શોધખોળ કરો
Advertisement
આમ આદમીને ઝાટકોઃ સતત ત્રીજા મહિને નોન સબસિડી LPG સિલિન્ડરની કિંમતમાં વધારો થયો, જાણો કેટલો ભાવ વધ્યો
જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા દર મહિનાના પહેલા દિવસે એલપીજીની કિંમતોની સમીક્ષા કરાય છે.
નવી દિલ્હીઃ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સતત ત્રીજા મહિને સામાન્ય લોકોને મોટો ઝાટકો આપ્યો છે. કંપનીઓએ રાંધણ ગેસની કિંમતમાં ફરી એક વખત વધારો કર્યો છે જેના કારણે એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી) અનુસાર, આ વખતે સબસિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં 76.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 14.2 કિલોના સબસિડીવગરના સિલિન્ડરની કિંમત 681.50 રૂપિયા થઈ ગઈ છે. જે ઓક્ટોબરમાં 605 રૂપિયા હતી. અન્ય મોટા શહેરની વાત કરીએ તો કોલકાતામાં રૂપિયા 706, મુંબઇમાં રૂપિયા ૬૫૧ અને ચેન્નઈમાં રૂપિયા 696 પ્રતિ સિલિન્ડર કિંમત પહોંચી ગી છે.
જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા દર મહિનાના પહેલા દિવસે એલપીજીની કિંમતોની સમીક્ષા કરાય છે. નવી કિંમતો પહેલી નવેમ્બરથી જ અમલી બની છે. સબસિડી વિનાના સિલિન્ડરની કિંમતમાં સતત ત્રીજા મહિને વધારો કરાયો છે. અગાઉ પહેલી ઓક્ટોબરે રૂપિયા 15 અને પહેલી સપ્ટેમ્બરે રૂપિયા 15.50નો વધારો કરાયો હતો. નવેમ્બરમાં કરાયેલો વધારો આકરો છે.
જોકે નવેમ્બર 2018ની સામે આ નવેમ્બરમાં એલપીજીની કિંમત 250 રૂપિયા જેટલી ઓછી છે. નવેમ્બર 2018માં એલપીજી સિલિન્ડરની કિંમત 939 રૂપિયા હતી.
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા સિલિન્ડરની કિંમત નક્કી કરતી વખતે એલપીજીની આંતરરાષ્ટ્રીય કિંમત, અમેરિકન ડોલર સામે રૂપિયાની કિંમતને ધ્યાનમાં લેવાય છે. એલપીજીના તમામ ઉપભોકતાઓએ બજાર કિંમતે જ સિલિન્ડરની ખરીદી કરવાની રહે છે પરંતુ સરકાર 12 સિલિન્ડરની સબસિડી ઉપભોકતાના બેન્ક ખાતામાં સીધી જમા કરાવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement