ઘટાડો થયો છે.
મુંબઈઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કહેર વધી રહ્યો છે. જેની અસર ભારત સહિત વિશ્વભરના શેરબજાર પર જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ કારોબારી દિવસમાં સેન્સેક્સમાં 5000 પોઇન્ટનો કડાકો બોલી ચુક્યો છે, જ્યારે નિફ્ટીમાં પણ 1500 પોઇન્ટનો ઘટાડો થયો છે.
સેન્સેક્સ 29,000થી નીચે પહોંચ્યો
બુધવારે ભારતીય શેરબજારની શરૂઆત વધારા સાથે થઈ હતી. પરંતુ માર્કેટ બંધ થવાની થોડી મિનિટો પહેલા તીવ્ર કડકો બોલ્યો હતો. કારોબારના છેલ્લા કલાકમાં સેન્સેક્સ 1900 પોઇન્ટના ગાબડા સાથે 29,000થી નીચે આવી ગયો હતો, જ્યારે નિફ્ટી પણ 460 પોઇન્ટ ઘટીને 8500 પોઇન્ટ પર પહોંચી ગયો છે. 18 માર્ચ, 2020 બુધવારે સેન્સેક્સ 1709.58 પોઇન્ટ (-5.59%)ના ઘટાડા સાથે 28,869.51 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 498.25 પોઇન્ટ (-5.56%) ઘટીને 8468.80 પર બંધ રહી હતી.
ચાલુ સપ્તાહના ત્રણ કારોબારી દિવસમાં રોકાણકારોના કેટલા ડૂબ્યા
ચાલુ સપ્તાહના શરૂઆતના ત્રણ કારોબારી દિવસમાં રોકાણકારોના આશરે નવ લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. બીએસઈ ઈન્ડેક્સ પર માર્કેટ કેપ સોમવારે 1,21,63,952.59 કરોડ રૂપિયા હતી પરંતુ બુધવારે બજાર થયા બાદ ઘટીને 1,13,64,118.31 કરોડ રૂપિયા થઈ હતી. બીએસઈ ઈન્ડેક્સના માર્કેટ કેપના આધારે જ રોકાણકારોની મૂડીમાં ઘટાડાની ગણતરી થાય છે.
સેન્સેક્સમાં બોલેલા સૌથી મોટા કડાકા
Coronavirus: ભારત પ્રવાસ પડતો મુકીને પરત ફરેલી સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમને લઈ બોર્ડે લીધો મોટો ફેંસલો, 14 દિવસ અલગ રહેવાનો કરાયો આદેશ
ક્રૂડના ગગડતા ભાવથી પેટ્રોલમાં 12 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે, પણ........
તારીખ | કડાકો |
12 માર્ચ, 2020 | 2919 |
16 માર્ચ, 2020 | 2713 |
9 માર્ચ, 2020 | 1942 |
18 માર્ચ, 2020 | 1709 |
24 ઓગસ્ટ, 2015 | 1624 |
28 ફેબ્રુઆરી, 2020 | 1448 |
21 જાન્યુઆરી, 2008 | 1408 |
24 ઓક્ટોબર, 2008 | 1070 |
2 ફેબ્રુઆરી, 2020 | 987 |
17 માર્ચ, 2008 | 951 |
3 માર્ચ, 2008 | 900 |
17 માર્ચ, 2020 | 810.98 |
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement