શોધખોળ કરો

Domino's એ ગુજરાતમાં લોન્ચ કર્યા ન્યૂ રાગી સુપર ક્રસ્ટ પિઝા, જાણો શું છે ખાસિયત

Ragi Pizza: ન્યૂ રાગી સુપર ક્રસ્ટ પિત્ઝા એ ડોમિનોઝ પિત્ઝાની કુશળ રાંધણકળાનું ફ્યુઝન હોવાની સાથે સાથે જ રાગીના પૌષ્ટિક ગુણોથી ભરેલું છે, જે ગ્રાહકોને અને પૌષ્ટિક અનુભવનું વચન આપે છે

Ragi Super Crust Pizza in Gujarat: ભારતની સૌથી મોટી ફૂડ સર્વિસ કંપની જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ લિમિટેડે   ગુજરાતમાં ન્યુ રાગી સુપર ક્રસ્ટ પિત્ઝા લોન્ચ કર્યા છે. ભારતના કૃષિ ઉદ્યોગમાં ગુજરાત રાજ્યનું આગવું પ્રદાન છે અને રાજ્યએ જાડા કે બરછટ ધાનના ઉત્પાદન અને તેને પ્રોત્સાહન આપવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેની નવીનતા અને ગ્રાહકોના સંતોષ માટે વિખ્યાત બ્રાન્ડ તરીકે, ડોમિનોઝના મેનુમાં આ  નવો ઉમેરો યુનાઇટેડ નેશન્સ દ્વારા 2023ના આંતરરાષ્ટ્રીય મિલેટ્સના વર્ષ તરીકે જાહેર કરવા સાથે સુસંગત છે. આ લોન્ચિંગ મિલેટ્સના પોષક તત્વો અને ઇકોલોજીકલ લાભોને પ્રોત્સાહન આપશે, જે તેમના વૈશ્વિક વપરાશને પ્રોત્સાહિત કરશે.

રાગી પિત્ઝાની શું છે ખાસિયત

ન્યૂ રાગી સુપર ક્રસ્ટ પિત્ઝા એ ડોમિનોઝ પિત્ઝાની કુશળ રાંધણકળાનું ફ્યુઝન હોવાની સાથે સાથે જ રાગીના પૌષ્ટિક ગુણોથી ભરેલું છે, જે ગ્રાહકોને અને પૌષ્ટિક અનુભવનું વચન આપે છે. ડોમિનોઝના નિષ્ણાત રસોઇયાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પિત્ઝામાં રાગીનો લોટ, ઘઉંનો લોટ અને પ્લેન ઓટ્સ જેવા શ્રેષ્ઠ ગુણવત્તાવાળા મિલેટ્સના ઘટકો છે ઉપરાંત તે અળસીના બીજ, તડબૂચના બીજ, કોળાના બીજ અને સનફ્લાવર સીડ્સ જેવા વિવિધ સીડ્સનો તેમાં સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીએ શું કહ્યું

ગુજરાતના મુખ્યમંત્રીભૂપેન્દ્રભાઈ પટેલે ડોમિનોઝની દૂરંદેશી પહેલની પ્રશંસા કરી અને જણાવ્યું હતું કે, “જુબિલન્ટ ફૂડવર્કસ લિમિટેડ અને ડોમિનોઝ દ્વારા સાણંદમાં મિલેટ પિઝાના લોન્ચિંગ અને તેમના આગામી ફૂડ પ્રોસેસિંગ પાર્કના વર્ચ્યુઅલ ઉદ્ઘાટનના આ મહત્વપૂર્ણ પ્રસંગનો ભાગ બનવાનો મને આનંદ છે. અમે ગુજરાતમાં બાજરીને પ્રોત્સાહન આપવાના જુબિલન્ટ ફૂડવર્કસ લિમિટેડના પ્રયાસોને બિરદાવીએ છીએ. આ પગલું ગુજરાતના વ્યાપક બાજરીના વપરાશ અંગેની તેમની સમજણ દર્શાવે છે. ભારત વિશ્વભરમાં 5મા રેન્કિંગ સાથે સૌથી મોટા બાજરીના નિકાસકાર તરીકે, ડોમિનોઝનું નવું રાગી સુપર ક્રસ્ટ પિઝા દેશમાં બાજરીના વપરાશને પ્રોત્સાહન આપે છે. આ અનોખી નવીનતા માત્ર બ્રાન્ડની મૌલિકતાને જ નહીં પરંતુ માનનીય વડાપ્રધાનના 2023ને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવાના આહ્વાન સાથે પણ સંરેખિત કરે છે.

જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ લિમિટેડના ચેરમેન અને કો-ચેરમેને શું કહ્યું

જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ લિમિટેડના ચેરમેન અને કો-ચેરમેન શ્યામ એસ ભરતિયા અને હરિ એસ ભરતિયાએ આ લોન્ચિંગ અંગે ઉત્સાહ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, "ગુજરાતનું વાઇબ્રન્ટ મિલેટ્સ ઉત્પાદન સંશોધનાત્મક વાનગીઓ માટે સામગ્રીનો ખજાનો પૂરો પાડે છે. તેની રાંધણકળા માટે વિખ્યાત ગુજરાતમાં અમે ડોમિનોઝ ન્યૂ રાગી સુપર ક્રસ્ટ પિત્ઝા લોન્ચ કરીને અમે રોમાંચનો અનુભવ કરી રહ્યાં છીએ. અમારું લક્ષ્ય 2023ના વર્ષને સાચા અર્થમાં જાડાધાનનું વર્ષ બનાવવાના ભારત સરકારના સ્વપ્નને સાકાર કરવાનું છે. અમારી આ નવી રેન્જ ગ્રાહકોના પિત્ઝા ખાવાના અનુભવને યાદગાર બનાવશે.

ગુજરાત સતત તેની ક્ષમતાને આગળ ધપાવી રહ્યું છે ત્યારે, જ્યુબિલન્ટ ભરતિયા ગ્રુપ રાજ્યને રોકાણ અને વિસ્તરણ માટેના મહત્વના સ્થળ તરીકે નિહાળે છે. ગુજરાતનો આશાસ્પદ વિકાસ, રોકાણને અનુકૂળ વાતાવરણ અને કાર્યક્ષમ શાસન એ જ્યુબિલન્ટ ભરતિયા ગ્રુપની સફળતા માટે ચાવીરૂપ છે. ગુજરાતના વિકાસમાં યોગદાન આપવા પ્રતિબદ્ધ જ્યુબિલન્ટ ફૂડવર્ક્સે સાણંદ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં અત્યાધુનિક ફૂડ પ્રોસેસિંગ પાર્ક સ્થાપવાની યોજના જાહેર કરી છે, જે ગુજરાતની સંભવિત અને રોજગાર સર્જન પ્રત્યેની પ્રતિબદ્ધતામાં કંપનીની માન્યતાને મજબૂત બનાવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Embed widget