શોધખોળ કરો

CIBIL score: 750થી ઉપર રાખવા માંગો છો ક્રેડિટ સ્કોર, ક્રેડિટકાર્ડના ઉપયોગ સમયે રાખો આ ધ્યાન

ક્રેડિટકાર્ડનો ઉપયોગ લગભગ દરેક વ્યક્તિ કરે છે. ક્રેડિટ કાર્ડની મદદથી તમે શોપિંગ અને રોજિંદા ખર્ચ પર રિવર્ડ મેળવી શકો છો.

ક્રેડિટકાર્ડનો ઉપયોગ લગભગ દરેક વ્યક્તિ કરે છે. ક્રેડિટ કાર્ડની મદદથી તમે શોપિંગ અને રોજિંદા ખર્ચ પર રિવર્ડ મેળવી શકો છો, પરંતુ ઘણી વખત એવું જોવા મળે છે કે વિવિધ કારણોસર ક્રેડિટ કાર્ડના ઉપયોગને કારણે CIBIL અથવા ક્રેડિટ સ્કોર નીચે જાય છે, જેના કારણે તમારી લોન એપ્લિકેશન અથવા  લોન રિજેક્ટ કરવામાં  આવે છે અથવા લોન ખૂબ ઊંચા વ્યાજદરે આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે કેટલીક સાવચેતી રાખવી જોઈએ, જેથી તમારો ક્રેડિટ સ્કોર ઓછો ન થાય.

ક્રેડિટકાર્ડનો ઉપયોગ ઓછો રાખો

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે વ્યક્તિએ હંમેશા ક્રેડિટ ઉપયોગ રેશ્યોને ધ્યાનમાં રાખવું જોઈએ. તમારા કોઈપણ ક્રેડિટ કાર્ડનો યૂટિલાઈનજેશ રેશ્યો 30 ટકાથી વધુ ન હોવો જોઈએ. જો તે આનાથી વધી જાય તો તે તમારા ક્રેડિટ સ્કોર પર નકારાત્મક અસર કરે છે. જો તમે એક મહિનામાં તમારી ક્રેડિટ લિમિટના 30 ટકાથી વધુનો ઉપયોગ કર્યો હોય, તો તમે સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવે તે પહેલાં થોડી રકમ ચૂકવીને ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયો ઘટાડી શકો છો.

સમયસર બિલ ચૂકવો

ક્રેડિટ કાર્ડના બિલ સમયસર ભરવા જોઈએ. જો તમે કોઈ બિલમાં વિલંબ કરો છો અથવા નિયત તારીખ પછી તેને જમા કરો છો, તો તેની અસર તમારા ક્રેડિટ સ્કોર પર લાંબા સમય સુધી રહે છે. આ કારણોસર, લોનનો કોઈ હપ્તો મોડો ચૂકવવો જોઈએ નહીં.

એકથી વધુ અનસિક્યોર્ડ લોન ન લો

વ્યક્તિએ એક કરતાં વધુ પર્સનલ લોન ન લેવી જોઈએ કારણ કે જ્યારે તમે વારંવાર પર્સનલ લોન લો છો, ત્યારે બેંક તમને આર્થિક રીતે અસ્થિર વ્યક્તિ માને છે અને તેની સીધી નકારાત્મક અસર તમારા ક્રેડિટ સ્કોર પર પડે છે.

જૂના ક્રેડિટ કાર્ડ બંધ ન કરો

ઘણી વખત લોકો તેમના જૂના ક્રેડિટ કાર્ડને બંધ કરી દે છે કારણ કે તેઓ ઉપયોગમાં નથી. આના કારણે, તે ક્રેડિટ કાર્ડ સંબંધિત તેમનો તમામ નાણાકીય વ્યવહાર સમાપ્ત થઈ જાય છે અને  ક્રેડિટ સ્કોરને નકારાત્મક અસર થાય છે. 

સારો ક્રેડિટ સ્કોર તમારા માટે નફાકારક સોદો સાબિત થઈ શકે છે. સામાન્ય રીતે 750 થી વધુનો ક્રેડિટ સ્કોર સારો માનવામાં આવે છે. ઉચ્ચ CIBIL સ્કોર સાથે, તમારી લોન ઝડપથી મંજૂર થાય છે. આ સાથે બેંકની નજરમાં તમારી પ્રતિષ્ઠા પણ સારી રહે છે.

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં ₹1 લાખ રોકવા છે? જાણો RD, TD અને NSC માં ક્યાં મળશે સૌથી વધારે વ્યાજ દર
પોસ્ટ ઓફિસમાં ₹1 લાખ રોકવા છે? જાણો RD, TD અને NSC માં ક્યાં મળશે સૌથી વધારે વ્યાજ દર
ખાતામાં અચાનક પૈસા આવ્યા? પરત કરતાં પહેલાં સાવધાન, SBI એ આપી મોટી ચેતવણી
ખાતામાં અચાનક પૈસા આવ્યા? પરત કરતાં પહેલાં સાવધાન, SBI એ આપી મોટી ચેતવણી
Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ
Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ
પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!
પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Embed widget