શોધખોળ કરો

Laysoff: 2023ના છ મહિનામાં વિશ્વમાં 2.12 લાખ લોકોએ ગુમાવી નોકરી, ભારતનો આંકડો જાણીને ચોંકી જશો

Layoffs: 2023ના પ્રથમ છ મહિનામાં વૈશ્વિક ટેક્નોલોજી ક્ષેત્રની સ્થિતિ વધુ ચિંતાજનક બની રહી છે.

Layoffs: વર્ષ 2023નો અડધો સમય પસાર થઈ ગયો છે અને વર્ષના પ્રથમ છ મહિનામાં જ વિશ્વભરમાં નોકરીઓનું સંકટ એટલું ઊંડું થઈ ગયું છે કે સર્વત્ર ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. વર્ષના પ્રથમ છ મહિનામાં, વિશ્વમાં 2.12 લાખથી વધુ કર્મચારીઓએ તેમની નોકરી ગુમાવી છે, પછી તે મોટી ટેક કંપનીઓ હોય કે સ્ટાર્ટઅપ, આ તમામમાં સ્થિતિ સમાન છે. 2023ના પ્રથમ છ મહિનામાં વૈશ્વિક ટેક્નોલોજી ક્ષેત્રની સ્થિતિ વધુ ચિંતાજનક બની રહી છે.

અત્યાર સુધીમાં 2.12 લાખ કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા

છટણીના ડેટા વિશે માહિતી આપતી ટ્રેકિંગ સાઇટ લેઓફ્સ અનુસાર,  30 જૂન, 2023 સુધીમાં 819 ટેક કંપનીઓમાંથી 2,12,221 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. તેની સરખામણીમાં જો આપણે વર્ષ 2022ના ડેટા પર નજર કરીએ તો 1046 ટેક કંપનીઓમાંથી 1.61 લાખ કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી. આ બધાના આધારે વર્ષ 2022 અને 2023ની 30 જૂન સુધી કુલ 3.8 લાખ કર્મચારીઓની છટણી કરવામાં આવી છે.

Laysoff: 2023ના છ મહિનામાં વિશ્વમાં 2.12 લાખ લોકોએ ગુમાવી નોકરી, ભારતનો આંકડો જાણીને ચોંકી જશો

કંપનીઓમાં છટણીનું કારણ શું છે

મોટી ટેક કંપનીઓથી લઈને નાના સ્ટાર્ટઅપ્સ સુધી, તેઓએ છટણી માટે સમાન કારણો આપ્યા છે. આમાં મુખ્ય છે અતિશય ભરતી, અસ્થિર વૈશ્વિક મેક્રો-ઈકોનોમિક સ્થિતિ અને કોવિડ-19 રોગચાળાની અસર અને તેની ચિંતાઓ.

ભારતમાં શું છે સ્થિતિ

ભારતીય ટેક ઇકોસિસ્ટમમાં પણ આ છટણી મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં 11 હજારથી વધુ ભારતીય સ્ટાર્ટઅપ કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા છે. જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 40 ટકા વધુ છે. ભારતમાં કુલ છટણી વૈશ્વિક છટણીના 5 ટકા છે. અન્ય માહિતી અનુસાર, જ્યારથી કંપનીઓ વર્ષ 2022 માં મુશ્કેલ સમય માટે તૈયારી કરી રહી છે, ત્યારથી છટણીનો તબક્કો શરૂ થયો છે અને અત્યાર સુધીમાં 102 ભારતીય સ્ટાર્ટઅપ્સમાં 27,000 થી વધુ કર્મચારીઓએ તેમની નોકરી ગુમાવી દીધી છે. તેમાંથી, સાત યુનિકોર્ન એડટેક સહિત 22 એડટેક સ્ટાર્ટઅપ્સ છે, જેમણે લગભગ 10,000 કર્મચારીઓની છટણી કરી છે.

Laysoff: 2023ના છ મહિનામાં વિશ્વમાં 2.12 લાખ લોકોએ ગુમાવી નોકરી, ભારતનો આંકડો જાણીને ચોંકી જશો

આ વર્ષે કોઈ નવા યુનિકોર્ન નથી

ગયા વર્ષના જાન્યુઆરી-જૂનની સરખામણીમાં આ વર્ષે અત્યાર સુધીમાં ફંડિંગમાં 70 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. આ કારણે 2023ના જાન્યુઆરી-જૂનના પ્રથમ છ મહિનામાં દેશમાં એક પણ નવો યુનિકોર્ન સર્જાયો નથી. આ મુશ્કેલ સમય આવી ગયો હોવાનો એક સંકેત છે  અને મંદીના ધીમા પગલે આગમનના કારણે કંપનીઓ સાવચેતીભર્યું વલણ અપનાવી રહી છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ

ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો

અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા

Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર

આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે

Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!

H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ

Embed widget