Diamond industry : રત્ન કલાકારો માટે સારા સમાચાર, દિવાળી આવતા હીરા ઉદ્યોગમાં મંદી ઘટી
Diamond industry News : અમેરિકા સહીત અલગ અલગ દેશોમાંથી મોટા પ્રમાણમાં ઓર્ડર મળતા હીરા ઉદ્યોગમાં મંદી ઘટી રહી છે.
Surat : રત્ન કલાકારો માટે સારા સમાચાર આવ્યાં છે. દિવાળી આવતા હીરા ઉદ્યોગમાં મંદી ઘટી છે. હીરા ઉદ્યોગમાં દિવાળી સહિતના પર્વની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે વિદેશથી પણ ઓર્ડર મળવા માંડ્યા છે. હીરા ઉદ્યોગ અને રત્ના કલાકારો માટે સારા સમાચાર કહી શકાય છે.
ધીમે ધીમે મંદીમાંથી બહાર આવી રહી છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી
અમેરિકા સહીત અલગ અલગ દેશોમાંથી મોટા પ્રમાણમાં ઓર્ડર મળતા હીરા ઉદ્યોગમાં મંદી ઘટી રહી છે. હીરા ઉદ્યોગમાં ડાયમંડ કટ એન્ડ પોલિસીંગમાં બ્રેક લાગી ગઈ હતી, પરંતુ હવે ડાયમંડ અને જ્વેલરીની ડિમાન્ડમાં વધારો થવાને કારણે હીરા ઉધોગો ધીમે ધીમે મંદીમાંથી બહાર આવી રહ્યા છે.
30 ટકા રફ રશિયાથી મંગાવવામાં આવે છે
ખાસ કરીને દિવાળીના ઓર્ડર મળતા લાગતા મોટી રાહત થઈ છે. દર વર્ષે ડિસેમ્બર મહિના બાદ ઉનાળાની સિઝન સુધી ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામકાજ પર સામાન્ય રીતે બ્રેક લાગતી હોય છે આ દરમિયાન શહેરના કેટલા હીરા કારખાનામાં વેકેશન પણ રાખવામાં આવે છે. પરંતુ આ વાત યુક્રેન અને રશિયાના યુદ્ધને કારણે સુરતના હીરા ઉધોગ પર વેપરીત અસર જોવા મળી રહી છે કારણ કે ભારતમાં હીરાની રફની આયાત થાય છે તેમાંથી 30 ટકા રફ રશિયાથી મંગાવવામાં આવે છે.
હીરા ઉદ્યોગકરોએ દિવાળીના ઓર્ડર લેવાની શરૂઆત કરી
યુક્રેન અને રશિયા યુદ્ધને કારણે અમેરિકાના ડાયમંડ ખરીદારોએ જાહેરાત કરી હતી કે રશિયાની રફમાંથી બનેલા હીરા ખરીદવામાં આવશે નહીં જેના કારણે પણ સુરતના હીરા ઉદ્યોગકરો કારો દ્વારા પ્રોટેક્શન પર કાપ મુકવામાં આવ્યો હતો. પરંતુ હવે એ સ્થિતિમાં સુધારો થયો છે અને રફનો શોર્ટ સપ્લાય હતો તે પણ પૂરો થઈ ગયો છે. બીજી તરફ હીરાના ઉદ્યોગકરો દ્વારા દિવાળીના ઓર્ડર પુરા કરવા માટે પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
વિદેશમાંથી મોટા પ્રમાણમાં જવેલરીના ઓર્ડર મળી રહ્યાં છે
શહેરના હીરા ઉદ્યોગોની સાથે જ્વેલરી ઉદ્યોગોમાં પણ હાલમાં તેજી જોવા મળી રહે છે. ઉધોગકારોને અમેરિકા સહિત અલગ અલગ દેશમાંથી મોટા પ્રમાણમાં જવેલરીના ઓર્ડર મળી રહેવાનું હાલ જાણવા મળી રહ્યું છે, જેથી હીરા ઉદ્યોગકારો અને રત્ન કલાકારોને પણ ફાયદો થશે રત્ન કલાકારો ઓવર ટાઈમ કરીને સારી કમાણી કરી શકશે.