શોધખોળ કરો
Advertisement
ડિ-માર્ટના માલિક દામાણી દેશના કયા ક્રમના શ્રીમંત બન્યા? રાતોરાત કયા નંબરે પહોંચ્યા?
એવન્યુ સુપર માર્કેટ 21 માર્ચ 2017ના રોજ લિસ્ટ થઈ હતી. ત્યારે કંપનીની કુલ મૂડી 40 હજાર કરોડ રૂપિયા હતી. અત્યાર સુધીમાં તેના શેરના ભાવમાં 290 ટકાનો વધારો થઈ ગયો છે
મુંબઈ: એવન્યુ સુપર (ડી માર્ટ) માર્કેટના માલિક રાધાકૃષ્ણ દામાણી દેશના બીજા ક્રમના સૌથી શ્રીમંત વ્યક્તિ બન્યા છે. ફોર્બ્સની રિયલ ટાઈમ નેટવર્થ યાદી પ્રમાણે, શુક્રવારે દામાણીની સંપત્તિ 1.27 લાખ કરોડ પર પહોંચી ગઈ હતી. ડીમાર્ટની ચેઈન ચલાવનાર તેમની કંપની એવન્યુ સુપર માર્કેટમાં તેમના પરિવારનો હિસ્સો 80 ટકા છે. મહત્વની વાત છે કે, ફેબ્રુઆરી મહિનામાં ડી માર્ટના શેરમાં પણ જંગી ઉછાળો મળ્યો હતો.
5 ફેબ્રુઆરીએ તેમણે શેરહોલ્ડિંગ ઘટાડીને 77.27 ટકા કરવાની જાહેરાત કરી હતી. જેના કારણે શુક્રવારે કંપનીના શેરનો ભાવ માત્ર અડધો ટકો ઉછળ્યો હતો પરંતુ બીજી ઘણી કંપનીઓમાં તેમના શેરની વેલ્યુ વધતાં તેમની અંગત સંપત્તિમાં રૂપિયા 800 કરોડનો વધારો થયો હતો.
છેલ્લા ત્રણ દિવસમાં તેમના શેરની કિંમત 10 હજાર કરોડ રૂપિયા સુધી વધી છે. જોકે બીજા નંબરે પહોંચેલા દામાણીને આગળ જવા બહુ લાંબી મજલ કાપવી પડશે. કારણ કે એશિયા અને દેશના સૌથી શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાણી દામાણીથી ત્રણ ગણી એટલે કે 4.13 લાખ કરોડની સંપત્તિ ધરાવે છે.
એવન્યુ સુપર માર્કેટ 21 માર્ચ 2017ના રોજ લિસ્ટ થઈ હતી. ત્યારે કંપનીની કુલ મૂડી 40 હજાર કરોડ રૂપિયા હતી. અત્યાર સુધીમાં તેના શેરના ભાવમાં 290 ટકાનો વધારો થઈ ગયો છે. એ હિસાબે 3 વર્ષ અગાઉ આ કંપનીમાં જેમણે રૂ.1 લાખનું રોકાણ કર્યું હોય તો તેની કિંમત આજે 8.31 લાખ રૂપિયા થઈ જાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
અમદાવાદ
ધર્મ-જ્યોતિષ
Advertisement
gujarati.abplive.com
Opinion