શોધખોળ કરો

Deltatech Gaming IPO: કેસિનો ઓપરેટર ડેલ્ટા કોર્પની ગેમિંગ કંપની Deltatech લાવશે IPO, સેબી પાસે માંગી મજૂરી

Deltatech Gaming IPO: ડેલ્ટાટેક ગેમિંગ એ કેસિનો ઓપરેટર ડેલ્ટા કોર્પની પેટાકંપની છે.ડેલ્ટાટેક ગેમિંગ IPO દ્વારા રૂ. 550 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

Deltatech Gaming IPO: ડેલ્ટા કોર્પની ગેમિંગ કંપની ડેલ્ટાટેક IPO લાવવાની તૈયારી કરી રહી છે. ડેલ્ટાટેક ગેમિંગે IPO લાવવા માટે સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યું છે. ડેલ્ટાટેક ગેમિંગ IPO દ્વારા રૂ. 550 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

550 કરોડનો IPO

ડેલ્ટાટેક ગેમિંગ એ કેસિનો ઓપરેટર ડેલ્ટા કોર્પની પેટાકંપની છે. ડેલ્ટાટેક ગેમિંગે IPO લાવવા માટે 16 જૂન, 2022ના રોજ સેબીમાં ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યું છે. આ IPO ઓફરમાં રૂ. 300 કરોડનો ઇશ્યુ જારી કરવામાં આવશે, જ્યારે રૂ. 250 કરોડની ઓફર ફોર સેલ દ્વારા શેર વેચવામાં આવશે. DeltaTech ગેમિંગ Adda52 અને Adda.games પ્લેટફોર્મ દ્વારા વાસ્તવિક મની ગેમિંગ ઓફર કરે છે અને નાણાકીય વર્ષ 2021-22 ના અંત સુધીમાં 5.5 મિલિયન નોંધાયેલા વપરાશકર્તાઓ છે.

ડેલ્ટા કોર્પે આ કંપનીને 2017માં ખરીદી હતી

ડેલ્ટાટેક ગેમિંગનું નામ પહેલા ગૌસિયન નેટવર્ક હતું જેને ડેલ્ટા કોર્પ દ્વારા 2017માં 224 કરોડ રૂપિયામાં ખરીદી હતી. ડેલ્ટા કોર્પ બજારની અગ્રણી કેસિનો ઓપરેટર કંપની છે. જે ઓનલાઈન ગેમિંગ, હોસ્પિટાલિટી, રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ હાજર છે.

ડેલ્ટા કોર્પ સ્ટોક સ્થિતિ

ડેલ્ટા કોર્પનો શેર હાલમાં રૂ. 171 પર ટ્રેડ થઈ રહ્યો છે. બજારમાં મંદીનો માર પણ તેને સહન કરવો પડ્યો છે. ડેલ્ટા કોર્પ સ્ટોકનો 52-સપ્તાહનો ટોચ રૂ. 339  અને નાચલું સ્તર રૂ. 162.70 છે.

શેરબજાર 52 સપ્તાહની નીચી સપાટીએ, જાણો સ્ટોક માર્કેટમાં કેમ આટલો મોટો કડાકો બોલી ગયો

ભારતીય શેરબજારોમાં ગુરુવારે જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો હતો અને બેન્ચમાર્ક સૂચકાંકો 16 જૂને 52-સપ્તાહની નીચી સપાટીએ બંધ થયા હતા. BSE સેન્સેક્સ 1,046 પોઈન્ટ ઘટીને 51,495.79 પર જ્યારે નિફ્ટી 50 (Nifty50) 331.55 પોઈન્ટ ઘટીને 15,360.60 પર બંધ થયો હતો. બજારમાં મંદીનો આ ભૂકંપ એટલો જોરદાર હતો કે NSE પર નોંધાયેલા દરેક શેરની સરખામણીમાં 7 શેર ઘટાડા સાથે બંધ થયા હતા.

બજારના નિષ્ણાતો શેરબજારમાં જબરદસ્ત ઘટાડા માટે વૈશ્વિક સ્થિતિને કારણ માની રહ્યા છે. તેમનું કહેવું છે કે યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો, વૈશ્વિક શેરબજારોમાં ઘટાડો અને ક્રૂડ ઓઈલની વધતી કિંમતો જેવા કારણો ભારતીય શેરબજાર પર સતત દબાણ બનાવી રહ્યા છે અને તે આગળ પણ ચાલુ રહી શકે છે.

યુએસ ફેડ વ્યાજ દરમાં વધારો કરે છે

સમાચાર મુજબ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની અસર લગભગ દરેક દેશના શેરબજાર પર પડી છે. યુએસ સેન્ટ્રલ બેંકે વ્યાજ દરમાં 0.75 ટકાનો વધારો કર્યો છે. 1994 પછી વ્યાજદરમાં આ સૌથી મોટો વધારો છે. મોર્ગન સ્ટેન્લી આમાં વધુ વૃદ્ધિની અપેક્ષા રાખે છે. તેમના મતે આ વર્ષના અંત સુધીમાં વ્યાજ દર વધીને 2.625 ટકા થઈ શકે છે. અમેરિકામાં મંદીના ભયથી વૈશ્વિક બજારો ભયભીત છે અને ભારતીય બજાર પણ તેનાથી અછૂત નથી.

એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ અઠવાડિયે બેન્ક ઓફ ઈંગ્લેન્ડ સતત પાંચમી વખત વ્યાજદરમાં વધારો કરી શકે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ફેડરલ રિઝર્વના માર્ગને અનુસરીને, બેન્ક ઓફ ઈંગ્લેન્ડ અડધા ટકાનો વધારો કરી શકે છે. ઈંગ્લેન્ડમાં એપ્રિલમાં ફુગાવો વધીને 40 વર્ષની ટોચે પહોંચી ગયો છે.

વૈશ્વિક બજારોમાં ઘટાડો

ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાના નિર્ણયને કારણે વૈશ્વિક બજારોમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. સમાચાર લખાય છે ત્યાં સુધીમાં, જર્મનીનો DAX 2 ટકા, બ્રિટનનો FTSE 1.4 ટકા અને ફ્રાન્સનો CAC 1.6 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. ચીન, હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા અને જાપાનના બજારોમાં આજે 0.4 ટકાથી 2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. તેની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી હતી.

ક્રૂડ ઓઈલના ભાવ

પુરવઠાના અવરોધને કારણે તેલના ભાવ ઊંચા રહે છે. ઈન્ટરનેશનલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.3 ટકા વધીને $119 પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે યુએસ ક્રૂડ ઓઈલ 0.4 ટકા વધીને $115.8 પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે. ક્રૂડના ભાવમાં સતત વધારાથી રોકાણકારો પણ ડરી ગયા છે.

FII વેચવાલી

ભારતીય બજારમાં વિદેશી સંસ્થાઓ સતત નવમા મહિને વેચવાલી કરતી જોવા મળી રહી છે. જૂનમાં અત્યાર સુધીમાં તેણે 31,000 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે. FII એ છેલ્લા પાંચ મહિનામાં રૂ. 2.2 લાખ કરોડ પાછા ખેંચ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: રાજ્યમાં  આગામી 3 કલાકમાં ભારે અહીં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Weather: રાજ્યમાં આગામી 3 કલાકમાં ભારે અહીં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Rajkot Rain: સામાન્ય વરસાદમાં રાજકોટ મનપાની ખુલી પોલ, રાજમાર્ગો પર જળબંબાકારની સ્થિતિ
Rajkot Rain: સામાન્ય વરસાદમાં રાજકોટ મનપાની ખુલી પોલ, રાજમાર્ગો પર જળબંબાકારની સ્થિતિ
Rajkot News: રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જેવી દુર્ઘટના બનતા રહી ગઈ, પેસેન્જર પીકએપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી પડી
Rajkot News: રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જેવી દુર્ઘટના બનતા રહી ગઈ, પેસેન્જર પીકએપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી પડી
Gujarat Rain: રાજ્યમાં 5 દિવસ કઈ કઈ જગ્યાએ પડશે વરસાદ, જુઓ ગ્રાફિક્સ
Gujarat Rain: રાજ્યમાં 5 દિવસ કઈ કઈ જગ્યાએ પડશે વરસાદ, જુઓ ગ્રાફિક્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । ધોધમાર વરસાદે ખોલી રાજકોટ મનપાની પોલGujarat Rains: રાજ્યમાં આગામી 3 કલાક 'ભારે', અહીં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ?Gujarat Rain Update | રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદને લઇ હવામાન વિભાગે કરી મોટી આગાહીRathyatra 2024 । ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને લઇ અમદાવાદ પોલીસ સજ્જ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: રાજ્યમાં  આગામી 3 કલાકમાં ભારે અહીં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Weather: રાજ્યમાં આગામી 3 કલાકમાં ભારે અહીં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Rajkot Rain: સામાન્ય વરસાદમાં રાજકોટ મનપાની ખુલી પોલ, રાજમાર્ગો પર જળબંબાકારની સ્થિતિ
Rajkot Rain: સામાન્ય વરસાદમાં રાજકોટ મનપાની ખુલી પોલ, રાજમાર્ગો પર જળબંબાકારની સ્થિતિ
Rajkot News: રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જેવી દુર્ઘટના બનતા રહી ગઈ, પેસેન્જર પીકએપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી પડી
Rajkot News: રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જેવી દુર્ઘટના બનતા રહી ગઈ, પેસેન્જર પીકએપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી પડી
Gujarat Rain: રાજ્યમાં 5 દિવસ કઈ કઈ જગ્યાએ પડશે વરસાદ, જુઓ ગ્રાફિક્સ
Gujarat Rain: રાજ્યમાં 5 દિવસ કઈ કઈ જગ્યાએ પડશે વરસાદ, જુઓ ગ્રાફિક્સ
રાજ્યમાં આગામી 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે આ જિલ્લા માટે આપ્યું એલર્ટ
રાજ્યમાં આગામી 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે આ જિલ્લા માટે આપ્યું એલર્ટ
IND vs SA Final: ફાઇનલમાં આ 5 ખેલાડીઓ પર રહેશે આખી દુનિયાની નજર, જે એકલાજ બદલી શકે છે મેચ
IND vs SA Final: ફાઇનલમાં આ 5 ખેલાડીઓ પર રહેશે આખી દુનિયાની નજર, જે એકલાજ બદલી શકે છે મેચ
Utility: ચોમાસામાં AC ચલાવતી વખતે ન કરો આ ભૂલ, નહીંતર થઈ શકે છે મોટું નુકસાન
Utility: ચોમાસામાં AC ચલાવતી વખતે ન કરો આ ભૂલ, નહીંતર થઈ શકે છે મોટું નુકસાન
બેવફા પત્નીઃ પતિની છાતી પર બેસીને પક્ડયા હાથ, પ્રેમીએ કુહાડીથી કાપી ગરદન, મધરાતે ખેલાયો ખૂની ખેલ
બેવફા પત્નીઃ પતિની છાતી પર બેસીને પક્ડયા હાથ, પ્રેમીએ કુહાડીથી કાપી ગરદન, મધરાતે ખેલાયો ખૂની ખેલ
Embed widget