શોધખોળ કરો
Advertisement
સરકાર મદદ નહીં કરે તો દેશમાં આગામી 6 મહિનામાં 60 લાખ નોકરી પર સર્જાશે જોખમ, 30% રિટેલ દુકાનો થશે બંધ
દેશમાં રિટેલ ઉદ્યોગમાં આશરે 60 લાખ લોકો કાર્યરત છે અને રાજગોપાલન મુજબ તે પૈકી મોટાભાગના સંકટમાં છે.
નવી દિલ્હીઃ Lockdown દરમિયાન રિટેલ (છૂટક) કારોબારીઓની મદદ નહીં કરવામાં આવે તો આશરે 30 ટકા રિટેલ કારોબાર બંધ થઈ જશે. રિટેલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના સીઈઓ રાજગોપાલને રવિવારે કહ્યું કે, રિટેલ કારોબાર ફેબ્રુઆરીથી પ્રભાવિત થયો છે અને ગત મહિને જે સામાન્ય કારોબારનો 50-60 ટકા હતો અને માર્ચમાં લગભગ શૂન્ય થઈ ગયો છે.
રાજગોપાલને કહ્યું કે, રિટેલ કારોબારીઓની આવી જ હાલત રહેશે તો તેમનો ખર્ચ કેવી રીતે નીકળશે. કારણકે તેમનો 85 ટકા ખર્ચ ફિક્સ જ હોય છે. જો સરકાર હસ્તક્ષેપ નહીં કરે તો હું સમજું છું કે 30 ટકા રિટેલ કારોબારી આગામી 6 મહિનામાં બજારમાંથી બહાર થઈ જશે. અમારી સંસ્થાએ પ્રોત્સાહન પેકેજ માટે સરકારે પત્ર લખ્યો છે.
દેશમાં રિટેલ ઉદ્યોગમાં આશરે 60 લાખ લોકો કાર્યરત છે અને રાજગોપાલન મુજબ તે પૈકી મોટાભાગના સંકટમાં છે. જો સરકાર દ્વારા કોઈ વિશેષ જાહેરાત નહીં કરવામાં આવે તો રિટેલ ઉદ્યોગકારોની કમર ભાંગી જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement