શોધખોળ કરો

મોંઘવારીનો ડબલ ડોઝ, દૂધ બાદ હવે ખાદ્યતેલના ભાવમાં થયો ભડકો, જાણો ડબ્બે કેટલો ભાવ વધ્યો

રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર ઉછાળો થયો છે, પરિણામે મધ્યવર્ગીય પરિવારોની સ્થિતિ પડ્યા પર પાટા જેવી થઈ છે.

Edible Oil Price Hike: ગુજરાતમાં તાજેતરમાં અમૂલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. ત્યારે હવે રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર ઉછાળો થયો છે, પરિણામે મધ્યવર્ગીય પરિવારોની સ્થિતિ પડ્યા પર પાટા જેવી થઈ છે. સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેના પગલે તેલનો ડબ્બો 3000ની નજીક પહોંચી ગયો છે. રાજકોટમાં સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં 15 રૂપિયાનો વધારો થયો છે. રાજકોટમાં સિંગતેલના ડબ્બાનો ભાવ 2,945 રૂપિયાએ પહોંચ્યો છે જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂપિયા 1,890એ પહોંચ્યો છે જ્યારે બીજી તરફ પામોલિન તેલના ભાવમાં પણ સપ્તાહમાં 120 રૂપિયાનો વધારો થયો છે. પામોલિન તેલના ભાવ હજુ પણ વધશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

મંગળવારે તેલ અને તેલીબિયાંના ભાવ નીચે મુજબ રહ્યા હતા.

સરસવના તેલીબિયાં – રૂ. 5,540-5,635 (42 ટકા સ્થિતિ દર) પ્રતિ ક્વિન્ટલ.

મગફળી - રૂ 6,840-6,900 પ્રતિ ક્વિન્ટલ.

મગફળીની તેલ મિલ ડિલિવરી (ગુજરાત) – રૂ. 16,725 પ્રતિ ક્વિન્ટલ.

મગફળી રિફાઇન્ડ તેલ રૂ. 2,550-2,815 પ્રતિ ટીન.

સરસવનું તેલ દાદરી - રૂ. 10,940 પ્રતિ ક્વિન્ટલ.

મસ્ટર્ડ પાકી ઘાણી - રૂ. 1,710-1,780 પ્રતિ ટીન.

સરસોન કાચી ઘાણી - રૂ. 1,710-1,830 પ્રતિ ટીન.

તલની તેલ મિલની ડિલિવરી – રૂ. 18,900-21,000 પ્રતિ ક્વિન્ટલ.

સોયાબીન તેલ મિલ ડિલિવરી દિલ્હી - રૂ. 11,550 પ્રતિ ક્વિન્ટલ.

સોયાબીન મિલ ડિલિવરી ઈન્દોર – રૂ. 11,350 પ્રતિ ક્વિન્ટલ.

સોયાબીન તેલ દેજેમ, કંડલા - રૂ. 9,800 પ્રતિ ક્વિન્ટલ.

સીપીઓ એક્સ-કંડલા - રૂ. 9,200 પ્રતિ ક્વિન્ટલ.

કપાસિયા મિલ ડિલિવરી (હરિયાણા) – રૂ 10,100 પ્રતિ ક્વિન્ટલ.

પામોલીન આરબીડી, દિલ્હી - રૂ. 10,600 પ્રતિ ક્વિન્ટલ.

પામોલિન એક્સ- કંડલા - રૂ. 9,750 (જીએસટી વિના) પ્રતિ ક્વિન્ટલ.

સોયાબીન અનાજ – રૂ 5,4575-5,525 પ્રતિ ક્વિન્ટલ.

સોયાબીન લૂઝ - રૂ 5,225-5,325 પ્રતિ ક્વિન્ટલ.

મકાઈ ખાલ (સરિસ્કા) ​​– રૂ 4,010 પ્રતિ ક્વિન્ટલ.

અમૂલ બાદ સુમુલે આપ્યો ઝટકો, દૂધના ભાવમાં ઝીંક્યો 2 રૂપિયાનો વધારો

મોંઘવારીમાં પીસાતી પ્રજા પ૨ સુમુલ ડેરી એ પણ દૂધના ભાવ વધારીને વધુ એક ફટકો માર્યો છે. અમૂલ બાદ સુમુલ ડેરીએ ગ્રાહકોને ઝટકો આપ્યો છે. સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. અમુલ બ્રાન્ડના ગોલ્ડ, તાજા, શક્તિ તથા ગાયના દૂધના 5૦૦ એમએલના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે 250 એમએલની દૂધની થેલી તથા 500 એમએલ છાશનો ભાવ યથાવત છે. 6 લિટરની છાશની થેલીના ભાવમાં 6 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દૂધની વિવિધ બ્રાન્ડોના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરાયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
Supreme Court on Sikhs: શું હવે સરદારો પર જોક્સ નહીં બને? સુપ્રીમ કોર્ટે કહ્યું, આ એક મહત્વપૂર્ણ મુદ્દો
Supreme Court on Sikhs: શું હવે સરદારો પર જોક્સ નહીં બને? સુપ્રીમ કોર્ટે કહ્યું, આ એક મહત્વપૂર્ણ મુદ્દો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Embed widget